તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજકારણમાં વંશવાદ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં સામાજિક, રાજકીય ભ્રષ્ટાચારનું મોટું કારણ રાજકારણમાં વંશવાદ પણ છે. વશંવાદના જોરે રાજકારણમાં આગળ વધતા લોકોને લાગે છે કે તેમની જૂની પેઢીઓના ભ્રષ્ટાચારનો હિસાબ થયો નથી એટલે તેમનો પણ નહીં થાય. એવા લોકો પોતાના ઘરમાં જ આ પ્રકારનાં વિકૃત ઉદાહરણો પણ જુએ છે. એટલા માટે આ લોકોમાં કાનૂન પ્રત્યે ન તો સન્માન હોય છે, ન તો ડર. આ સ્થિતિ બદલવી જરૂરી છે. સ્વામી વિવેકાનંદની જયંતી પર આયોજિત રાષ્ટ્રીય યુવા સંસદમાં યુવાઓને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વંશવાદ લોકતંત્રનો સૌથી મોટો શત્રુ છે.
આ એક નવા પ્રકારની તાનાશાહીને જન્મ આપે છે. દેશ પર અક્ષમતાનું ભારણ પણ વધારી દે છે. જોકે હવે ફક્ત ઉપનામ(અટક)ના સહારે ચૂંટણી જીતનારાઓના દિવસો બદલાવા લાગ્યા છે પણ રાજકારણમાં વંશવાદનો આ રોગ હાલ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.
જ્યાં સુધી યુવાનો રાજકારણમાં નહીં આવે, વંશવાદ ખતમ નહીં થાય : વડાપ્રધાન મોદી
હજુ પણ અમુક લોકો સંપૂર્ણ તાકાતથી પોતાના પરિવારને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વંશવાદનું ઝેર લોકતંત્રને આ રીતે જ નબળું કરતું રહેશે જ્યાં સુધી દેશના સામાન્ય યુવા રાજકારણમાં નહીં આવે. રાજકારણ સાર્થક પરિવર્તનનું સશક્ત માધ્યમ છે. સાર્થક પરિવર્તનના આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકતંત્રને બચાવવા યુવાનોએ રાજકારણમાં પ્રવેશ કરવો જ પડશે.
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે વંશવાદના રાજકારણને પણ નિશાન બનાવ્યું હતું. રાજકીય રાજવંશ દેશનો સૌથી મોટો દુશ્મન છે. તેને જડમૂળથી ઉખાડી નાખવો પડશે. આ કામ યુવાનોએ જ કરવું પડશે. PMએ કહ્યું હતું કે અગાઉ ભ્રષ્ટાચાર કેટલાક લોકોની ઓળખ બની ગયો હતો. હવે દેશ પ્રામાણિક વ્યક્તિઓને પ્રેમ આપી રહ્યો છે. જન પ્રતિનિધિઓ પણ સમજવા લાગ્યા છે કે સીવી મજબૂત હોવો જોઈએ. હવે અટકની મદદથી ચૂંટણી લડનારા લોકોના દિવસો પૂરા થયા છે.
Addressing the National Youth Parliament Festival. https://t.co/OtaqUrBnZS
— Narendra Modi (@narendramodi) January 12, 2021
મોદીના ભાષણની મહત્ત્વની વાતો
1. 'કેટલાક લોકો પરિવારને મજબૂત કરવામાં લાગ્યા છે'
રાજકારણમાં વંશવાદનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થતો નથી. કેટલાક લોકો હજી પણ સંપૂર્ણ શક્તિ સાથે તેમના કુટુંબને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વંશવાદથી આગળ વધી રહેલા લોકોને લાગે છે કે જો તેમની પેઢીના ભ્રષ્ટાચારનો હિસાબ લેવામાં નહીં આવ્યો તો તેમનો પણ નહીં થાય. ન તો તેઓ કાયદા પર વિશ્વાસ કરશે અને તેમને કાયદાનો ડર પણ નથી હોતો. યુવા પેઢીએ એને બદલવાની જવાબદારી છે. દેશના સામાન્ય યુવાઓ રાજકારણમાં નહીં આવે ત્યાં સુધી વંશવાદનું આ ઝેર આપણા લોકતંત્રને નબળું કરતું રહેશે. લોકતંત્રને બચાવવા માટે તમારા માટે રાજકારણમાં આવવું જરૂરી છે.
2. યુવાઓએ દેશના ભાગ્યવિધાતા બનવું જોઈએ
પોતાનો સમય દેશની સેવામાં આપો. વિવેકાનંદજી કહેતા હતા કે આ યુવા પેઢીની સદી છે. આપણા યુવાનોએ આગળ આવીને રાષ્ટ્રના ભાગ્યવિધાતા બનવું જોઈએ, માટે તમારી જવાબદારી છે કે ભારતનું ભવિષ્ય નક્કી કરો. રાજકારણ એ દેશને આગળ વધારવાનું શક્તિશાળી માધ્યમ છે. એને યુવાનોની ખૂબ જ જરૂર છે. અગાઉ એવી ધારણા બની ગઈ હતી જો યુવક રાજકારણ તરફ આગળ વધે તો ત્યારે પરિવારના સભ્યો કહેતા હતા કે છોકરો બગડી ગયો છે. લડવું, ઝઘડવું, લૂંટ ચલાવવી જેવા અનેક લેબલ લાગી જતા હતા.
3. નેશનલ એજ્યુકેશન પોલિસી યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત
તેમણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદની આ જન્મજયંતીનો દિવસ આપણા બધાને પ્રેરણા આપે છે. તે આ વખતે એટલા માટે વિશેષ બન્યું છે, કારણ કે આ વખતે યુવા સંસદ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયો છે. આ સભાખંડમાં આપણી સ્વતંત્રતાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે સરકારની નીતિઓમાં યુવાનોના મહત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ સંબોધન કરતાં વધુમાં કહ્યું હતું કે દેશમાં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી યુવા કૌશલ્ય, સમજ અને નિર્ણયને અગ્રતા આપે છે.
4. 'વિવેકાનંદજીનું ચિંતન આપણી ભાવનાઓમાં '
વડાપ્રધાને કહ્યું હતું, સમય પસાર થતો ગયો, દેશ આઝાદ થઇ ગયો, પરંતુ આપણે હજી પણ જોયું છે કે સ્વામીજી આપણી વચ્ચે જ છે. દરેક ક્ષણ પ્રેરણા આપી રહ્યા છે. તેમની વિચારસરણી આપણી ભાવનામાં પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રને લઈને તેમણે જે કર્યું, જન સેવાથી જગતની સેવાનો ભાવ આપણા મન મંદિરમાં છે. મને વિશ્વાસ છે કે જો તમે પણ એક યુવાન સાથી તરીકે વિવેકાનંદની તસવીર જોતા હશો, તો તમારું મન શ્રદ્ધા ભાવથી ઝૂકતું હશે. સ્વામીજીએ વધુ એક ભેટ આપી છે. વ્યક્તિઓના નિર્માણની, સંસ્થાઓના નિર્માણની. જો આપણે અભ્યાસ કરીએ તો સ્વામી વિવેકાનંદે આવી સંસ્થાઓને આગળ વધારી છે, જે વ્યક્તિઓનું નિર્માણ આજે પણ કરી રહી છે.
5. 'યુવાનો માટે ઇકો સિસ્ટમ બનાવવામાં આવી રહી છે'
મોદીએ સરકારની યોજનાઓ વિશે જણાવ્યું હતું કે યુવાનો તેમની પ્રતિભા અનુસાર પોતાનો વિકાસ કરી શકે છે, આવી ઇકો સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. આ બાબતને કેન્દ્રમાં રાખવામાં આવી રહી છે. સ્વામીજીનું ધ્યાન પણ તેના પર હતું અને તેઓ શારીરિક તેમજ માનસિક રીતે પણ એના પર ભાર મુકતા હતા. આજે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હોય, યોગ અને સ્પોર્ટ્સ સંબંધિત ઇવેન્ટ. આ યુવાન સાથીઓ શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે.
પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમનો મંત્ર હતો. બિલીવ યોર સેલ્ફ, એટલે કે તમારા પર વિશ્વાસ કરો. તેઓ કહેતા કે જૂના ધર્મો અનુસાર નાસ્તિક તે છે જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતો, પરંતુ નવો ધર્મ કહે છે કે નાસ્તિક તે છે જે પોતાને પર વિશ્વાસ નથી કરતો.
