• Gujarati News
  • National
  • PM Modi Unveiled The Netaji Subhash Chandra Bosemi Statue, The Program Will Last For 90 Minutes

PMએ કર્યું સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન:મોદીએ કહ્યું- ગુલામીનું પ્રતીક રાજપથ હવે કર્તવ્ય પથ બની ગયો, આપણે આવતીકાલની તસવીરમાં નવા રંગ ભરી રહ્યાં છીએ

એક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • PM મોદીએ નેતાજીની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 8 વાગ્યે ઈન્ડિયા ગેટની સામે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ઠીક સાંજે 7 વાગ્યે કર્તવ્ય પથ પહોંચી ગયા હતા. સૌથી પહેલાં તેમને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું. 19 મહિના સુધી સતત ચાલેલા કામ પછી સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ બનીને તૈયાર થઈ ગયું છે.

આઝાદીના અમૃત મહોત્સવમાં દેશને આજે એક નવી પ્રેરણા મળી છે, નવી ઉર્જા મળી છે. આજે આપણે ગઈકાલની વાતને છોડીને નવી તસવીરોમાં રંગ ભરી રહ્યાં છીએ. આજે જે આભા જોવા મળી રહી છે,તે નવા ભારતના વિશ્વાસની આભા છે.

ગુલામીના પ્રતીક કિંગ્સવે એટલે કે રાજપથ, આજથી ઈતિહાસ બની ગયો છે, હંમેશા માટે નાબૂદ થયો છે. આજે કર્તવ્ય પથ તરીકે નવા ઈતિહાસનું સૃજન થયું છે. હું તમામ દેશવાસીઓને આઝાદીના આ અમૃતકાળમાં, ગુલામીની વધુ એક ઓળખમાંથી મુક્તિ મળવા બદલ અભિનંદન પાઠવું છું.

મોદીની સ્પીચની 5 મહત્વની વાતો
1. આપણે નેતાજીને ભૂલાવી દીધાઃ આજે ઈન્ડિયા ગેટની નજીક આપણાં રાષ્ટ્ર નાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા સ્થાપિત થઈ છે. ગુલામીના સમયથી ત્યાં બ્રિટિશ રાજસત્તાના પ્રતિનિધિની પ્રતિમા લાગેલી હતી. આજે દેશમાં તે જ સ્થળે નેતાજીની પ્રતિમાની સ્થાપના કરીને આધુનિક, સશક્ત ભારતની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી દીધી છે.

સુભાષચંદ્ર બોઝ એક એવા મહામાનવ હતા, જે પદ અને સંસાધનોના પડકારથી ઉપર હતા. તેમની સ્વીકાર્યતા એવી હતી કે, આખા વિશ્વના લોકો તેમને નેતા ગણતા હતા. તેમનામાં સાહસ, સ્વાભિમાન હતા. તેમની પાસે વિચાર હતા, વિઝન હતું. તેમનામાં નેતૃત્વની ક્ષમતા હતી, નીતિઓ હતી.

જો આઝાદી પછી ભારત સુભાષ બાબૂના રસ્તે ચાલ્યું હોત તો ભારત આજે નવી ઉંચાઈએ હોત. પરંતુ દુર્ભાગ્યથી આઝાદી પછી આપણાં આ મહાનાયકને ભૂલાવી દેવામાં આવ્યા. તેમના વિચારોને, તેમની સાથે જોડાયેલાં પ્રતીકને પણ અવગણવામાં આવ્યા.

2. આ ફેરફાર પ્રતીક સુધી જ સીમિત નથીઃ આજે ભારતના સંકલ્પ અને લક્ષ્ય પોતાના છે. પ્રતીક અને પથ આપણાં છે. આજે રાજપથનું અસ્તિત્વ ખતમ થયું છે તો આ ગુલામીની માનસિકતાનું પહેલું ઉદાહરણ નથી. આ સતત ચાલનારી સંકલ્પ યાત્રા છે. દેશના વડાપ્રધાન જ્યાં રહે છે. તે લોક કલ્યાણ માર્ગ બની ગયો છે. પરેડમાં ભારતીય સંગીત વાગે છે. નેવીથી ગુલામીના પ્રતીકને ઉતારીને છત્રપતિના ચિન્હને અપનાવવામાં આવ્યું છે. આ ફેરફાર પ્રતીક સુધી જ સીમિત નથી.

