તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને ટક્કર આપવા હવે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ દેશમાં કોરોના વાઈરસ સામે વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત કરશે. એની સાથે વડાપ્રધાન મોદી કો-વિન એપ પણ લોન્ચ કરવાના છે. વેક્સિનેશન અભિયાન પહેલાં બધી તૈયારી કરી લેવામાં આવી છે. કોરોના વેક્સિનનો જથ્થો દેશનાં અલગ-અલગ સેન્ટર પર પહોંચી ગયો છે.
16 જાન્યુઆરી, એટલે કે શનિવારથી સમગ્ર દેશમાં કોરોનાને ટક્કર આપવા વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થશે. આ કોરોના સામે દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન હશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી કોરોના વેક્સિનેશન અભિયાનના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સામેલ થશે અને કોરોના વેક્સિન દેશને સમર્પિત કરશે.
ભારતમાં કોરોનાની બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. એમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન સામેલ છે. એ સિવાય પણ દેશમાં ચાર અન્ય વેક્સિનને મંજૂરી મળવાની તૈયારીમાં છે. કોવિશીલ્ડનો પહેલો જથ્થો મંગળવારે દેશના અલગ-અલગ ભાગમાં પહોંચી ગયો છે, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો જથ્થો, એટલે કે બુધવારે દિલ્હી સહિત અલગ અલગ ભાગમાં પહોંચી ગયો છે.
આ લોકોને લગાવવામાં આવશે વેક્સિન
કોરોના વેક્સિન લોકોને પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે. પહેલા તબક્કામાં અંદાજે ત્રણ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે, જેમાં સૌથી પહેલા હેલ્થવર્કર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. હેલ્થવર્કર્સને કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આશે. ત્યાર પછી ફ્રન્ટલાઈનવર્કર્સ, 50 વર્ષથી વધારે ઉંમરવાળા લોકોને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.