તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Talks To CM On Corona Crisis, Says Maharashtra Is Fighting Properly In The Second Wave

મોદીએ ઉદ્ધવના વખાણ કર્યા:કોરોના સંકટ ઉપર PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી, કહ્યું- બીજી લહેરમાં યોગ્ય રીતે લડી રહ્યું છે મહારાષ્ટ્ર

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર શરૂઆતથી માર્ગદર્શન આપી રહી છે. રાજ્ય સરકાર આ માર્ગદર્શન મુજબ સારું કામ કરી રહી છે. ફાઈલ તસવીર - Divya Bhaskar
મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર શરૂઆતથી માર્ગદર્શન આપી રહી છે. રાજ્ય સરકાર આ માર્ગદર્શન મુજબ સારું કામ કરી રહી છે. ફાઈલ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ કોવિડની વર્તમાન સ્થિતિ, ઓક્સિજનની સ્થિતિ સહિત ઘણા મુદ્દા પર વાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ કોરોના કાળમાં ઉદ્ધવ ઠાકરેના કામના વખાણ કર્યા હતા.

મુખ્યમંત્રી ઓફિસ (CMO)ના જણાવ્યા મુજબ PM મોદીએ CM ઠાકરેને કહ્યું હતું કે મહારાષ્ટ્ર્ બીજી લહેરમાં સારી લડાઈ લડી રહ્યું છે. મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર શરૂઆતથી માર્ગદર્શન આપી રહી છે. રાજ્ય સરકાર આ માર્ગદર્શન મુજબ સારું કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાનને એટલા માટે ધન્યવાદ આપ્યા કે તેઓએ મહારાષ્ટ્રના સૂચનોને સ્વિકાર્યા હતા.

વેક્સિનેશન માટે રાજ્યના પોર્ટલની માંગ કરી હતી
મુખ્યમંત્રીએ કેન્દ્રને એક પત્ર લખ્યો છે અને કોરોના વેક્સિનેશન માટે અલગ મોબાઈલ એપ્લિકેશન બનાવવાની માંગ કરી છે. તેઓએ આ પત્ર CoWIN પોર્ટલ પર અમુક સમસ્યા આવ્યા પછી લખ્યો છે. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં આ પોર્ટલના આધારે વેક્સિનેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

રાજ્યોના CM સાથે વાત કરી રહ્યા છે PM
વડાપ્રધાને શનિવારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ અગાઉ શુક્રવારે મણિપુર, ત્રિપુરા અને સિક્કીમના મુખ્યમંત્રીઓ સાથે વડા પ્રધાને વાતચીત કરી હતી. તે અગાઉ આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વડા પ્રધાને જમ્મુ-કાશ્મીર તથા પુંડુચેરીના ઉપરાજ્યપાલ સાથે પણ ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા કરી ચુક્યા છે.

રાજ્યમાં આશરે 50 લાખ લોકો કોરોના સંક્રમિત થયા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધારે સંક્રમિત દર્દી મળ્યા છે. જ્યારે 898 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મળી રહેલા દર્દીઓનો આંકડો 50 હજારથી ઉપર છે. આ પૈકી રાજ્યમાં કુલ 49 લાખ 80 હજાર 768 દર્દી છે. અહીં અત્યાર સુધીમાં 74 હજાર કરતા વધારે દર્દી તેમના જીવ ગુમાવી ચુક્યા છે. જોકે, સારી વાત એ છે કે રાજ્યના 10 જિલ્લામાં ગ્રોથ રેટ ઓછો થયો છે.

અન્ય સમાચારો પણ છે...