• Gujarati News
  • National
  • PM Modi Will Inaugurate Kushinagar International Airport Today, Hoping To Boost The Tourism Industry

કુશીનગરમાં PM મોદી:PM મોદીએ કહ્યું- ભગવાન બુદ્ધનું સમર્પણ બધા માટે પ્રેરણારૂપ છે; મોદીએ મહાપરિનિર્વાણ સ્તૂપમાં ભગવાન બુદ્ધની પૂજા કરી

ઉત્તરપ્રદેશ2 મહિનો પહેલા
  • મોદીએ કહ્યું- કુશીનગર આસ્થા અને પ્રેરણાનું કેન્દ્ર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશીનગરના પ્રવાસે છે. અહી તેમણે કુશીનગર એરપોર્ટનું ઉદ્ધઘટન કર્યું હતું. ત્યારબાદ 'અભિધમ્મ દિવસ'ના કાર્યક્રમમાં મોદીએ સંબોધન કર્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે એરપોર્ટ બની જવાને કારણે હવે દુનિયાના દરેક ખુણાથી કુશીનગર આવવાનું સરળ બનશે. ભગવાન બુદ્ધનું બોદ્ધિત્વ- સેન્સ ઓફ અલ્ટિમેટ રિસ્પોન્સ્બિલિટી છે. એટલે કે જે કંઇ થઈ રહ્યું છે, તેમાં જો આપણે આપણો સકારાત્મક વલણ રાખીશું, તો આપણી અંદર જવાબદારીના ભાવ જાગૃત થશે. ભગવાન બુદ્ધ દરેક જગ્યાએ છે. ભગવાન બુદ્ધ દિશાઓ અને સીમાઓથી આગળ રહ્યા છે. ભગવાન બુદ્ધનું સમર્પણ આપણાં સૌ માટે પ્રેરણા છે. જ્યાં-જ્યાં ભગવાન બુદ્ધના વિચારનું અનુકરણ કરવામાં આવ્યું છે, ત્યાં મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રસ્તો નીકળે છે.

મોદીએ કુશીનગર મેડિકલ કોલેજનું શિલાન્યાસ કર્યું
PM મોદીએ કુશીનગર મેડિકલ કોલેજનું શિલાન્યાસ કર્યું હતું. ત્યારબાદ PM મોદીએ કહ્યું- બધાનું સપનું પૂરું થઈ રહ્યું છે. દિવાળી અને છઠ પૂજાનો સમય આવી રહ્યો છે, આ ઉત્સવ અને ઉત્સાહનો સમય છે. આ પાવન પર્વ કનેક્ટિવિટીનો છે. કરોડોના પ્રોજેકટ કુશીનગરને સોંપતા ખૂબ જ ખુશી થઈ રહી છે.

ગરીબ માતાનો દીકરો પણ ડોકટર બનશે
નવા એરપોર્ટથી ગામથી લઈને શહેર સુધી સમગ્ર વિસ્તારની તસવીર બદલાશે. કુશીનગર-મહારાજગંજ રોડના વિસ્તારથી લોકોને સારી કનેક્ટિવિટી મળશે. કુશીનગર મેડિકલ કોલેજથી બિહારના છેવાડાના લોકોને પણ સારી સારવાર મળશે. આ સાથે ગરીબ માતાનો દીકરો પણ ડોકટર અને એન્જિનિયર બનશે. ભાષાના કારણે તેના વિકાસમાં કોઈ અડચણ નહીં આવે.

યુપીની ધરતી પર ભગવાન રામે અને ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો
PM મોદીએ કહ્યું હતું કે આ ધરતી પર મર્યાદા પુરુષ ભગવાન રામે જન્મ લીધો હતો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ જન્મ લીધો હતો. તમે મધ્યયુગને જોશો તો તુલસીદાસ અને કબિરદાસ જેવા મહાપુરુષોએ પણ આ જ ધરતી પર જન્મ લીધો હતો. સંત રવિદાસ જેવા સમાજ સુધારકને પણ જન્મ આપવાનું સૌભાગ્ય પણ આ જ પ્રદેશને મળ્યું છે. યુપી એક એવો પ્રદેશ છે જ્યાં ડગલે ને પગલે તીર્થ છે, અને કણે-કણમાં ઉર્જા છે.