6. 'દેશને આત્મનિર્ભર બનાવવાની યુવાનોની જવાબદારી'
આજે આપણે સ્વામી વિવેકાનંદ વિશે જેટલું જાણીએ છીએ એમાં સ્વામી શારદાનંદજીનું યોગદાન ઘણું છે. શારદાનંદજીએ એમ કહ્યું હતું કે યુવાનો જ એ પાયો છે જેના પર રાષ્ટ્રનું નિર્માણ થાય છે. દેશને આત્મનિર્ભર બનાવવાનું કામ યુવાનોએ જ કરવું પડશે. તમારામાંથી કેટલાક વિચારતા હશે કે હજી તો અમારી એટલી ઉંમર પણ થઈ નથી.
મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મિત્રો, ધ્યેય સ્પષ્ટ હોય ત્યારે ઉંમરનો કોઈ ફરક પડતો નથી. એ જાણો છે કે શહીદ ખુદીરામ બોઝને જ્યારે ફાંસી આપવામાં આવી ત્યારે તેઓ 17થી 18 વર્ષના હતા. ભગત સિંહને જ્યારે ફાંસી આપવામાં આવી ત્યારે તેમની ઉંમર કેટલી હતી? માત્ર 24 વર્ષ. તેમણે વિચાર્યું હતું કે તેમને દેશની સ્વતંત્રતા માટે જીવવું છે. દેશ માટે જ મરવું છે.
7. હું આજના યુવાઓના ભાષણને ટ્વીટ કરીશ
અહીં જ્યારે હું તમને સાંભળી રહ્યો હતો ત્યારે વિચાર આવ્યો કે હું તમારા ભાષણને મારા ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીશ, જેથી દેશને ખબર પડે કે સંસદના આ પરિસરમાં આપણું ભાવિ ભારત કેવું આકાર લઈ રહ્યું છે. મારા માટે એ ખૂબ ગૌરવની વાત હશે કે આજે હું તમારા ભાષણને ટ્વીટ કરીશ.
ત્રણ વિજેતાએ PM સમક્ષ પોતાની વાત રજૂ કરી
રાજ્ય અને જિલ્લાકક્ષાએ પસંદ પામેલા 84 ઉમેદવારે ભાગ લીધો છે. પ્રથમ ત્રણ વિજેતામાં ઉત્તરપ્રદેશની મુદિતા મિશ્રા, મહારાષ્ટ્રની અયતિ મિશ્રા અને સિક્કિમના અવિનમને વડાપ્રધાન સાથે વાત કરવાની તક મળી. આ દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયલ 'નિશાંક' પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવા સંસદનો વિચાર મન કી બાતથી આવ્યો હતો
રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનો ઉદ્દેશ 18થી 25 વર્ષના યુવાનોને તેમનાં મંતવ્યો વ્યક્ત કરવા માટે એક મંચ આપવાનો છે. એનો વિચાર 31 ડિસેમ્બર, 2017ના વડાપ્રધાનનો રેડિયો કાર્યક્રમ મન કી બાતથી આવ્યો હતો. આ પછી પ્રથમ મહોત્સવ 12 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી, 2019 સુધી ન્યૂ વોઇસ ઓફ ધ ન્યૂ ઇન્ડિયા એન્ડ ફાઇન્ડ સોલ્યુશન્સ એન્ડ કન્ટ્રિબ્યુશન ટુ પોલિસી થીમ પર કરવામાં આવ્યો હતો, એમાં કુલ 88 હજાર યુવાનોએ ભાગ લીધો હતો.
2 લાખ 34 હજાર યુવાનો સામેલ થયા
બીજા મહોત્સવનો ગત 23 ડિસેમ્બરથી વર્ચ્યુઅલ મોડ પર પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં દેશભરમાંથી 2 લાખ 34 હજાર યુવાનોએ ભાગ લીધો હતો. સેકન્ડ ફેસ્ટિવલની ફાઇનલ 11 જાન્યુઆરીએ સંસદના સેન્ટ્રલ હોલમાં થઇ હતી. આમાં રાષ્ટ્રીય કક્ષાના 19 વિજેતાને રાષ્ટ્રીય જ્યૂરી સમક્ષ બોલવાની તક મળી. જ્યૂરીમાં રાજ્યસભાનાં સાંસદ રૂપા ગાંગુલી, લોકસભાના સાંસદ પરવેશ સાહેબ સિંહ અને પત્રકાર પ્રફુલ્લ કેતકર સામેલ થયાં હતાં.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.