તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi To Discuss With CMs Via Video Conference, Important Decisions On Vaccinations And Sanctions

કોરોના અંગે મોટી બેઠક:PM મોદીએ મુખ્યમંત્રીઓને આપ્યો થ્રી Tનો મંત્ર, કહ્યું- આપણે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવો જોઈએ, ગામડાઓ બચાવવા જરૂરી

6 મહિનો પહેલા
વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી બેઠકમાં પીએમ મોદી.
  • વીડિયો-કોન્ફરન્સમાં મમતા બેનર્જી અને છત્તીસગઢના CM ભૂપેશ બધેલે હાજરી આપી નથી
  • 70 જિલ્લામાં 150 ટકાથી વધુની ઝડપે કોરોના સંક્રમિતો વધ્યા છે
  • અત્યારે કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક, નહીંતર સ્થિતિ વણસી શકે છે, દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતાપૂર્વક ચાલી રહ્યું છેઃ PM મોદી
  • કેન્દ્ર સરકારે બંગાળને વેક્સિન આપી નથીઃ મમતા બેનર્જી

મહારાષ્ટ્ર સહિત દેશના ધણાં રાજ્યોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ દરમિયાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુલ મીટિંગ કરી હતી. વડાપ્રધાને કોરોનાના વધતા જતાં કેસ સામે ચિંતા વ્યક્ત કરીને રાજ્યોને ત્રણ Tનો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે દેશમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ફરી એક વાર ભાર આપવાની જરૂર છે. વડાપ્રધાને કહ્યું કે, ઘણાં દેશોમાં સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કેસ ઘણાં ઝડપથી વધી રહ્યા છે. આપણે તેને રોકવા માટે ઝડપથી કામ કરવું જોઈએ. આ દરમિયાન લોકો પરેશાન ના થાય અને પેનિક ના થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.

વડાપ્રધાને આ વાતો પર મહત્વ આપ્યું....

કોરોના સંક્રમણના ટેસ્ટ વધારવા જોઈએ: વડાપ્રધાને રાજ્યોને કોરોના સંક્રમણના વધતા જતા કેસ દરમિયાન ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાનું કહ્યું છે. વડાપ્રધાને કહ્યું છે કે, RT-PCR ટેસ્ટને 70 ટકા કરવાની જરૂર છે. તેમણે કેરળ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં રેપિડ ટેસ્ટિંગ કરવા વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું ચે કે, 2 અથવા 3 ટિયર શહેરોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમણે સમયસર આ વિશે એક્શન લેવા અને ગામડાઓ સુધી કેસ ના પહોંચે તે વિશે ધ્યાન આપવા કહ્યું છે.

વેક્સિનેશન ડ્રાઈવને વધુ ગતિ આપવામાં આવે, વેસ્ટેજ વિશે સતર્ક રહે: પીએમ મોદીએ વેક્સિનેશન ડ્રાઈવમાં ગતિ લાવવા કહ્યું છે. તેમણે રાજ્યોને વેક્સિનના વેસ્ટેજ વિશે પણ સતર્ક કર્યા છે. મોદીએ કહ્યું છે કે, અત્યાર સુધી એક અંદાજ પ્રમાણે રોજ 30 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે. આ સંજોગોમાં આ સંખ્યા વધારવાની જરૂર છે. સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં જરૂર લાગે તો વેક્સિનેશન સેન્ટર વધારવાની જરૂર છે. વડાપ્રધાને ઉત્તરપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વેક્સિનના વેસ્ટેજ વિશે પણ એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું છે કે, રાજ્યોમાં વેક્સિન વેસ્ટનો આંક 10 ટકા સુધી પહોંચી ગયો છે. આપણે વેસ્ટેજ રોકવું જોઈએ. તેમની એક્સપાઈરી ડેટ જોવી જોઈએ. જે વેક્સિન પહેલાં આવી તેનો ઉપયોગ પહેલાં થવો જોઈએ.

પ્રતિબંધો જાતે નક્કી કરો, જનતા પરેશાન ના થાય તેનું ધ્યાન રાખો: બેઠકમાં વડાપ્રધાન મોદીએ દરેક મુખ્યમંત્રીઓને કહ્યું કે, સંક્રમણ રોકવા માટે રાજ્યો તેમના પ્રતિબંધ જાતે જ નક્કી કરે. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે લોકોમાં ડર ના ફેલાય. આપણે દવાઈ પણ અને કડાઈ પણનું પાલન કરવું જોઈએ. વડાપ્રધાને રાજ્યોમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવા પર પણ ભાર આપવું જોઈએ. તે સાથે જ દરેક રાજ્યોએ એકબીજા સાથે સતત સંપર્ક અને માહિતી શેર કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, રાજ્યોએ તે માટે જાતે જ બેઠક કરવી જોઈએ.

મમતાએ મોદી પર કર્યા પ્રહાર
આ બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સામેલ થયાં નહોતાં, પરંતુ મમતાએ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બંગાળને વેક્સિન નથી આપતી. બિહારમાં પીએમ મોદીએ ફ્રીમાં વેક્સિન આપવાની વાત કરી હતી. શું ત્યાંના લોકોને વેક્સિન મળી ગઈ? તેમણે તેમનો વાયદો પૂરો નથી કર્યો. તેઓ ખોટું બોલ્યા છે.

આપણે એ ગણતરીના દેશોમાં સામેલ, જ્યાં કોરોનાથી મૃત્યુદર સૌથી ઓછો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતમાં 96 ટકા કરતાં પણ વધારે કેસ રિકવર થઈ ગયા છે. આપણો દેશ એ ગણતરીના દેશોમાં સામેલ છે જ્યાં મૃત્યુદર સૌથી ઓછો છે. કોવિડ-19થી પ્રભાવિત મોટા ભાગના દેશોમાં કોરોનાની નવી લહેર આવી છે. આપણા દેશનાં અમુક રાજ્યોમાં પણ હવે સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. મુખ્યમંત્રીઓએ પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સમગ્ર દેશના 70 જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો થઈ ગયો છે. જો આ લહેરને અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ પહેલાની જેમ વધી શકે છે. આપણે કોરોનાની બીજી લહેરને તરત રોકવી પડશે.

મુખ્યમંત્રીઓ સાથે PMની મીટિંગની 5 ખાસ વાતો
1. વડાપ્રધાને અમુક વિસ્તારોમાં કોરોનાની ટેસ્ટિંગ ઓછી થતી હોવા વિશે ચિંતા વ્યક્ત કરી છે
2. જો આપણે જરૂર હોય તો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પણ બનાવવા જોઈએ
3. આપણે એવો માહોલ ઉભો ન કરવો જોઈએ જેનાથી ડર ફેલાય
4. સરકાર લોકોને કોરોના નિયમનું પાલન કરવા માટે જાગ્રત કરે
5. કોરોના મહામારી દરમિયાન આપણે લોકોની મુશ્કેલીઓ ઓછી કરવી જોઈએ

70 જિલ્લામાં 150 ટકા ઝડપથી વધ્યો કોરોના
લગભગ 70 જિલ્લાઓ એવા છે કે જ્યાં 150 ટકાથી વધુની ઝડપે કોરોના કેસો વધ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમ મોદી એકબાજુ કોરોના સંકટ પર બેઠક કરી રહ્યા હતા, એ જ સમયે મમતા એક રેલીમાં બોલ્યાં હતાં કે કેન્દ્ર સરકાર બંગાળને વેક્સિન આપતું નથી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પણ કેસ લગભગ બમણી ઝડપે સામે આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અત્યારે કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક છે, નહીંતર સ્થિતિ વણસી શકે એવી સંભાવનાઓ રહી છે. દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. અત્યારે ભારતમાં કોરોના મહામારીને કારણે મૃત્યુદર ઘણો ઓછો છે, પરંતુ સ્થિતિની ગંભીરતાને સમજીને કેસોને રોકવા માટે અત્યારથી જ પગલાં લેવાની શરૂઆત કરી દેવાનું સૂચન તેમણે કર્યું હતું. 15 માર્ચના આંકડા મુજબ, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવાં રાજ્યો છે, જ્યાં રસીકરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...