તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મણિપુર વોટર પ્રોજેક્ટ:વડાપ્રધાને મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, 3054 કરોડના પ્રોજક્ટથી 2.80 લાખ ઘરને નળ કનેક્શન આપવાનું લક્ષ્ય

ઈમ્ફાલએક વર્ષ પહેલા
  • જલ જીવન મિશનથી 2024 સુધીમાં ગ્રામીણ વિસ્તારોના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય
  • માર્ચ 2019 સુધી ગ્રામીણ વિસ્તારોના 18.33 ટકા ઘરો સુધી નળ કનેક્શન આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું- કોરોનાની વિરુદ્ધ આપણે તાકાતથી લડતા રહેવાનું છે, વિજયી થવાનું છે. આ ઉપરાંત વિકાસના કામોને પણ સંપૂર્ણ તાકાતથી આગળ વધારવાના છે

કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે જલ જીવન મિશન અંતર્ગત ફન્ડ આપ્યું છે. આ પ્રોજેક્ટ પર 3,054.58 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. આ કાર્યક્રમમાં મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બિરેન સિંહ, તેમેના કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સામેલ થાય હતા.

બેવડો પડકાર
પ્રોજેક્ટની શરૂઆત કરતા મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે પૂર્વ અને ઉતર-પૂર્વ ભારત બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ઘણા લોકોના મૃત્યુ થયા છે. ઘણા લોકોને ઘર છોડવાનો વારો પણ આવ્યો છે. તમામ પરિવારો સાથે મારી સંવેદના જોડાયેલી છે. સમગ્ર દેશ તમારી સાથે ઉભો છે. ભારત સરકાર તમામ રાજ્ય સરકારોની સાથે મળીને જરૂરિયાતો પુરી કરવાની સતત કોશિશ કરી રહી છે.

કોરોનાના સંકટનો ઉલ્લેખ
વડાપ્રધાને કોરોનાનો સામનો કરવા બાબતે રાજય સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું મણિપુરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર રાત-દિવસ મહેનત કરી રહી છે. લોકડાઉનમાં લોકોને પરત લાવવા સહિત રાજ્ય સરકારોએ દરેક જરૂરી પગલાઓ ભર્યા છે. સંકટના આ સમયમાં ગરીબોની આ રીતે મદદ કરવી જોઈએ. આજે ઈમ્ફાલ સહિત મણિપુરના લાખો સાથીઓ માટે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ મોટો દિવસ છે. રક્ષાબંધનનો તહેવાર આવનાર છે, તે પહેલા મણિપુરની બહેનો માટે આ ખૂબ જ મોટી ભેટ છે. 3000 કરોડના ખર્ચે પુરો થનારા આ વોટર સપ્લાઈ પ્રોજેક્ટથી અહીંના લોકોની પાણીની સમસ્યા ઓછી થશે. 

બે દાયકાથી વધુની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું
વડાપ્રધાને કહ્યું 1700થી વધુ ગામો માટેના આ પ્રોજેક્ટમાંથી જે પાણી આવશે તે જીવનધારાનું કામ કરશે. આ પ્રોજેક્ટને આજની જ નહિ પરંતુ અગામી 20-22 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેનાથી લાખો લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે અને હજારો લોકોને રોજગાર પણ મળશે. શુદ્ધ પાણીથી ઈમ્યુનિટીને તાકાત મળે છે. આ પ્રોજેક્ટથી હર ઘર જલ મિશનને પણ પ્રોત્સાહન મળશે. મણિપુરના લોકોને ખાસ કરીને માતા અને બહેનોને ખૂબ જ અભિનંદન આપું છું. 

લોકડાઉનમાં પણ ચાલુ રહ્યું કામ
મોદીએ વધુમાં કહ્યું કે ગત વર્ષે દેશમાં જ્યારે જલ જીવન મિશનની શરૂઆત થઈ રહી હતી ત્યારે મેં કહ્યું હતું કે આપણે અગાઉની સરકારોની સરખામણીએ ઝડપથી કામ કરવાનું છે. 15 કરોડ ઘરોમાં ઝડપથી પાણી પહોંચાડવાનું હોય તો આપણે રોકાઈ શકીએ નહિ. આ કારણે લોકડાઉનમાં પણ ગામમાં પાઈપ લાઈન નાખવાનું કામ ચાલુ રહ્યું હતું. દેશમાં લગભગ 1 લાખ પાણીના કનેક્શન રોજ અપાઈ રહ્યાં છે. લોકોનું જીવન સરળ બની રહ્યું છે. આટલી ઝડપથી કામ એટલા માટે શકય બની રહ્યું છે કારણ કે જલ જીવન મિશન આંદોલનના રૂપમાં આગળ વધી રહ્યું છે.

મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટ શું છે ?
ગ્રેટર ઈમ્ફાલ પ્લાનિંગ એરિયાના ઘરો, ગામો અને મણિપુરના 16 જિલ્લાઓના 1,731 ગોમાના 2,80,756 ઘરો સુધી નળ કનેક્શન પહોંચાડવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને તેનો ખર્ચ ઉઠાવશે. કેન્દ્રએ 1,185 ગામોના 1,42,749 ઘરો સુધી કનેક્શન પહોંચાડવા માટે ફન્ડ આપ્યું છે. 2024 સુધી ‘હર ઘર જલ’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ પ્રોજેક્ટ એક મહત્વનો પ્રોજેક્ટ છે.