નવા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ 10.09 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 20,946 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. મોદીએ કિસાન નિધિ યોજના હેઠળ 10મો હપતો ટ્રાન્સફર કર્યો છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાને વીડિયો-કોન્ફરન્સ દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પીએમ કિસાન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. એને સરકાર દ્વારા સીધા જ ખેડૂતોનાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
વૈષ્ણોદેવી પરિસરમાં દુર્ઘટના બાબતે મોદીએ શોક વ્યકત કર્યો
વૈષ્ણોદેવી પરિસરમાં દુર્ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ શોક વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે લોકોએ વૈષ્ણોદેવી પરિસરમાં નાસભાગમાં સ્વજનોને ગુમાવ્યા છે તેમનું ઘણું જ દુઃખ છે. મારી સંવેદના તેમની સાથે છે.
2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય
PM મોદીએ સંબોધન કરતા કહ્યુ હતુ કે જળવાયુ પરિવર્તન સામે વિશ્વની આગેવાની હેઠળ, ભારતે 2070 સુધીમાં વિશ્વની સામે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આજે ભારત હાઇડ્રોજન મિશન પર કામ કરી રહ્યુ છે.
જણાવીએ કે ઘણા દિવસો સુધી પીએમ કિસાન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા બે હજાર રુપિયાના હપતાની તારીખ બાબતે અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ થોડા જ દિવસો પહેલાં સરકાર તરફથી ખેડૂતોને મોબાઈલ રકમ ટ્રાન્સફર કરવા બાબતની જાણકારી એસએમએસ દ્વારા આપવામાં આવી હતી. હવે ખેડૂતોનાં ખાતાંમાં સીધા રૂપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ખેડૂતોને આ યોજનાનો લાભ ક્યારે-ક્યારે મળ્યો
આ લોકોને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો.
હવે માત્ર એવા ખેડૂતોને જ પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મળશે, જેમના નામે ખેતર હશે. વર્તમાન કે પૂર્વ સાંસદ, ધારાસભ્યો, મંત્રીઓને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો. ડોકટરો, સીએ, વકીલો વગેરે પણ આ યોજનામાંથી બહાર છે. જો કોઈ વ્યક્તિ ખેતરનો માલિક છે, પરંતુ તેને મહિને 10000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે, તો તે પણ આ યોજના માટે પાત્ર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.