પહેલા માફિયાઓને ખુલ્લી છૂટ અને ખુલ્લી લૂંટ હતી
યુપીમાં અગાઉની સરકારમાં માફિયાઓ ખુલ્લી છૂટ અને ખુલ્લી લૂંટ હતી. આજે અહીં માફિયા માફી માંગતા ફરી થયા છે. આને કારણે માફિયાઓ જ સૌથી વધુ ભોગ બની રહ્યા છે. યોગીજી અને તેમની ટીમ ભૂ-માફિયાઓને ધ્વસ્ત કરી રહી છે, કે જેઓ ગેરકાયદે કબજો કરતા હતા જ્યારે ગુનેગારો ડરતા હોય, ત્યારે ગરીબોનો વિકાસ થતો હોય છે.

યુપીએ દેશને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા
PM મોદીએ કહ્યું હતું કે યુપીમાં નવા રસ્તાઓ, નવા રેલવે માર્ગો, નવી મેડિકલ કોલેજો, વીજળી અને પાણી સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચરનો તેજ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. આજે યુપીનો વિકાસ પૂર્વાંચલ જિલ્લાઓ સુધી પહોંચી રહ્યો છે. યુપી વિશે એક વાત કહેવામાં આવે છે કે તેણે દેશને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા છે, તે યુપીની વિશેષતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્તૂપ સ્થળે પહોંચ્યા હતા. PM મોદીએ ત્યાં પશ્ચિમ તરફ માથું રાખીને સૂતેલી સ્થિતિમાં ભગવાન બુદ્ધ પ્રતિમાની પૂજા કરી હતી. મોદીએ ભગવાન બુદ્ધને 6 મીટર લાંબું ચિવર અર્પણ કર્યું હતું. બૌદ્ધ સાધુઓ દ્વારા ચિવર પહેરાવવામાં આવે છે. ભગવાન બુદ્ધે તેમનો અંતિમ સમય અહીં વિતાવ્યો હતો. અહીં જ તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. PMએ મંદિર પરિસરમાં પીપળાનો છોડ વાવ્યો હતો.

PM મોદીએ કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું​​​​​
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં PM મોદીએ કહ્યું, આ એરપોર્ટે વિશ્વભરના બૌદ્ધભક્તોને જોડી દીધા છે. ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલાં સ્થાનોને જોડાવા, વધુ સારી કનેક્ટિવિટી માટે આજે ભારત દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુશીનગરનો વિકાસ યુપી અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. બુદ્ધની જન્મભૂમિ લુમ્બિની અહીંથી દૂર નથી. મોદીએ વધુમાં કહ્યું હતું કે કુશીનગર આસ્થા અને પ્રેરણાનું કેન્દ્ર છે.

ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓને પણ લાભ થશે
મોદીએ કહ્યું હતું કે એરપોર્ટ પરથી માત્ર પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ વગેરેને પણ આનો લાભ મળશે. રોજગારીની નવી તકો મળશે. PM મોદીએ વધુમાં કહ્યું હતું કે આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશમાં 200થી વધુ એરપોર્ટ, સીપોડનું નેટવર્ક ઊભું કરવાના પ્રયાસ છે.

