તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Will Lay The Foundation Stone Of MP Singh University ... Find Out Why The Prime Minister Is Reaching Aligarh

અલીગઢમાં PM મોદી:મોદીએ કહ્યું- ડબલ એન્જિન સરકારના ડબલ લાભનું મોટું ઉદાહરણ છે UP; 6 મુદ્દાઓમાં ગરીબો-ખેડૂતથી લઈને રોજગારી સુધીની વાત કરી

10 દિવસ પહેલા
અલીગઢમાં વડાપ્રધાને જાહેર સભામાં સંબોધન કર્યું હતું.
  • યુપીમાં યુવાનો માટે શિક્ષણનું નવું કેન્દ્ર MP સિંહ યુનિવર્સિટી
  • ઉત્તરપ્રદેશમાં માફિયાઓ જેલના સળિયા પાછળ ધકેલાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢમાં ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, મુખ્યમંત્રી યોગીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશનો ઘણો વિકાસ થયો છે. દેશ અને દુનિયાના દરેક નાના-મોટા રોકાણકારો અહીં આવી રહ્યા છે. આવું ત્યારે થાય છે જ્યારે રોકાણ માટે જરૂરી વાતાવરણ સર્જાય, જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોય. કેન્દ્ર અને રાજ્યની યોગી સરકાર લોકોને આ સુવિધાઓ આપવા માટે સાથે મળીને કામ કરી રહી છે. આજે ઉત્તર પ્રદેશ ડબલ એન્જિન સરકારના ડબલ લાભનું એક ખૂબ મોટું ઉદાહરણ બની રહ્યું છે.

મોદીના સંબોધનની 6 મહત્વની વાતો

1. અલીગઢ દેશની સરહદોનું રક્ષણ કરશે

ગઇકાલ સુધી જે અલીગઢ લોકોના ઘરોની રક્ષા કરતું હતું, આજે એ જ અલીગઢ હિન્દુસ્તાનની સરહદોની રક્ષા કરશે. સંરક્ષણ સાધનો અહીં બનાવવામાં આવશે. અલીગઢમાં નાના હથિયારો, ડ્રોન,એરોસ્પેસ, મેટલ કમ્પોનન્ટ્સ, ડિફેન્સ પેકેજિંગ જેવી પ્રોડક્ટ બનાવી શકાશે. આ માટે નવા ઉદ્યોગો બનાવવામાં આવી રહ્યા છે. 100 કરોડથી વધુની રોકાણ થશે. આ બદલાવ અલીગઢ અને આસપાસના ક્ષેત્રોને એક નવી ઓળખ આપશે. મોદીએ સંબોધન કરતાં વધુમાં કહ્યું હતું કે ડિફેન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા અહીંયાના હાલના વેપારીઓ અને MSME ને પણ ફાયદો મળશે.

2. રાષ્ટ્રના નાયકો અને નાયિકાઓથી દેશની ઘણી પેઢીઓને વંચિત રાખી
અલીગઢમાં વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે આજનો દિવસ વિશેષ છે. PM મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મહારાજા સુહેલદેવ જી હોય, છોટુરામ જી હોય કે રાજા મહેન્દ્ર સિંહ જી, નવી પેઢીને તેમનો પરિચય કરાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આ પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

3. પહેલા પશ્ચિમી UPના લોકો ડરીને રહેતા હતા
PM મોદીએ સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે નામ લીધા વિના કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે ઉત્તર પરદેશમાં સરકાર ગુંડાઓ અને માફિયાઓની મન મરજીથી ચાલતી હતી. હવે વસૂલી કરનારાઓ, માફિયાઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના લોકો ખાસ યાદ કરાવવા માંગુ છું કે આ જ ક્ષેત્રમાં ચાર-પાંચ વર્ષ પહેલા જ પરિવાર પોતાના ઘરમાં જ ડરીને જીવન જીવતા હતા.

બહેન-દીકરીઓને ઘરમાંથી બહાર નીકળવામાં. શાળા-કોલેજ જવામાં પણ ડર લાગતો હતો. જ્યાં સુધી દીકરી ઘરે પછી ન આવે, ત્યાં સુધી માતા-પિતાને ખૂબ ચિંતા રહેતી હતી. કેટલાયે લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. લોકોને પલાયન કરવું પડ્યું. આજે કોઈપણ ગુનેગાર ગુનો કરતાં પહેલા 100 વખત વિચાર કરે છે. યોગીજીની સરકારમાં ગરીબનું પણ સાંભળવામાં આવે છે અને ગરીબનું સન્માન પણ કરવામાં આવે છે.

4. ખેડૂતો માટે શક્યતાઓના નવા દરવાજા ખુલ્યા
મોદીએ કહ્યું કે, સરકાર નાના ખેડૂતોને શક્તિ આપવા માટે કામ કરી રહી છે. દોઢ ગણો વધારે MSP આપવામાં આવી રહ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો હતો. ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ઘણી યોજનાઓ દ્વારા ખેડૂતોને મજબૂત બનાવ્યા.

છેલ્લા ચાર વર્ષમાં યુપીમાં MSPની ખરીદી પર નવા રેકોર્ડ બન્યા છે. શેરડીના ખેડૂતોને પણ ચૂકવણી કરવામાં આવી હતી. આગામી વર્ષ યુપીના શેરડીના ખેડૂતો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલવાના છે. ઇથેનોલ જે શેરડીમાંથી બનાવવામાં આવે છે, તેનો બળતણમાં ઉપયોગ વધી રહ્યો છે. પશ્ચિમ યુપીના શેરડીના ખેડૂતોને આનો લાભ મળશે.

5. શિક્ષણ અને રોજગાર
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી આધુનિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ સાથે, દેશમાં શિક્ષણ, ટેકનોલોજી અને સંરક્ષણ સંબંધિત મેનપાવર બનાવવા માટેનું એક કેન્દ્ર પણ બનશે. નવી શિક્ષણ નીતિમાં જે રીતે શિક્ષણ, કૌશલ્ય અને સ્થાનિક ભાષાના અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, તેનાથી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. આપની સૈન્ય સંખ્યાને મજબૂત કરવા માટે, આ યુનિવર્સિટી આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના ભારતના પ્રયાસોને પ્રોત્સાહન આપશે. તેનાથી અહીંના યુવાનો માટે રોજગારીની નવી તકો મળશે.

6. બાળપણની કહાની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી લોકો અલીગઢના તાળાઓ પર વિશ્વાસ રાખતા હતા. મોદીએ એક કિસ્સો કહ્યું, અલીગઢથી મુસ્લિમ સેલ્સમેન દર ત્રણ મહિને અમારા ગામ આવતા હતા. તેઑ કાળું જેકેટ પહેરીને આવતા હતા, તે દર ત્રણ મહિને આવતા હતા. તેઓ મારા પિતા સાથે મિત્રતા ધરાવતા હતા, તેઓ પોતાના રૂપિયા મારા પિતા પાસે છોડીને જતા હતા અને જ્યારે તેઓ ગામ છોડીને જતાં હતા ત્યારે તેઓ રૂપિયા લઈ જતાં હતા. મોદીએ કહ્યું કે બાળપણમાં અમે યુપીના સીતાપુર અને અલીગઢને જાણતા હતા. અલીગના તાળાઓ પહેલા ઘરોની રક્ષા કરતા હતા, હવે અલીગઢના હથિયાર દેશની સરહદોનું રક્ષણ કરશે.

યોગીએ કહ્યું- સહારનપુરમાં મહારાનીના નામે ખુલશે યુનિવર્સિટી

ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે. આ પગલાને જાટ સમુદાયને સાધવાના એક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે, તેમજ PM મોદી ડિફેન્સ કોરિડોરનો પણ શિલાન્યાસ કર્યો. મોદીએ ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું મોડેલ નિહાળ્યું હતું.

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી બાબતની જાણકારી લેતા વડાપ્રધાન મોદી.
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી બાબતની જાણકારી લેતા વડાપ્રધાન મોદી.

અલીગઢમાં બનનારી આ યુનિવર્સિટી 92 એકરમાં ફેલાયેલી હશે, જ્યારે 395 કોલેજો તેના હેઠળ આવશે. જ્યારે, ડિફેન્સ કોરિડોરની જાહેરાત ખુદ PM મોદીએ 2018માં કરી હતી. અલીગઢના ડિફેન્સ કોરિડોરમાં 19 કંપનીઓ રોકાણ કરશે, લગભગ 1300 કરોડનું રોકાણ થશે.

યુવાનો પર ધ્યાન કેન્દ્રિત
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોધા અલીગઢ ખાતે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પર રાખવામાં આવેલી સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. પશ્ચિમ યુપીમાં PM મોદીનો કાર્યક્રમ ચૂંટણીપ્રચારની શરૂઆત પણ માનવામાં આવે છે, કારણ કે જ્યારે રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂરાં થશે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ પડી હશે. 19 સપ્ટેમ્બરે સરકાર સાડાચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, જેની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાડાચાર વર્ષમાં થયેલાં વિકાસકામો અને રોજગારીનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ છે કે ભાજપ ચૂંટણીમાં વિકાસ-રોજગારના મુદ્દાઓ પર મેદાનમાં ઊતરશે.

અન્ય સમાચારો પણ છે...