3. આપણે ભારતનું નિર્માણ કરવાનું જ રહેશેઃ અંગ્રેજોના નવા કાયદા આજે બદલાઈ ગયા છે. ભારતીય શિક્ષણ નીતિને ભાષાની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવે છે. મહાકવિ ભારતતિયારે ભારતની મહાનતાને લઈને તમિલ ભાષામાં કવિતા લખી હતી જેનો અર્થ છે આપણો દેશ ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મહાન છે. વીરતામાં કરુણામાં જીવનના સત્યાને શોધવામાં આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મહાન છે. તેમની કવિતાના એક એક શબ્દ ગુલામી દરમિયાન ભારતની હુંકાર હતી. આપણે આ કવિતામાં જણાવવામાં આવેલા ભારતનું નિર્માણ કરવાનું જ છે. જેનો રસ્તો કર્તવ્ય પથ થઈને જાય છે.

4. કર્તવ્ય પથથી કર્તવ્ય માટે પ્રેરણ મળશેઃ આ જીવંત માર્ગ છે. નેતાજીની પ્રતિમા, નેશનલ વોર મેમોરિયલ તેમને કર્તવ્યથી ઓતપ્રોત કરીને પ્રેરણા આપશે. જો પથ જ રાજપથ હોય તો યાત્રા લોકમુખી કઈ રીતે થશે. રાજપથ બ્રિટિશ રાજમાં હતો જેના માટે ભારત ગુલામ હતો. આજે તેના આર્કિટેક્ટ પણ બદલાયા છે અને ભાવના પણ બદલી છે. અહીંથી પસાર થનારાઓને દેશ માટે કર્તવ્ય કરવાની પ્રેરણા મળશે.

5. નવી સંસદ શ્રમિકોની ગેલેરી બનશેઃ મેં તમામ શ્રમિકોને પરિવારની સાથે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રિત કર્યા છે. જ્યારે નીતિઓમાં સંવેદનશીલતા આવે છે તો નિર્ણય પણ એટલા જ સંવેદનશીલ હોય છે. જ્યારે બનારસમાં કાશીનું નિર્માણ થાય છે તો શ્રમિકો પર પણ પુષ્પવર્ષા થાય છે. હું તેમને મળીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તમને જાણીને સારું લાગશે કે નવી સંસદના નિર્માણ પછી તેમાં કામ કરતા શ્રમિકોની પણ એક ગેલેરીને સ્થાન આપવામાં આવશે.

લાઈવ અપડેટ્સ

રાત્રે 8:05 વાગ્યે મોદીએ કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું

સાંજે 7:40 વાગ્યે મોદીએ સેન્ટ્રલ વિસ્ટાના ઈતિહાસ અંગે બનેલી ગેલેરી જોઈ.

સાંજે 7:25 કલાકે શ્રમજીવીઓ સાથે મુલાકાત કરી

આ તમામ શ્રમજીવીઓએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂને બનાવવાનું કામ કર્યું. તેમને 26 જાન્યુઆરીની ગણતંત્ર પરેડમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું.
આ તમામ શ્રમજીવીઓએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂને બનાવવાનું કામ કર્યું. તેમને 26 જાન્યુઆરીની ગણતંત્ર પરેડમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું.

સાંજે 7 વાગ્યેઃ મોદીએ નેતાજીની મૂર્તિનું અનાવરણ કર્યું
નેતાજી સુભાષચંદ્ર બોઝની આ પ્રતિમા 28 ફૂટ ઊંચી છે. જેને બનાવવામાં 26 હજાર કલાક લાગ્યા છે.