દેશ સૌનો સાથ સૌનો વિકાસ કરી રહ્યો છે: મોદી
PM મોદીએ કહ્યું કે દેશ સૌનો સાથ સૌનો વિકાસ કરી રહ્યો છે, મિત્રો, કુશીનગર એરપોર્ટ દાયકાઓની આશાઓનું પરિણામ છે. આજે મારી ખુશી બમણી છે. PM મોદીએ આ પ્રસંગે કુશીનગર એરપોર્ટ માટે રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રવાસન ક્ષેત્રે આજે એક પાસું ઉમેરવામાં આવ્યું
મોદીએ કહ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે આજે એક પાસું ઉમેરવામાં આવ્યું છે. વેક્સિનેશનની ઝડપી ગતિ વિશ્વ માટે આત્મવિશ્વાસ પણ બનાવશે. ભારત સૌથી વધુ વેક્સિન આપનાર દેશ છે. એર કનેક્ટિવિટીને પણ તે લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમણે ક્યારેય તેના વિશે વિચાર્યું નથી. UDAN યોજનાને ચાર વર્ષ પૂરા થવાના છે. આ વર્ષોમાં 900 થી વધુ રૂટોને મંજૂરી આપવામાં આવી છે. 300 થી વધુ રૂટ પર ફ્લાઇટ શરૂ થઇ ગઈ છે.

વડાપ્રધાને વધુમાં શું કહ્યું ?

  • વિશ્વના શ્રદ્ધાળુઓનો આદર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ભગવાન બુદ્ધનાં તમામ સ્થાનો લુમ્બિની, બોધગયા, સારનાથ આ વિસ્તારની આસપાસ જ છે, તેથી જ તે આદરનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ, રોડ સહિત તમામ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે એક નવું પાસું ઉમેરવામાં આવ્યું છે. વેક્સિનેશનની ઝડપી ગતિ ભારતના પ્રવાસનને પ્રોત્સાહન આપી રહી છે, વિદેશી પ્રવાસીઓ ભારત આવી શકે છે.
  • આગામી 3,4 વર્ષમાં 200થી વધુ હેલિપેડ, સી-પ્લેનની સેવા શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવશે. ભારતનો મધ્યમવર્ગ હવે વધુ ને વધુ હવાઈ સેવાઓનો લાભ લઈ રહ્યો છે. લખનઉ, વારાણસી, કુશીનગર બાદ હવે જેવર એરપોર્ટ પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.
  • આ સાથે અયોધ્યા, ચિત્રકૂટ, શ્રાવસ્તી વગેરેમાં એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે તેમજ આગામી કેટલાંક સપ્તાહમાં કુશીનગરને દિલ્હીથી સીધી ફ્લાઇટ સેવા સાથે જોડવાનું કામ શરૂ થશે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ કુશીનગરમાં શ્રીલંકાના રમતગમતમંત્રી અને શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેનું સ્વાગત કર્યું હતું.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ કુશીનગરમાં શ્રીલંકાના રમતગમતમંત્રી અને શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેનું સ્વાગત કર્યું હતું.

15 દિવસની અંદર PMનો આ બીજો UP પ્રવાસ છે. એ પહેલાં 5 ઓક્ટોબરે તેમણે લખનઉમાં અમૃત મહોત્સવમાં હાજરી આપી હતી. શ્રીલંકાની પ્રથમ ફ્લાઇટ આ એરપોર્ટ પર લેન્ડ અને ટેકઓફ કર્યું છે. કાર્યક્રમમાં શ્રીલંકાના રમતગમતમંત્રી નમલ રાજપક્ષે સાથે ફ્લાઇટ દ્વારા 125 સભ્યનું પ્રતિનિધિમંડળ હાજરી આપવા આવી પહોંચ્યું હતું. CM યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.

સિંધિયા અને CM યોગીએ આ કહ્યું
નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે કુશીનગરથી સિલહી માટે સપ્તાહમાં 4 ફ્લાઇટની સેવા 26 નવેમ્બરથી શરૂ થઈ જશે, ત્યાર બાદ મુંબઈથી સીધી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે. આજે આપણા 24 કરોડ બૌદ્ધ ધર્મના ભક્તોને PM મોદીએ આ કુશીનગર એરપોર્ટ સમર્પિત કર્યું છે.

CM યોગીએ કહ્યું હતું કે આજે આપણા સૌ માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે, આજે શરદપૂનમની સાથે આદિ કવિ મહર્ષિ વાલ્મીકિજયંતી પણ છે, સાથે બૌદ્ધ ધર્મનો દિવસ છે. આઝાદી બાદ ઉપેક્ષિત પૂર્વાંચલને આજે એક ભેટ વડાપ્રધાન દ્વારા મળી છે. પૂર્વ ઉત્તરપ્રદેશના કુશીનગર ભગવાન બુદ્ધનું સ્થળ છે. વડાપ્રધાને યુએનમાં પણ આ જ વાત કહી હતી કે દુનિયાએ યુદ્ધ આપ્યું હોય, પણ ભારતે બુદ્ધ આપ્યા છે.

સ્વતંત્રતાના પ્રથમ કિરણની સાક્ષી છે, જે કસાયાની એરસ્ટ્રિપ (એરોડ્રોમ)ના 75મા વર્ષમાં આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત કરી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કર્યું. આ યુપીનું ત્રીજું અને સૌથી લાંબું રનવે એરપોર્ટ છે. ઇતિહાસમાં નોંધાનારી દરેક વ્યક્તિ આ તારીખના સાક્ષી બની છે. વર્ષ 1995માં થયેલા અઢી દાયકાના રિનોવેશન બાદ હવે આ એરપોર્ટ પરથી નિયમિત ફ્લાઇટ્સ શરૂ થશે. રોજગારના ક્ષેત્રમાં પછાત આ જિલ્લાના લોકોને પ્રવાસનથી વ્યવસાયની મોટી આશા છે.

કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે શ્રીલંકાના ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું.
કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે શ્રીલંકાના ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું.
CM યોગી આદિત્યનાથ એક દિવસ પહેલાં જ કુશીનગર પહોંચ્યા છે અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
CM યોગી આદિત્યનાથ એક દિવસ પહેલાં જ કુશીનગર પહોંચ્યા છે અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
PM મોદી કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કર્યું.
PM મોદી કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કર્યું.

કુશીનગરમાં 4 કલાક 50 મિનિટ રહેશે PM મોદી
PM સવારે કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પછી લગભગ 11:30 વાગ્યે તેઓ મહાપરિનિર્વાણ મંદિર ખાતે અભિધમ્મ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે, PM કુશીનગરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસ કરવા માટે એક જાહેર સમારોહમાં હાજરી આપશે. એમાં સરકારી મેડિકલ કોલેજનો શિલાન્યાસ સામેલ છે. તેઓ 2 વાગ્યે પરત જશે. પહેલાં તેઓ સાંજે 4.15 સુધી રોકાવાના હતા, પરંતુ બાદમાં તેમનું શિડ્યૂલ બદલવામાં આવ્યું છે.

બ્રિટિશશાસન હેઠળ, દેવરિયા-કુશીનગરનો આ વિસ્તાર શેરડીની ખેતી માટે જાણીતો હતો. પછી અહીં 13 શુગર મિલોની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1946માં બ્રિટિશ અધિકારીઓની અવર-જવર માટે કસાયાના ભલુહી મદારીપટ્ટી ગામમાં એક એરોડ્રોમ બનાવવામાં આવ્યું હતું. જોકે અંગ્રેજો એનો ઉપયોગ કરી શક્યા નહીં. વર્ષ 1954માં કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદનું આયોજન થયું, જેમાં ચીન, તાઇવાન, તિબેટ, થાઇલેન્ડ સહિત બૌદ્ધ દેશોના પ્રતિનિધિઓ અને રાજ્યના વડાઓએ પણ ભાગ લીધો હતો.

બે વર્ષથી ઉદઘાટનની રાહ જોઈ રહ્યા હતા
રાજ્યના આ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ એના ઉદઘાટન માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. એરપોર્ટનો 3200 મીટર લાંબો રન-વે પ્રથમ પૂર્ણ થયો હતો. આ પછી, જૂના ટર્મિનલ બિલ્ડિંગનું નવીનીકરણ કરીને ઉદઘાટનની તૈયારીઓ શરૂ થઈ. કોરોનાને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો.

