• Gujarati News
  • National
  • PM Modi To Visit Manipur And Tripura On January 4, Inaugurate 22 Projects Worth Rs 4,800 Crore

ભાસ્કર LIVE અપડેટ્સ:વૈષ્ણો દેવી દુર્ઘટના અંગે જમ્મુ કાશ્મીર સરકારે જનતા પાસે મદદ માગી, કહ્યું- વીડિયો હોય તો આપો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીર સરકારે નવા વર્ષના પહેલા દિવસ કટરાના શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરમાં ઘટેલી દુર્ઘટનાની તપાસમાં જનતા પાસે મદદ માગી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે અમે લોકોને તેમની પાસે આ દુર્ઘટનાના વીડિયો, ફોટો કે અન્ય પુરાવાઓ માગ્યા છે. સાથે જ તે દિવસે થયેલી દુર્ઘટના અંગેના ફેક્ટ્સ આપવા અને તપાસ ટીમ સમક્ષ નિવેદન આપવાનો પણ આગ્રહ કર્યો છે.

મંદિરમાં એકાએક ઉમટેલી ભીડને કારણે 12 લોકોનાં મોત થયા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લોકોએ CRPF જવાનોએ લાઠીચાર્જ કરતા ભાગદોડ થઈ હોવાનું જણાવ્યું હતું.

દેશમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈ સુપ્રીમ કોર્ટમાં સોમવારથી 2 સપ્તાહ સુધી વર્ચુઅલી સુનાવણી કરવાનો નિર્ણય
દેશમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટ પણ એક્શનમાં આવી છે. સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાના નવા કેસોમાં વધારો જોતા 3 જાન્યુઆરીથી 2 સપ્તાહ સુધી માત્ર વર્ચુઅલી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,553 નવા કેસો સામે આવ્યા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 284 લોકોના મોત પણ થયા છે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 94 નવા કેસ સામે આવ્યા બાદ રવિવારે કુલ કેસોની સંખ્યા વધીને 1525 થઈ છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 460 કેસ છે.

PM મોદી 4 જાન્યુઆરીએ મણિપુર અને ત્રિપુરાની મુલાકાત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે. વડાપ્રધાન આ સમયગાળા દરમિયાન ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડથી વધુની કિંમતની 22 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે મહારાજા બીર અગરતલાના બિક્રમ એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક હિન્દુ વેપારીની હત્યા
પાકિસ્તાનમાં હિંદુઓ સામેની ક્રૂરતા જારી છે. રવિવારે બલૂચિસ્તાનના લસબીલા શહેરમાં રમેશ લાલ નંદ લાલ નામના હિન્દુ વેપારીની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર રમેશ લાલ નંદ લાલ કોઈની પાસેથી દેવું વસૂલવા ગયો હતો, તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં, પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળો પર હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુરુ ગોવિંદ સિંહ મહારાજને 5 ફુટનો હાર ચઢાવવામાં આવ્યો

તખ્ત શ્રી હરિમંદિર સાહિબમાં ફરી એક ભક્તે ગુરુ ગોવિંદ સિંહજી મહારાજને કરોડોની ભેટ અર્પણ કરી છે. પંજાબના કરતારપુર, જલંધરથી આવેલા ડૉ. ગુરવિંદર સિંહ સરનાએ 5 ફૂટનો હીરા જડિત સોનાનો હાર અને સોનાથી જડેલી રજાઇ, રૂમાલ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ ભેટમાં આપી છે. ડો. ગુરવિન્દર સિંહ સરના ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના ડાયરેક્ટર છે. કરોડોની ભેટ આપવા છતાં તેણે તેની ચોક્કસ કિંમત જણાવવાની ના પાડી.

જમ્મુ-કાશ્મીરના કેરનમાં સુરક્ષાદળોએ પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યો​​​​​​​

જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. તેની ઓળખ મોહમ્મદ સબ્બીર મલિક તરીકે થઈ છે, તેની પાસેથી એક AK-47 રાઈફલ અને 7 ગ્રેનેડ મળી આવ્યા છે. મેજર જનરલ અભિજીત પેંઢારકરે કહ્યું કે પાકિસ્તાની સેનાને ઘુસણખોરીનો મૃતદેહ પરત લેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હિમવર્ષા પહેલા કેરન અને કુપવાડા સેક્ટરમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના સંભવિત પ્રયાસો વિશે સતત માહિતી મળી રહી છે.

MPમાં CM હાઉસને ઘેરવાની ધમકી, ભીમ આર્મીના ચંદ્રશેખરની એરપોર્ટથી ધરપકડ

​​​​​​​મધ્યપ્રદેશમાં OBC અનામતને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. OBC-SC-ST મહાસભાએ સીએમ હાઉસનો ઘેરાવ કરવાની ધમકી આપ્યા બાદ પોલીસ એલર્ટ પર છે. ભીમ આર્મીના ચંદ્રશેખરને ભોપાલ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સીએમ હાઉસ તરફ જતા રસ્તાઓ બેરીકેટ લગાવીને બંધ કરી દેવામાં આવ્યા છે.

પોલીસ ભોપાલ આવતી ટ્રેનો અને બસોનું ચેકિંગ કરી રહી છે. શહેરમાં પ્રવેશતા રસ્તાઓ પર બેરીકેટ લગાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં પણ આવું જ છે. એક દિવસ પહેલા જ OBC સંગઠનોએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઘેરાવની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...