નેતાજીની આ પ્રતિમા ગ્રેનાઈટ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. જેનું વજન 65 મેટ્રિક ટન છે.
નેતાજીની આ પ્રતિમા ગ્રેનાઈટ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. જેનું વજન 65 મેટ્રિક ટન છે.
પ્રતિમાનું અનાવરણ તે સ્થાને કરાયું જ્યાં પરાક્રમ દિવસ પર 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમા દેખાડવામાં આવી હતી. તે દિવસે નેતાજી 125મી જન્મજયંતિ હતી.
પ્રતિમાનું અનાવરણ તે સ્થાને કરાયું જ્યાં પરાક્રમ દિવસ પર 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમા દેખાડવામાં આવી હતી. તે દિવસે નેતાજી 125મી જન્મજયંતિ હતી.

સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂના ઉદ્ઘાટન પહેલાંની તસવીરો

રસ્તાની બંને બાજુ રાજ્યોના ફૂડ સ્ટોલ ખૂલશે
વિસ્ટા એટલે મનમોહક દૃશ્ય. રાજપથની આસપાસનો વિસ્તાર રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો વિસ્તાર લીલાછમ વૃક્ષો, નહેરો અને ઉદ્યાનોથી ઘેરાયેલો છે. એ પહેલાં સુંદર હતો, હવે એ વધુ આકર્ષક બની ગયો છે.

ઈન્ડિયા ગેટની બંને બાજુ નવી દુકાનો બનાવવામાં આવી છે, જેમાં વિવિધ રાજ્યોના ખાણીપીણીના સ્ટોલ હશે. પ્રવાસીઓ પહેલાંની જેમ લૉન પર બેસીને ઘરેથી લાવેલું ભોજન ખાઈ શકશે નહીં. આ ઉપરાંત વિક્રેતાઓ પણ માત્ર ચોક્કસ ઝોનમાં જ સ્ટોલ લગાવી શકશે. બે નવા પાર્કિંગ લોટમાં 1100થી વધુ વાહનો પાર્ક કરી શકાશે. સર્વેલન્સ માટે 300થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

વડાપ્રધાનના કાર્યક્રમને કારણે સુરક્ષાની કમાન સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સંભાલશે.ઉદઘાટન પહેલાં આ વિસ્તારમાં કોઈ બહારની વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી.

સેન્ટ્રલ ફોર્સ ઉપરાંત ખાનગી સુરક્ષા ગાર્ડ પણ નજર રાખી રહ્યા છે. અહીં ફોટા પાડવાની પણ મનાઈ છે. ચુસ્ત સુરક્ષાને કારણે પ્રવાસીઓ બેરિકેડ્સ પાસે ઊભા રહીને ઈન્ડિયા ગેટ જોવાના પ્રયાસ કરતા રહ્યા.

ખાણી-પીણીનું વેચાણ કરતા એક વિક્રેતાએ કહ્યું હતું કે ત્રણ વર્ષ ખૂબ જ મુશ્કેલ સમયમાં પસાર થઈ ગયા છે. આખા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું. હવે એ ખૂબ જ સુંદર બની ગઈ છે. આશા છે કે વધુ લોકો અહીં આવશે અને અમે સારું પ્રદર્શન કરીશું.

પ્રોજેક્ટ 10 મહિના મોડો પૂરો થયો
સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)એ જાન્યુઆરી 2021માં સેન્ટ્રલ એવેન્યુ રિડેવલપમેન્ટ માટે રૂ. 502 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું. આ કામ શાપુરજી પલોનજી કંપનીને રૂ. 487.08 કરોડના બીડ પર આપવામાં આવ્યું હતું.

કંપનીએ અહીં 4 ફેબ્રુઆરી 2021થી કામ શરૂ કર્યું હતું. શરતો અનુસાર, કામ 300 દિવસમાં, એટલે કે નવેમ્બર સુધીમાં કરવાનું હતું, પરંતુ એમાં 10 મહિનાનો વિલંબ થયો.

કોરોના દરમિયાન લોકડાઉનમાં તમામ બાંધકામ અટકી ગયાં હતાં, એ પછી પણ સેન્ટ્રલ વિસ્ટાનું કામ ચાલુ રહ્યું હતું. જ્યારે મામલો કોર્ટમાં ગયો ત્યારે CPWDએ દલીલ કરી હતી કે પ્રોજેક્ટનું કામ નવેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવાનું છે, તેથી એને રોકી શકાય નહીં. અહીં ગણતંત્ર દિવસની પરેડ પણ યોજાવાની છે. એમાં પણ વિલંબ થઈ શકે તેમ નથી.