આ દરમિયાન જર્મન ફેબ્રિસનું નવું એટીસી ટાવર અને નવું ટર્મિનલ બિલ્ડિંગનું કામ પણ થયું છે. 21 કરોડના ખર્ચે નવા રસ્તાનું નિર્માણ પણ એરપોર્ટને સીધું કુશીનગર સાથે ચાર લેનથી જોડવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે એનું ઉદઘાટન શ્રીલંકાના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં કરવાની યોજના હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધના કારણે મામલો ફરી અટકી ગયો હતો.

તસવીરોમાં જુઓ એરપોર્ટ ...

કુશીનગર એરપોર્ટ લગભગ 260 કરોડ રૂપિયામાં બનીને પૂર્ણ થયું છે.
કુશીનગર એરપોર્ટ લગભગ 260 કરોડ રૂપિયામાં બનીને પૂર્ણ થયું છે.
એરપોર્ટના રન-વેની લંબાઈ 3 હજાર 200 મીટર છે. આ યુપીનો સૌથી લાંબો રન-વે છે. અગાઉ વારાણસી હતું, જેની લંબાઈ 2,746 મીટર છે.
એરપોર્ટના રન-વેની લંબાઈ 3 હજાર 200 મીટર છે. આ યુપીનો સૌથી લાંબો રન-વે છે. અગાઉ વારાણસી હતું, જેની લંબાઈ 2,746 મીટર છે.
યોગી સરકારે એને 24 જૂન 2020ના રોજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું. આ એરપોર્ટ ચાલુ થવાથી પ્રવાસન ક્ષેત્રે શક્યતાઓ વધશે.
યોગી સરકારે એને 24 જૂન 2020ના રોજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું. આ એરપોર્ટ ચાલુ થવાથી પ્રવાસન ક્ષેત્રે શક્યતાઓ વધશે.
કુશીનગર એરપોર્ટ પર રન-વે પ્રતિ કલાક 8 ફ્લાઇટ્સની ક્ષમતા ધરાવે છે, એટલે કે એ ચાર ફ્લાઇટ્સ ઉતરાણ કરી શકે છે અને ચાર ફ્લાઇટ્સ ટેક-ઓફ કરી શકે છે.
કુશીનગર એરપોર્ટ પર રન-વે પ્રતિ કલાક 8 ફ્લાઇટ્સની ક્ષમતા ધરાવે છે, એટલે કે એ ચાર ફ્લાઇટ્સ ઉતરાણ કરી શકે છે અને ચાર ફ્લાઇટ્સ ટેક-ઓફ કરી શકે છે.
બૌદ્ધ અનુયાયીઓ માટે કુશીનગર આવવું અનુકૂળ રહેશે. બૌદ્ધ સર્કિટના લુમ્બિની, બોધગયા, સારનાથ, કુશીનગર, શ્રાવસ્તી, રાજગીર અને વૈશાલીની યાત્રા ઓછા સમયમાં કરી શકાશે.
બૌદ્ધ અનુયાયીઓ માટે કુશીનગર આવવું અનુકૂળ રહેશે. બૌદ્ધ સર્કિટના લુમ્બિની, બોધગયા, સારનાથ, કુશીનગર, શ્રાવસ્તી, રાજગીર અને વૈશાલીની યાત્રા ઓછા સમયમાં કરી શકાશે.
કુશીનગરની આસપાસ 10-15 જિલ્લા છે. આવી સ્થિતિમાં બે કરોડથી વધુ વસતિને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા મળશે.
કુશીનગરની આસપાસ 10-15 જિલ્લા છે. આવી સ્થિતિમાં બે કરોડથી વધુ વસતિને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા મળશે.
અન્ય સમાચારો પણ છે...