• Gujarati News
  • National
  • PM Modi Will Address The Nation At 10 Am Today, Can Talk About Getting 100 Crore Vaccine Doses In The Country

મોદીનું 19 મહિનામાં કોરોના મુદ્દે 10મું સંબોધન:વડાપ્રધાને કહ્યું - જ્યારે મહામારી આવી ત્યારે સવાલ ઊભા થતા હતા કે ભારત કેવી રીતે લડશે, 100 કરોડ વેક્સિનના ડોઝ એનો જવાબ છે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • મોદીએ કહ્યું- 100 કરોડ વેક્સિનના ડોઝ એક આંકડો નથી, એક નવા અધ્યાયની શરૂઆત છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 21 ઓક્ટોબરે ભારતે 1 અબજ, 100 કરોડ વેક્સિનના ડોઝનું મુશ્કેલ, પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સિદ્ધિ પાછળ 130 કરોડો દેશવાસીઓની કર્તવ્યશક્તિ લાગેલી છે, તેથી આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.

મોદીના સંબોધનની મહlત્ત્વપૂર્ણ વાતો

1. 100 કરોડ વેક્સિનના ડોઝ એક આંકડો નથી, એક નવા અધ્યાયની શરૂઆત
PM નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે 'જયો મેં સબ્ય આહતમ... જો આપણે તેને ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણા દેશે એક તરફ ફરજ બજાવી છે. એનું પાલન કરવામાં આવ્યું તો મોટી સફળતા મળી. ગઈકાલે જ ભારતે 100 કરોડ વેક્સિનના ડોઝનું મુશ્કેલ, પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. આ દરેક દેશવાસીની સફળતા છે. આ માત્ર એક આંકડો નથી, એ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે અઘરું લક્ષ્ય પણ હાંસલ કરવા માગે છે.

2. ભારતના આ પ્રયત્નની વિશ્વમાં પ્રશંસા થઈ રહી
તેમણે કહ્યું હતું કે ભારતના આ પ્રયત્નની વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે, જોકે એક વાત રહી જાય છે કે વિશ્વ માટે વેક્સિન શોધવી અને વિશ્વની મદદ કરવી. એમાં અન્ય દેશો એક્સપર્ટ છે. આપણે તેમણે બનાવેલી વેક્સિનનો જ ઉપયોગ કર્યો. જ્યારે ભારતમાં સદીની સૌથી મોટી મહામારી આવી તો સવાલ એ ઊઠ્યો કે ભારત એની સામે લડી શકશે? વેક્સિનને ખરીદવાના પૈસા ક્યાંથી આવશે. શું ભારત આટલા લોકોને રસી આપી શકશે ? આવા અલગ-અલગ પ્રકારના સવાલો હતા, જોકે આજે 100 કરોડ વેક્સિનના ડોઝ બધાના જવાબ આપી રહ્યા છે. ભારતે 100 કરોડ વેક્સિન ડોઝ લગાવ્યા છે અને એ પણ ફ્રીમાં.

3. વેક્સિનેશનમાં ભેદભાવ નહીં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતને જે ફાર્મા હબની ઓળખ મળી છે એનાથી મજબૂતી મળશે. કોરોના મહામારીની શરૂઆતમાં એવી પણ આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી ભારત જેવા દેશમાં આ મહામારી સામે લડવું મુશ્કેલ બનશે. એવું પણ કહેવામાં આવતું હતું કે આ સંયમ કેવી રીતે કામ કરશે, પરંતુ ભારતે મફત વેક્સિનેશનનું અભિયાન શરૂ કર્યું. ગામ, શહેર, દૂર દેશનો એક મંત્ર રહ્યો છે કે જો વેક્સિન ભેદભાવ નથી કરતી તો વેક્સિનેશનમાં પણ ભેદભાવ ન કરી શકાય. ભલે એ કેટલોય મોટો હોય, કેટલોય ધનવાન હોય, તેને સામાન્ય નાગરિકોની જેમ જ વેક્સિન મળશે.

4. વેક્સિન સપ્લાયના પડકારોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉકેલ્યા
મોદીએ જણાવ્યું હતું કે ભારતનો સમગ્ર વેક્સિનેશન કાર્યક્રમ વૈજ્ઞાનિક આધાર પર જન્મ્યો હતો અને વિકસ્યો છે તેમજ વૈજ્ઞાનિક ધોરણે ચારે દિશામાં પહોંચ્યો છે. અમારો સમગ્ર વેક્સિનેશન કાર્યક્રમ વિજ્ઞાન સાથે જોડાયેલો છે અને વિજ્ઞાન આધારિત રહ્યો છે. આ અભિયાનમાં દરેક જગ્યાએ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ રહ્યો છે. પડકાર એ પણ હતો કે આટલી મોટી વસતિ, આવા દૂરના વિસ્તારોમાં, દેશ સુધી વેક્સિન સમયસર પહોંચાડવી જોઈશે. દેશે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એના ઉકેલો શોધ્યા. કયા વિસ્તારમાં ક્યારે અને કેટલી વેક્સિન પહોંચવી જોઈએ એ માટે પણ વૈજ્ઞાનિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

5. તાળી-થાળી વગાડીને દેશની એકતા બતાવવામાં આવી
વડાપ્રધાને કહ્યું હતું એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે અહીં લોકો રસી લેવા આવશે જ નહિ. વિશ્વના ઘણા દેશોમાં આ વાત મોટો પડકાર છે. જોકે ભારતે 100 કરોડ વેક્સિન ડોઝ લગાવીને બધાને સ્તબંધ કરી દીધા છે. આપણે મહામારીની વિરુદ્ધ દેશની લડાઈમાં લોકોની ભાગીદારીને ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ બનાવી. આપણે જ્યારે થાળી વગાડી ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે શું એનાથી બીમારી ભાગી જશે. જોકે એનાથી એકતાની તાકાત દેખાઈ. એ જ શક્તિએ આ દેશને આજે 100 કરોડ સુધી પહોંચાડ્યો છે.

