• Home
  • National
  • PM Modi to attend video conference with Varanasi residents at 5 pm today

કાશીના સવાલ, મોદીના જવાબ: સવાલ- ગરીબો સામે મુશ્કેલી છે, શું કરીએ? પ્રધાનમંત્રીએ કહ્યું- નવરાત્રિના દરેક દિવસે 9 ગરીબ પરિવારોની મદદ કરો

PM Modi to attend video conference with Varanasi residents at 5 pm today
X
PM Modi to attend video conference with Varanasi residents at 5 pm today

  • વડાપ્રધાન મોદી સંસદીય વિસ્તાર વારાણસીના લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે, તેના માટે તેમણે નમો એપ પર સૂચનો પણ મંગાવ્યા હતા

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 07:11 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના રહેવાસીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું- મા શૈલપુત્રીને પ્રાર્થના છે કે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ દેશમાં છેડાયું છે તેમાં હિન્દુસ્તાન અને દેશના 130 કરોડ દેશવાસીઓને વિજય મળે. કાશીનો સાંસદ હોવાના લીધે મને તમારી વચ્ચે હોવું જોઇતું હતું. પરંતુ દિલ્હીમાં જે પરિસ્થિતિઓ છે તેનાથી તમે અવગત છો. હું વારાણસી વિશે લગાતાર અપડેટ લઇ રહ્યો છું. મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું. આજે કોરોના સામે આખો દેશ યુદ્ધ લડી રહ્યો છે તેમાં 21 દિવસ લાગશે.


મોદીએ કહ્યું કે આજે 130 કરોડ મહારથીઓ સાથે મને આ યુદ્ધ જીતવું છે. સંકટના આ ક્ષણમાં કાશી સૌનું માર્ગદર્શન કરી શકે ચે. કાશીનો અનુભવ શાસ્વત અને સનાતન છે. આજે લોકડાઉનની પરિસ્થિતિમાં કાશી દેશને સંયમ, સમન્વય અને સંવેદનશીલતા શીખવી શકે છે. સાધના, સેવા અને સમાધાન શીખવી શકે છે. કાશી મતલબ શિવ. શિવ એટલે કલ્યાણ. મહાદેવની નગરીમાં સંકટથી લડવાનું અને સૌને રસ્તો દેખાડવાનું સાહસ નહીં હોય તો કોનામાં હશે. કોરોના માટે દેશભરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ આપણને સૌને ધ્ચાન રાખવાનું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, ઘરોમાં બંધ રહેવું તે જ આ સમયે એકમાત્ર ઉપાય છે. 

મોદીએ કોવિડ-19 સંબંધિત જાણકારી માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે 9013151515 પર વોટ્સએપથી જોડાઇ શકો છો. બીમારીથી જોડાયેલી સૂચના પ્રાપ્ત કરી શકો છો. 

કાશીના સવાલ, મોદીના જવાબ

કૃષ્ણકાંત વાજપેયી- વાતો થઇ રહી છે કે ગરમી આવવાથી વાયરસ ખતમ થઇ જશે
જવાબ- ઘણા લોકોને તેના વિશે અધૂરી માહિત છે. મનુષ્યનો સ્વભાવ છે કે જે પોતાને અનુકૂળ હોય તે સ્વીકાર કરી લે. આ બીમારી વિશે જે વાત સમજવા જેવી છે એ છે કે તે ભેદભાવ નથી કરતી. તે સમૃદ્ધ દેશ પર પણ કહેર વરસાવે છે અને ગરીબ પર પણ. જે લોકો કસરત કરે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તેમને પણ ચપેટમાં લઇ લે છે. આપણે સોશિયલ ડિસ્ટન્સીંગ પર ધ્યાન આપવું જોઇએ અને અંતર જાળવી રાખવું જોઇએ.

મોહિની ઝંવર- અમુક જગ્યાઓ પર ડોક્ટર- પાયલટો સાથે ખરાબ વર્તન થઇ રહ્યું છે
જવાબ- તમારી પીડા સાચી છે અને મારી પણ આ જ પીડા છે. મારી અપીલ છે કે જે લોકો મહામારીથી બચાવવાના કામમાં લાગેલા છે તેમની સાથે જો ખરાબ વર્તન થાય તો તમે પણ આવું કરી રહેલા લોકોને ચેતવો. જે લોકો સેવા કરી રહ્યા છે તેમની મદદ કરવી જોઇએ. મેં ગૃહવિભાગ અને ડીજીપીને કડકાઇ રાખવા માટે કહ્યું છે. સંટના સમયે હોસ્પિટલમાં સફેદ કપડામાં દેખાઇ રહેલા ડોક્ટર-નર્સ ઇશ્વરનું રૂપ છે. તેમનો જીવ જોખમમાં નાખીને તેઓ આપણને બચાવી રહ્યા છે. તેમનું સાર્વજનિક સન્માન થવું જોઇએ.


અખિલેશ- લોકડાઉનના કારણે ગરીબ મજૂરો સામે મુશ્કેલી છે, તેના પર ધ્યાન દેવાની જરૂર છે ?
જવાબ- આપણે ત્યાં કહેવાય છે કે સાંઇ ઇતના દિજીએ, જામે કુટુમ્બ સમાએ, મૈ ભી ભૂખા ના રહું, સાધુ ના ભૂખા જાએ. જેમની પાસે આવુ કરવાની શક્તિ છે તેઓ નવરાત્રિના પ્રતિ દિવસ 9 ગરીબ પરિવારોની મદદનો પ્રણ લે. જો આટલું પણ કરી શકીએ તો માતાની તેનાથી મોટી આરાધના બીજી શુ હોઇ શકે. તમારી આસપાસ જે પશુ છે તેમની પણ ચિંતા કરવી જોઇએ. લોકડાઉનના કારણે તેમની સામે પણ ભોજનનું સંકટ છે. તેમનું પણ ધ્યાન રાખો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી