તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Will Inaugurate Through An Online Program At 6 Pm; New Entrance And 3 Galleries Dedicated To The Martyrs

નવો જલિયાંવાલા બાગ:PM મોદીએ વીડિયો કોન્ફરન્સથી અમૃતસરમાં જલિયાંવાલા બાગના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું, કહ્યું- અહીં શહીદોના સપના વસેલા છે

અમૃતસરએક મહિનો પહેલા
વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જલિયાંવાલા બાગના નવા કેમ્પસનું ઉદઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • આ અગાઉ કેટલાક ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં ઉદઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમૃતસરમાં જલિયાંવાલા બાગને નવા સ્વરૂપનું વીડિયો કોન્ફરન્સિંગનું ઉદઘાટન કર્યું છે. PM મોદીએ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે પંજાબની વીરભૂમિને જલિયાંવાલા બાગની પવિત્ર માટીને મારા પ્રણામ. નિર્દોષ બાળકો, ભાઈઓ, બહેનો કે જેમને પોતાના સ્વપ્ન જલિયાવાલા બાગની દિવારો પર અંકિત ગોળીયોના નિશાનોમાં મળે છે. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.

જલિયાવાલા બાગ એવી જગ્યા છે કે જેણે સરદાર ઉધમ સિંહ, સરદાર ભગત સિંહ જેવા સ્વાતંત્ર સેનાનીઓને દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરવા પ્રેરીત કર્યાં. 13 એપ્રિલ 1919ની એ 10 મિનિટ જે આપણી સ્વતંત્રતાની ચિરગાથા બની ગયેલી. તેને લીધે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.

નવા જલિયાંવાલા બાગનું ઉદઘાટનનો વિરોધ
આ અગાઉ ઐતિહાસિક નવા જલિયાંવાલા બાગનું ઉદઘાટન થાય તે પહેલા જ વિરોધ કરવામાં આવ્યો હતો. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો શનિવારે સવારે જલિયાંવાલા બાગથી થોડે દૂર ઘી બજારની નજીક એકઠા થઈ ગયા હતા અને તેઓએ બગીચા તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા. ખેડૂતોએ ચેતવણી આપી છે કે આજે યોજાનાર ઉદ્દઘાટન સમારોહમાં કોઈપણ ભાજપના નેતાને આવવા દેવામાં આવશે નહીં. આ તરફ ખેડૂતોના વિરોધનાં સમાચાર મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ખેડૂતોને સમજાવવા માટેના પ્રયાસ કરી રહી હતી. સુરક્ષાને ધ્યાનમાં લેતા જલિયાંવાલા બાગની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા શનિવારે સાંજે 6:15 કલાકે નવનિર્માણ જલિયાવાલા બાગનું ઉદ્ઘાટન કરશે. જે બાદ આ ઐતિહાસિક સ્થળ જનતાને અર્પણ કરવામાં આવશે. હસતા અને રમતા લોકોથી શણગારેલા જલિયાંવાલા બાગનું પ્રવેશદ્વાર ખાસ કરીને લોકોને આકર્ષિત કરશે. જ્યારે, બગીચામાં આવેલા કુવાની રૂપરેખા પણ બદલવામાં આવી છે. આ ગેલેરીમાં શહીદો સાથે સંબંધિત દસ્તાવેજો રાખવામાં આવ્યા છે.

કાર્યક્રમની શરૂઆતમાં શહીદોને સલામી આપવામાં આવશે. જેના માટે BSFના જવાનોની ટુકડી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, કાર્યક્રમની શરૂઆતમાં શબ્દ ગાયન પણ થશે. તંબુની અંદર મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. જેના દ્વારા વડાપ્રધાન અને દેશના અન્ય મોટા નેતાઓ કાર્યક્રમમાં જોડાયેલા રહેશે. વડાપ્રધાન શહીદોને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રને સંબોધન કરશે. ઉદ્દઘાટન બાદ લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ કરવામાં આવશે. જેમાં જલિયાંવાલા બાગની ઘટનાનું દ્રશ્ય હિન્દી, અંગ્રેજી અને પંજાબીમાં બતાવવામાં આવશે. આ કાર્યક્ર્મ બાદ આ બાગ દેશવાસીઓને અર્પણ કરવાં આવશે.

આવું હશે જલિયાંવાલા બાગનું નવું સ્વરૂપ:-

આ ગેલેરીને અહીં શહીદ થયેલા લોકોને સમર્પિત કરવામાં આવી છે.
આ ગેલેરીને અહીં શહીદ થયેલા લોકોને સમર્પિત કરવામાં આવી છે.

પ્રવેશદ્વાર- જ્યાંથી અંગ્રેજોની સેના દાખલ થઇ હતી
હવે જલિયાંવાલા બાગમાં આવતાની સાથે જ પ્રવાસીઓનું ધ્યાન સૌથી પહેલા પ્રવેશદ્વાર તરફ જવાનું છે. આ એ જ સાંકડો રસ્તો છે જ્યાંથી જનરલ ડાયરે સેનાને અંદર જવા માટે કહ્યું હતું. હવે અહીં સુંદર હસતા અને રમતા લોકોને બતાવવામાં આવ્યા છે. આ દરવાજો શહીદોને સમર્પિત છે, જેઓ 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખીના દિવસે તેમના પરિવારો સાથે જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા.

શહીદોને સમર્પિત ગેલેરીનું એક દ્રશ્ય.
શહીદોને સમર્પિત ગેલેરીનું એક દ્રશ્ય.

શહીદોને સમર્પિત ત્રણ ગેલેરીઓ
જલિયાવાલા બાગ હત્યાકાંડ અને શહીદોને સમર્પિત ત્રણ ગેલેરીઓ બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં શહીદોને લગતા દસ્તાવેજો રાખવામાં આવ્યા છે. જેમાંથી આજની યુવા પેઢી શહીદો પર ગુજારવામાં આવેલા ત્રાસ બાબતે જાણશે. તેઓ શહીદોની બહાદુરીની વાર્તાઓ પણ જોશે અને વાંચશે. બુલેટના ચિહ્ન સાથે ચિહ્નિત ગેલેરી બનાવવામાં આવે છે. આ હત્યાકાંડ બાદ બ્રિટીશ રાજમાં શું-શું થયું અને ડાયરને બ્રિટિશરો દ્વારા કેવી રીતે બચાવવામાં આવ્યો, વગેરે બ્રિટીશ રાજના ક્રૂર કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે.

જલિયાંવાલા બાગ આ રીતે રંગોથી રંગાઈ જશે.
જલિયાંવાલા બાગ આ રીતે રંગોથી રંગાઈ જશે.

કુવાનું નવું સ્વરૂપ
તે સમયે જ્યારે આ ભયંકર હત્યાકાંડ કરવામાં આવ્યો હતો તે સમયે આ કૂવો ખુલ્લો હતો. આ પાર્કનું પ્રથમ ઈન્દિરા ગાંધીના સમયમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ કૂવા પર છત બનાવવામાં આવી હતી. હવે તેની ડિઝાઇનમાં વધુ ફેરફાર કરવામાં આવ્યો છે. કુવાની આસપાસ એક ગેલેરી બનાવવામાં આવી છે અને સલામતી માટે કાચ લગાવવામાં આવ્યા છે, જેથી કૂવાની ઉંડાઈ સુધી જોઈ શકાય.

જલિયાંવાલા બાગમાં સુરક્ષિત કરવામાં આવેલી દીવાલ.
જલિયાંવાલા બાગમાં સુરક્ષિત કરવામાં આવેલી દીવાલ.

સુરક્ષિત કરવામાં આવી છે દિવાલ
કૂવામાંથી થોડે આગળ જતાં તમને એક દીવાલ દેખાશે. આ તે દિવાલ છે જેના પર ગોળીના નિશાન હજુ પણ છે, જેથી આજની યુવા પેઢી તે સમયે માર્યા ગયેલા લોકોના દર્દ અને પીડાને સમજી શકે. તેને સુરક્ષિત કરવા માટે, દિવાલની આગળ રેલિંગ લગાવવામાં આવી છે, જેથી લોકો તેને જોઈ શકે, પરંતુ તેને સ્પર્શ કરી શકે નહીં.

શહીદી લાટને પણ આકર્ષક બનાવવામાં આવી છે
પાર્કની મધ્યમાં બનેલા શહીદી લાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેની આસપાસ એટલો સુંદર પાર્ક બનાવવામાં આવ્યો છે કે અહીં બેસીને કલાકો સુધી તેની સુંદરતાની પ્રશંસા કરી શકાય છે. લાટની સામેના ફુવારાઓ પાણીથી ભરાઈ ગયા છે અને પાણી પર તરતા ફૂલો અને પાંદડા રોપવામાં આવ્યા છે. પાર્કમાં ચારે તરફ સુંદર ફૂલો પણ રોપવામાં આવ્યા છે અને નાના બગીચા તૈયાર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી, જુદા જુદા રાજયોના રાજ્યપાલ અને સાંસદો પણ રહેશે ઉપસ્થિત
ઉદ્દઘાટન કાર્યક્ર્મમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી, સાંસ્કૃતિક રાજ્ય મંત્રી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટના સભ્યો હાજર રહેશે. કાર્યક્રમ માટે બાગમાં શહીદી લાટની ડાબી બાજુ ટેન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેથી ત્યાં હાજર દરેક વ્યક્તિ ત્યાં બેસીને વડાપ્રધાન મોદીને સાંભળી શકે. જ્યારે, શહીદોને સમર્પિત 3 ગેલેરીઓ બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...