• Gujarati News
  • National
  • PM Modi To Address SCO Summit In Dushanbe Today Expected To Raise The Issue Of Terrorism In Presence Of Imran Khan

SCO સમિટમાં કટ્ટરતા વિશે બોલ્યા મોદી:વડાપ્રધાને કહ્યું- કટ્ટરતા દુનિયા માટે મોટી મુશ્કેલી, અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમે પડકાર વધાર્યા

એક મહિનો પહેલા

તાજિકિસ્તાનના પાટનગર દુશામ્બેમાં શરૂ થયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમે ઘણાં પડકારો ઉભા કર્યા છે. અમે દરેક પાર્ટનરના સક્રિય સહયોગની આશા રાખીએ છીએ. આ વર્ષે SCO 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. ખુશીની વાત છે કે, આપણી સાથે નવા મિત્રો જોડાઈ રહ્યા છે. હું ઈરાનનું સ્વાગત કરુ છું. ઈજીપ્ત અને કતરનું પણ સ્વાગત કરુ છું. એક્સીલન્સી SCOની 20મી વર્ષગાંઠ વિશે વિચારવાનો આ ઘણો સારો અવસર છે.

વડાપ્રધાને કહ્યું કે, જો અમે ઈતિહાસ પર નજર કરીશું તો જોઈ શકીશું કે, મધ્ય એશિયાનો વિસ્તાર મોડરેટ અને પ્રગતિશીલ સંસ્કૃતિ અને મૂલ્યોનો ગઢ રહ્યો છે. સૂફીવાદી જેવી પરંપરાઓ અહીં સદીઓથી વિકસી અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ. તેની શબિ આપણે આજે પણ આ વિસ્તારના સાંસ્કૃતિક વારસામાં જોઈ શકીએ છીએ.

મોદીએ એવું પણ કહ્યું કે, ભારતમાં અને SCOના લગભગ દરેક દેશોમાં ઈસ્લામ સાથે જોડાયેલા મોડરેટ, ટોલરેટ અને ઈન્ક્લૂસિવ સંસ્થાઓ અને પરંપરાઓ છે. SCOએ તેમની વચ્ચે એક મજબૂત નેટવર્ક વિકસીત કરવા માટે કામ કરવું જોઈએ. આ સંદર્ભમાં SCOના રેકેટ્સ મિકેનિઝમ દ્વારા કરવામાં આવતા ઉપયોગી કાર્યની પ્રશંસા કરુ છું.

મોદીના સંબોધન પહેલાં ચીન, ઈરાન, પાકિસ્તાન અને રશિયાના વિદેશ મંત્રીઓએ મુલાકાત કરી હતી. ચીન, ઈરાન, પાકિસ્તાન અને રશિયાના વિદેશમંત્રીઓએ પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, રશિયાના વિદેશ મંત્રી સર્ગે લેવરોવ સાથે ચર્ચામાં વેપાર, રોકાણ, ઉર્જા અને રક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત થશે.

વિદશ મંત્રી એસ જયશંકર દુશામ્બેમાં હાજર
SCOની બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પહેલેથી જ દુશામ્બે પહોંચી ગયા છે. તેઓ આ બેઠકમાં ભાગ લેશે. SCO સભ્ય દેશોની આ 21મી બેઠક છે. શાંઘાઈ સહયોગ સંગઠન પોતાની સ્થાપનાની 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 15 જૂન 2001માં આ સંગઠનની સ્થાપના થઈ હતી અને 2017માં ભારત તેનું કાયમી સભ્ય બન્યું.

SCO બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ હાજર
SCO બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ હાજર

ચીનના વલણ પર રહેશે નજર
SCO સમીટમાં ચીનના વલણ ઉપર પણ નદર રહેશે, કારણ કે એક દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયાએ અમેરિકા અને બ્રિટનની સાથે પરમાણું ઉર્જાથી ચાલતી સબમરીન બનાવવા માટે સુરક્ષા સમુહ બનાવ્યું છે. આ સમજૂતીથી હિન્દ-પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચીન ઉપર કંટ્રોલ કરી શકાય છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને બ્રિટશ પીએમ બોરિસ જોનસન અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે સંયુક્ત રીતે ગુરુવારે આ વિશે જાહેરાત કરી ચે. ત્યારપછી ચીને કહ્યું હતું કે, આ દેશોએ શીતયુદ્ધની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે.

એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી
SCO બેઠકથી અલગ વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી એસ. જયશંકરે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે, મુલાકાતમાં ભારત-ચીન બોર્ડર પર ડિસએંગેજમેન્ટ વિશે ચર્યા થઈ છે અને એ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે, સીમા પર શાંતિ માટે ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા આગળ વધારવી જરૂરી છે. તે સાથે જ વૈશ્વિક વિકાસ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. ચીને કહ્યું છે કે, ભારત સાથેના તેમના સંબંધો કોઈ ત્રીજા દેશની દ્રષ્ટીથી ના જોવો.

અન્ય સમાચારો પણ છે...