6. દેશનું અર્થતંત્ર મજબૂત, ચારેય તરફ ઉત્સાહ-ઉમંગ
વડાપ્રધાને કહ્યું હતું કે ભારતમાં બનેલા કોવિદ પ્લેટફોર્મે સામાન્ય માણસોને સુવિધા આપી, એ ઉપરાંત મેડિકલ સ્ટાફનાં કામોને પણ સરળ બનાવ્યાં છે. આજે ચારેય તરફ ઉત્સાહ-ઉમંગ અને વિશ્વાસ છે. દેશ-વિદેશની તમામ એજન્સી ભારતની અર્થ વ્યવસ્થા બાબતે ખૂબ જ સકારાત્મક છે. ભારતમાં યુવાઓ માટે રોજગારની તકો પણ વધી રહી છે. રેકોર્ડ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની રહ્યા છે. હાઉસિંગક્ષેત્રે પણ નવી ઊર્જા દેખાય છે. ભૂતકાળમાં કરવામાં આવેલા સુધારા ભારતની અર્થવ્યવસ્થાને વધુ ઝડપથી વિકસાવવામાં મદદ કરશે.

7. ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો
તેમણે વધુમાં કહ્યું હતું કે આજે રેકોર્ડ સ્તરે અનાજની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. રમત-ગમત હોય, મનોરંજન ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ સકારાત્મક પ્રવૃત્તિઓ ઝડપી થઈ રહી છે. આવનારા તહેવારોની સીઝન એને વધુ ગતિ અને શક્તિ આપશે.

8. વોકલ ફોર લોકલ પર ભાર
PMએ કહ્યું હતું કે આજે દરેક દેશવાસી અનુભવી રહ્યા છે કે મેડ ઇન ઇન્ડિયાની શક્તિ મોટી છે. આજે હું ફરી એકવાર કહેવા માગું છું કે દરેક નાનામાં નાની વસ્તુ, જેને બનાવવા માટે દરેક ભારતીયનો પરસેવો લાગ્યો હોય તો એને ખરીદવી જોઈએ. વોકલ ફોર લોકલ આપણે એને વ્યવહારમાં લાવવું પડશે. મને ખાતરી છે કે દરેકના પ્રયત્નોથી, અમે આ કરીને બતાવીશું. છેલ્લી દિવાળીએ દરેક લોકો તણાવમા હતા, પરંતુ આ વખતે વેક્સિનના કારણે વિશ્વાસ છે.

9. માસ્કની આદત હજુ છોડશો નહીં
મોદીએ કહ્યું હતું કે દિવાળી દરમિયાન વેચાણની એક બાજુ છે અને બાકીના વર્ષનું વેચાણ એક બાજુ હોય છે. તહેવારો દરમિયાન વેચાણ વધે છે. આપણા પાથરણાવાળા ભાઈઓ માટે આશાનું એક કિરણ બનીને આવ્યું છે. આપણી આ સફળતા આપણને આત્મવિશ્વાસ આપે છે. દેશના નાગરિકો મોટાં લક્ષ્યો હાંસલ કરવા માટે જાણે છે, પરંતુ આપણે સતર્ક અને સાવચેત રહેવું પડશે, બેદરકાર બનશો નહિ.

10. યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે હથિયારો નીચે ન મૂકવાં જોઈએ
વડાપ્રધાને છેલ્લે કહ્યું હતું કે બખ્તર ગમે તેટલું મોટું અને સલામત હોય, યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે હથિયારો નીચે ન મૂકવા જોઈએ. આપણે તહેવારો સાવધાની સાથે ઊજવવા પડશે. તમે જ્યાં જાઓ ત્યાં માસ્ક પહેરીને જ જાઓ. આપણે ફક્ત પગરખાં પહેરીને બહાર જવાની આદત પાડી છે. એ જ રીતે આપણે માસ્ક પહેરીને જ જવું પડશે. જેમને વેક્સિન આપવામાં આવી છે તેઓ અન્યને વેક્સિન આપવા માટે પ્રેરિત કરે. હું માનું છું કે આની સાથે આપણે ખૂબ જલદી કોરોનાને હરાવી શકીશું. ખૂબ ખૂબ આભાર.

કોરોના મહામારી દરમિયાન મોદીએ કરેલાં સંબોધન

તારીખ

જાહેરાત

સમય

19 માર્ચ 2020

જનતા કર્ફ્યૂની જાહેરાત

29 મિનિટ

24 માર્ચ 2020

21 દિવસનું લોકડાઉન

29 મિનિટ

3 એપ્રિલ 2020

દીવો પ્રગટાવવાની અપીલ

12 મિનિટ

14 એપ્રિલ 2020

લોકડાઉન-2ની જાહેરાત

25 મિનિટ

12 મે 2020

20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત

33 મિનિટ

30 જૂન 2020

અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત

16 મિનિટ

20 ઓક્ટોબર 2020

બિહારમાં મતદાનના 8 દિવસ પહેલાં અપીલ કરી- જ્યાં સુધી કોરોનાની દવા નહીં ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં

12 મિનિટ

20 એપ્રિલ 2021

દેશને લોકડાઉનથી બચાવવા માટે રાજ્યોને સલાહ

19 મિનિટ

7 જૂન 2021

18+ લોકોને મફત વેક્સિનની જાહેરાત

32 મિનિટ

અન્ય સમાચારો પણ છે...