Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોદીની ખેડૂતોને ભેટ:PMએ કૃષિ વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું, ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા
વડાપ્રધાન મોદીએ ખેડૂતોને બલરામ જયંતી, હળછઠ અને દાઉ જન્મોત્સવની શુભકામના પાઠવી છે(ફાઈલ તસવીર)
- કૃષિ વિકાસ ફંડથી કોલ્ડ સ્ટોરેજ, કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યૂનિટ તૈયાર કરાશે
- 17 હજાર કરોડ રૂપિયા પીએમ કૃષિ યોજનાના છઠ્ઠા હપ્તા તરીકે આપવામાં આવશે
વડાપ્રધાન મોદી આજે ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી રહ્યા છે. કૃષિ વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યુ છે. આ ઉપરાંત પીએમ કૃષિ યોજનાનો છઠ્ઠો હપ્તો પણ આપી રહ્યા છે. આ હેઠળ સાડા આઠ કરોડ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર છે. દેશના અલગ અલગ રાજ્યોના ખેડૂતો, સામાન્ય નાગરિક અને કો-એપોરેટિવ મેમ્બર પણ ઓનલાઈન જોડાયા છે.
વડાપ્રધાન મોદીના ભાષણની મુખ્ય વાતો
- આજનો દિવસ મહત્વનો છે. મંત્રી નરેન્દ્રસિંહ તોમર, બેન્કિગ સેક્ટરના અધિકારીઓને ધન્યવાદ આપું છું કે, રજાનો દિવસ હોવા છતા આ કાર્યક્રમને સફળ કર્યો.
- આજે હળષષ્ઠી એટલે કે ભગવાન બલરામનો જન્મદિવસ છે. આજના પવિત્ર દિવસે ખેતી માટે એક લાખ કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. આનાથી ગામમાં રોજગારીની તક મળશે.
- 8.5 કરોડ ખેડૂતોના ખાતમાં 17 હજાર કરોડ જમા થઈ ગયા છે. જેમાં વચેટીયાઓની કોઈ ભૂમિકા નથી. અત્યાર સુધી 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચુક્યા છે.
- દાયકાઓથી માંગ અને મંથન ચાલી રહ્યું હતું કે, ગામમાં ઉદ્યોગ કેમ નથી ઊભા કરાતા, જેથી ખેડૂતોને તેમનો માલ વેંચવા માટે આઝાદી મળે.
- મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખેડૂત અને તેની સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ શોધાઈ રહ્યા છે. અમે એક દેશ, એક મંડીની યોજના પર કામ કરી રહ્યા છીએ.
- કાયદો બનાવીને ખેડૂતોને મંડી ટેક્સમાંથી મુક્ત કરી દેવાયા છે. ખેડૂત ખેતરમાં જ ઉપજનો સોદો કરી શકે છે. ખેડૂત હવે ઉદ્યોગોમાં પણ સીધી ભાગીદારી કરી શકે છે.
કૃષિ સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોન આપવામાં આવશે
આ એક લાખ કરોડ રૂપિયાના એગ્રી ઈન્ફ્રા ફંડનો ઉપયોગ ગામમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ ફંડથી કોલ્ડ સ્ટોર, વેયરહાઉસ, સાઈલો, ગ્રેડિંગ અને પેકેજિંગ યૂનિટ્સ લગાવવા માટે લોન આપવામાં આવશે.
એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંગેની ખાસ વાત
- એગ્રી ઈન્ફ્રા ફંડ કોવિડ-19 સામે પહોંચી વળવા માટે જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનો જ ભાગ છે
- આ ફંડ હેઠળ 10 લાખ સુધી નાણાકીય સુવિધા આપવામાં આવશે.આ ફંડથી ખેતી સાથે જોડાયેલા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે.
- આ ફંડને જાહેર કરવાનો ઉદ્દેશ ગામમાં ખાનગી રોકાણ અને નોકરીઓને પ્રોત્સાહન આપવાનું છે.
- આ સ્કીમ હેઠળ બેન્ક અને નાણાકીય સંસ્થાઓ તરફથી એક લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોન પ્રાઈમરી એગ્રી ક્રેડિટ સોસાયટી, ખેડૂતોના સમૂહ, ખેડૂત ઉત્પાદન સંગઠનો, એગ્રી એન્ટરપ્રિન્યોર, સ્ટાર્ટઅપ્સ અને એગ્રીટેક પ્લેયર્સને આપવામાં આવશે.
- હાલના નાણાકીય વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં 30-30 હજાર કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.
- આ સુવિધા હેઠળ લોન પર વાર્ષિક વ્યાજમાં 3 ટકા છૂટ આપવામાં આવશે. આ છૂટ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર આપવામાં આવશે. વ્યાજમાં છૂટનો લાભ વધુમાં વધુ 7 વર્ષ સુધી મળશે.
એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટક્ચરનું શું મહત્વ છે?
એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ કોલ્ડ સ્ટોરેજ, કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યૂનિટ તૈયાર કરવામાં આવશે. આનાથી ખેડૂતોને નુકસાન ઓછું થશે અને આવક વધશે.
બલરામ જયંતી, હળછઠ અને દાઉ જન્મોત્સવની શુભકામનાઓ
મોદીએ દેશની જનતાને ખાસ કરીને ખેડૂતોને બલરામ જયંતી, હળછઠ અને દાઉ જન્મોત્સવની શુભકામનાઓ પણ પાઠવી છે.