તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા સહયોગની શરૂઆત:PM મોદીએ US પ્રેસિડેન્ટ સાથે ફોન પર વાત કરી, બાઇડને શપથ લીધા એના 19 દિવસ બાદ બન્ને નેતા વચ્ચે વાતચીત થઈ

નવી દિલ્હીએક મહિનો પહેલા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે લગભગ 11 વાગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ફોન પર વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી. જો બાઈડને 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યાર પછી 19 દિવસ બાદ પ્રથમ વખત બન્ને વચ્ચે વાતચીત થઈ છે.

PM મોદીએ આ અંગે જણાવ્યું હતું કે મેં જો બાઈડનને જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે. અમે સ્થાનિક મુદ્દા તથા પરસ્પરની પ્રાથમિકતાઓ અંગે વાત કરી છે. અમે ક્લાઇમેન્ટ ચેન્જ સામે સહયોગને આગળ વધારવા પર પણ સહમત છીએ.

3 મહિના અગાઉ પણ વાત થઈ હતી
PM મોદીએ આશરે 3 મહિના અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કર્યાં બાદ જો બાઈડન તથા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી હતી. ત્યારે પણ ઈન્ડો-US સ્ટ્રેટિજિક પાર્ટનરશિપ, કોવિડ-19 મહામારી, ક્લાઈમેન્ટ ચેન્જ તથા ઈન્ડિયા પેસિફિક રીજનમાં પરસ્પર સહયોગ જેવા મુદ્દે વાતચીત કરી હતી.

બાઇડને પહેલા સપ્તાહમાં ફક્ત 7 રાષ્ટ્ર અધ્યક્ષો સાથે વાત કરી
સુપર પાવર અમેરિકા માટે તેની વિદેશનીતિ ખૂબ જ મહત્ત્વની હોય છે. બાઈડને પહેલા સપ્તાહમાં વિશ્વના ફક્ત 7 રાષ્ટ્ર અધ્યક્ષો સાથે વાતચીત કરી હતી. એમાં ઈઝરાયેલ, ભારત કે ચીનનો સમાવેશ થતો ન હતો. એમાં કોઈ ખાડી દેશ સાઉદી અરેબિયા, UAE બહેરીનનો પણ સમાવેશ થતો ન હતો. બાઈડને પહેલો ફોન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો