વડાપ્રધાન મોદી યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં સમુદ્રી સુરક્ષા પર થનારી ઓપન ડિબેટની અધ્યક્ષતા કરી રહ્યાં છે. આ મીટિંગ વીડિયો કોન્ફરન્સિંગથી થઈ રહી છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ, યુનાઈટેડ નેશનસ સિસ્ટ અને પ્રમુખ ક્ષેત્રીય સંગઠનોના હાઈલેવલ બ્રીફર્સ ભાગ લઈ રહ્યાં છે. આ પ્રોગ્રામ UNSCની વેબસાઈટ પર લાઈવ જોઈ શકાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ તેમાં સામેલ થયા છે.
અધ્યક્ષ હોવાને કારણે પ્રોગ્રામની શરૂઆત PM મોદીના સંબોધનથી થઈ. જેમાં સમુદ્રી પડકારોનો સામનો કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે 5 સિદ્ધાંત આપ્યા. તેઓએ કહ્યું કે સમુદ્ર આપણી ધરોહર છે. આપણાં સમુદ્રી રસ્તા ઈન્ટરનેશનલ ટ્રેડની લાઈફ લાઈન છે. સૌથી મોટી વાત એ છે કે સમુદ્ર આપણાં પ્લાનેટના ભવિષ્ટ માટે ઘણું જ જરૂરી છે.
સમુદ્રી રસ્તાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી
મોદીએ કહ્યું કે આપણી આ ધરોહરને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પાઇરેસી અને આતંકવાદ માટે સમુદ્રી રસ્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અનેક દેશ વચ્ચે સમુદ્રી સીમા વિવાદ છે. ક્લાઈમેન્ટ ચેન્જ અને પ્રાકૃતિક આપદાઓ પણ આ ડોમેનથી જોડાયેલો વિષય છે. આ વ્યાપક સંદર્ભમાં પોતાની સામૂહિક ધરોહરને સંરક્ષણ અને ઉપયોગ માટે આપણે આપણી સમજ અને સહયોગની એક ફ્રેમવર્ક બનાવવી જોઈએ. આવું ફ્રેમવર્ક કોઈ પણ દેશ એકલું ન બનાવી શકે. આ સંયુક્ત પ્રયાસથી જ થઈ શકે.
સમુદ્રની સુરક્ષા વધારવા પર થશે ચર્ચા
જે વિષય પર ચર્ચા થવાની છે એ વિષય છે- સમુદ્ર સુરક્ષા વધારવી-આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ચર્ચામાં યુએનએસના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ત્યાંની સરકારના મુખ્ય લોકો સામેલ થઈ શકે છે.
ભારતને મળી UNSCની અધ્યક્ષતા
UNSC યુનાઈટેડ નેશન્સના 6 મુખ્ય અંગમાંથી એક છે. જેની જવાબદારી દુનિયા ભરમાં શાંતિ અને સુરક્ષા બનાવી રાખવાની છે. ભારતની આઝાદીના 75માં વર્ષમાં ભારતને દુનિયાની આ સૌથી શક્તિશાળી સંસ્થાની અધ્યક્ષતા મળી છે. ભારતે એક ઓગસ્ટે ફ્રાંસ પાસેથી આ જવાબદારી લીધી.
એક મહિના સુધી આ પદ પર રહેશે ત્યાં સુધી ભારત તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં એકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરશે. ગત 75 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાન UNSCની કોઈ બેઠકની અધ્યક્ષતા કરશે.
નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરનારા ભારતના પ્રથમ PM
આ અંગેના એક રિપોર્ટ મુજબ, આ ચર્ચામાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારી અને પ્રમુખ ક્ષેત્રીય સંગઠન સામેલ થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ બેઠકની અધ્યક્ષતા કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. આ પહેલાં કોઈ વડાપ્રધાને આ બેઠકની અધ્યક્ષતા કરી નથી. આ સમય એવો હશે, જે ઈતિહાસમાં લખાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.