• Gujarati News
  • National
  • PM Modi Warns In Sydney Dialogue, PM Says Crypto Should Not Fall Into Wrong Hands, Otherwise It Will Ruin Youth

ક્રિપ્ટોકરન્સી મુદ્દે પહેલીવાર બોલ્યા મોદી:સિડની ડાયલોગમાં PM મોદીએ આપી ચેતવણી, વડાપ્રધાને કહ્યું- ક્રિપ્ટો ખોટા હાથમાં ન જાય, નહીં તો યુવાનોને બરબાદ કરી નાખશે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • PMએ કહ્યું- વિશ્વ પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે
  • ટેકનોલોજી અને ડેટા નવાં હથિયાર બની રહ્યાં છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા 'ધ સિડની ડાયલોગ' કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતના લોકો માટે ખૂબ જ સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગમાં સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું. હું આને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને ઊભરતા ડિજિટલ વિશ્વમાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતા તરીકે જોઉં છું.

PM મોદીએ કહ્યું હતું કે અમે દુનિયાનું સૌથી મોટું પબ્લિક ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવી રહ્યા છીએ. અમે વિશ્વનું સૌથી મજબૂત પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ. અમે વિશ્વના સૌથી મોટા ડેટા કન્ઝ્યુમર છીએ. અમારી વન નેશન-વન કાર્ડ યોજનાથી દેશના કરોડો મજૂરો લાભ લઈ રહ્યા છે. ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવા નેતાઓ સામે આવી રહ્યા છે. કૃષિ અને સ્વચ્છ ઊર્જામાં પણ અમે ડિજિટલ ટેક્નોલોજીથી તસવીર બદલી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ક્રિપ્ટો મુદ્દે ચેતવણી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે તમામ દેશોએ મળીને એ નક્કી કરવું પડશે કે ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં ન જવી જોઈએ, નહીં તો એ આપણા યુવાનોને બરબાદ કરી નાખશે." આ પહેલીવાર હતું, જ્યારે મોદીએ જાહેર મંચ પર ક્રિપ્ટોકરન્સી પર વાત કરી છે.

'ડિજિટલ યુગ આપણી આસપાસની દરેક ચીજોને બદલી રહ્યો છે'
મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે પરિવર્તનના સમયમાં ચાલી રહ્યા છે, એવા પરિવર્તન જે યુગોમાં થાય છે. ડિજિટલ યુગ આપણી આસપાસની દરેક ચીજોને બદલી રહ્યો છે. એણે રાજકારણ, અર્થવ્યવસ્થા અને સમાજની નવી વ્યાખ્યા લખી છે. ડિજિટલ ટેક્નોલોજી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને ફરીથી આકાર આપી રહી છે, પરંતુ એની સાથે-સાથે આપણે નવાં જોખમો અને વિવાદોનો પણ સામનો કરી રહ્યા છીએ.

'ભારતની ડિજિટલ ક્રાંતિ લોકશાહી'
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે એક લોકશાહી અને ડિજિટલ લીડર તરીકે ભારત પોતાની સંયુક્ત સમૃદ્ધિ અને સુરક્ષામાં ભાગીદારો સાથે કામ કરવા માટે તૈયાર છે. ભારતની ડિજિટલ ક્રાંતિ લોકશાહી, વસતિવિષયક અને અર્થતંત્રમાં સમાયેલી છે. એ અમારા યુવાનોનાં સાહસ અને નવીનતા દ્વારા સંચાલિત છે.

'ટેકનૉલોજી અને ડેટા નવાં હથિયાર બની રહ્યાં'
તેમણે વધુમાં કહ્યું હતું કે ટેક્નોલોજી વૈશ્વિક સ્પર્ધાનું મુખ્ય સાધન બની ગયું છે, એ ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવાની ચાવી છે. ટેકનોલોજી અને ડેટા નવાં હથિયાર બની રહ્યાં છે. લોકશાહીની સૌથી મોટી શક્તિ નિખાલસતા છે. આપણે વેસ્ટર્ન ઇન્ટરેસ્ટના સ્વાર્થને એનો દુરુપયોગ ન કરવા દેવો જોઈએ.

'PM મોદીનું સંબોધન ઓસ્ટ્રેલિયા માટે સન્માનની વાત'
ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે ખૂબ જ જૂની મિત્રતા છે, સમયની સાથે આપણા સંબંધો વધુ આગળ વધશે. અમે અવકાશ, વિજ્ઞાન, ડિજિટલ ટેક્નોલોજી સહિત ઘણાં ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે સન્માનની વાત છે કે પીએમ મોદીએ 'સિડની ડાયલોગ'માં સંબોધન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...