નવી સંસદ ભવન તૈયાર, ફિનિશિંગનું કામ બાકી છે
સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ, ત્રિકોણાકારનું નવું સંસદ ભવન તૈયાર છે. એનું ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે. રાજપથને અડીને આવેલાં શાસ્ત્રી ભવન, ઉદ્યોગ ભવન, રેલ ભવન, વિજ્ઞાન ભવન અને ઈન્દિરા ગાંધી નેશનલ મ્યુઝિયમ હવે યાદોનો હિસ્સો બનશે. નવી ઇમારતો એમની જગ્યા લેશે.

પ્રોજેક્ટ 2019માં શરૂ થયો, 20 હજાર કરોડનો ખર્ચ થયો આ પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીની ઘણી ઈમારતોને રિડેવલપ અને નિર્માણ કરવામાં આવી રહી છે. આમાં નવા સંસદ ભવનનો સમાવેશ થાય છે, જેમાં લોકસભા અને રાજ્યસભા માટે એક-એક બિલ્ડિંગ હશે, મંત્રાલયનાં કાર્યાલયો માટે કેન્દ્રીય સચિવાલય, વડાપ્રધાનનું નિવાસસ્થાન, ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન હશે.

વર્તમાન સંસદ ભવન સામે સંસદની નવી ઇમારત બનાવવામાં આવી છે. આ ચાર માળની ઇમારત 13 એકરમાં છે. વડાપ્રધાનનું આવાસ લગભગ 15 એકરમાં હશે. આ પ્રોજેક્ટની જાહેરાત સપ્ટેમ્બર 2019માં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ એનો શિલાન્યાસ કર્યો હતો. સમગ્ર પ્રોજેક્ટની કિંમત 20 હજાર કરોડ રૂપિયા છે.

સેન્ટ્રલ વિસ્ટા એટલે રાજપથની બંને બાજુનો વિસ્તાર
સેન્ટ્રલ વિસ્ટા એ રાજપથની બંને બાજુનો વિસ્તાર છે. આ અંતર્ગત રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન આવે છે. નેશનલ મ્યુઝિયમ, નેશનલ આર્કાઈવ્ઝ, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, ઉદ્યોગ ભવન, બિકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ, નિર્માણ ભવન અને જવાહર ભવન પણ સેન્ટ્રલ વિસ્ટાનો ભાગ છે.

11 જુલાઈના રોજ વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા 6.5 મીટર ઊંચી અને 9500 કિલો વજન ધરાવે છે. એને ટેકો આપવા માટે લગભગ 6500 કિલો સ્ટીલનું વજન ધરાવતી સિસ્ટમ પણ બનાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ પર સ્ટે આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે એમ કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ હેઠળ જમીનનો ઉપયોગ ગેરકાયદે રીતે કરવામાં આવ્યો છે. આની સુનાવણી કરી રહેલા જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે સ્ટે લગાવવાની જરૂર નથી.

સેન્ટ્રલ વિસ્ટાની 111 વર્ષ જૂની ગાથા: અંગ્રેજોએ દિલ્હીને રાજધાની બનાવી, પછી બાંધકામ શરૂ થયું, 1931માં ઉદઘાટન થયું

સેન્ટ્રલ વિસ્ટા એટલે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો 3.2 કિમીનો વિસ્તાર. એની વાર્તા 111 વર્ષ જૂની છે. ત્યાર બાદ બંગાળમાં વિરોધ વધતાં રાજા જ્યોર્જ પંચમએ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડી. પ્રખ્યાત આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન અને હર્બર્ટ બેકરને દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા બનાવવાની જવાબદારી મળી. તેનું ઉદઘાટન 1931માં થયું હતું.

આઝાદી બાદ એના પર ફરીથી કામ શરૂ થયું. આ પછી 2020 માં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ ડિઝાઇન ડો.બિમલ પટેલે એક સેમિનારમાં શેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...