તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Tweeted Tribute To Maharana, Pratap's Descendant Lakshyaraj Said Janmotsav Is Not Today 13th June

મહારાણા પ્રતાપની 481મી જયંતિ:PM મોદીએ ટ્વીટ કરી મહારાણાને આપી શ્રદ્ધાંજલિ, પ્રતાપના વંશજ લક્ષ્યરાજે કહ્યું- આજે નહીં 13 જૂને છે જન્મોત્સવ

ઉદયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટાઈગર હિલ સ્થિત મહારાણા પ્રતાપની સૌથી ઉંચી પ્રતીમા - Divya Bhaskar
ટાઈગર હિલ સ્થિત મહારાણા પ્રતાપની સૌથી ઉંચી પ્રતીમા

દેશભરમાં આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપની 481મી જન્મ જયંતિ સાદગીની સાથે મનાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી છે. જેમાં તેઓએ મહારાણા પ્રતાપને શોર્ય અને યુદ્ધ કૌશલથી માં ભારતીને ગૌરન્વિત કરનારા યોદ્ધા ગણાવ્યા છે. PM મોદીએ કહ્યું કે માતૃભૂમિ માટે મહારાણા પ્રતાપનો ત્યાગ અને સમર્પણ સદૈવ સ્મરણીય રહેશે. તો PM મોદી સહિત દેશના અનેક રાજનેતાઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મહારાણા પ્રતાપની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે કે મહારાણા પ્રતાપના વંશજ કેલેન્ડરનું અંતર જણાવીને તેમની જયંતિ 13મી જૂને મનાવવામાં આવશે તેમ જણાવ્યું છે.

PM મોદીએ ટ્વીટ કરી મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી
PM મોદીએ ટ્વીટ કરી મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી

વિક્રમ સંવત જ્યેષ્ઠ શુક્લ તૃતીયાનાં રોજ હશે મહારાણા પ્રતાપની જ્યંતિ- લક્ષ્યરાજ
મહારાણા પ્રતાપના વંશજ અને મેવાડ રાજપરિવારના સભ્ય લક્ષ્યસાજ સિંહ મેવાડે સોશિયલ મીડિયાના માધ્યમથી મહારાણા પ્રતાપની જ્યંતિ 13 જુૂને મનાવવાનું આહ્વાન કર્યું છે. લક્ષ્યરાજે કહ્યું કે પ્રાતઃ સ્મરણીય મહારાણા પ્રતાપનો જન્મ ઉત્સવ વિક્રમ સંવત મુજબ જેઠ શુક્લ તૃતિયાના રોજ છે. એવામાં મેવાડમાં મહારાણા પ્રતાપનો જન્મોત્સવ આ દિવસે મનાવવામાં આવશે, જે અંગ્રેજી કેલેન્ડર મુજબ 13 જૂનનાં રોજ આવશે.

લક્ષ્યરાજ સિંહનું ટ્વીટ
લક્ષ્યરાજ સિંહનું ટ્વીટ

મહારાણા પ્રતાપ મેવાડના શાસક અને એક વીર યોદ્ધા હતા. તેઓએ ક્યારેક અકબરની આધીનતા સ્વીકારી ન હતી. તેમનો જન્મ સિસોદિયા કુળમાં થયો હતો. મહારાણા પ્રતાપ જીવનભ મોગલો સામે લડતા રહ્યાં અને ક્યારે હાર ન માની. મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. તેમના પિતાનું નામ મહારાણા ઉદય સિંહ દ્વિતીય અને માતાનું નામ રાણી જીવંત કંવર હતું. મહારાણા પ્રતાપ પોતાના પચ્ચીસ ભાઈઓમાં સૌથી મોટા હતા, તેથી તેમને મેવાડના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા. તેઓ સિસોદિયા રાજવંશના 54માં શાસક હતા

અન્ય સમાચારો પણ છે...