PM મોદીને અપશબ્દ કહેનાર પાસે થૂંક ચટાવડાવ્યું:ઢોર માર માર્યા પછી જયશ્રી રામ, BJP જિંદાબાદના નારા લગાવડાવ્યા, ઝારખંડમાં ભાજપના કાર્યકરોનો અમાનવીય વીડિયો વાયરલ

15 દિવસ પહેલા

ધનબાદમાં શુક્રવારે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પ્રદર્શન કરતાં બીજેપીના કાર્યકર્તાઓએ એક યુવકને ઢોર માર માર્યો અને તેની પાસે થૂંક પણ ચટાવડાવ્યું હતું. આ યુવકે વડાપ્રધાન મોદી વિશે અપશબ્દો કહ્યા હતા. યુવકની હરકતથી નારાજ કાર્યકર્તાઓએ તેને ત્યાં સુધી ઢોર માર માર્યો જ્યાં સુધી તેણે ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ અને જયશ્રી રામના નારા ના લગાવ્યા. આ દરમિયાન ગાંધી ચોક પર તહેનાત પોલીસ તમાશો જોતી રહી હતી. કોઈએ પણ યુવકને બચાવવાનો પ્રયત્ન ના કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ દોષિતો પર કાર્યવાહીનો આદેશ આપ્યો
મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમણે ધનબાદના ડીસી અને અને ઝારખંડ પોલીસને તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું છે કે, શાંતિ રહેતા આ રાજ્યમાં કોઈ નફરત નહીં ફેલાવી શકે.

યુવક કરગરતો રહ્યો પરંતુ કોઈએ મદદ ના કરી
યુવક કરગરતો રહ્યો પરંતુ કોઈએ મદદ ના કરી

ગાંધી ચોક પર મૌન પ્રદર્શન કરતા હતા બીજેપી કાર્યકર્તાઓ
શહરેના કમબાઈન્ડ બિલ્ડિંગ ગાંધી ચોક પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી ખામીના કારણે બીજેપી કાર્યકર્તાઓએ એક દિવસનું મૌન ધરણાં કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં સાંસદ, ધારાસભ્યો અને જિલ્લાના ઘણાં અધિકારીઓ સામેલ થયા હતા. આ દરમિયાન એક યુવક ત્યાં પહોંચ્યો હતો અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશ, વડાપ્રધાન મોદી સહતિ એક સમુદાય વિશે અપશબ્દો બોલ્યો હતો. તેના કારણે બીજેપી કાર્યકર્તાઓ ખૂબ ગુસ્સે થયા હતા અને તેમણે યુવકને દોડાવી-દોડાવીને માર્યો હતો.

ગુસ્સે થયેલા કાર્યકર્તાઓએ કોઈની એક વાત ના સાંભળી
ઘટના સ્થળે હાજર અમુક લોકોએ યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બીજેપીના કાર્યકર્તાઓએ કોઈની વાત માની નહતી. કાર્યકર્તાઓએ તેમને જયશ્રી રામ અને ભારતીય જનતા પાર્ટી જિંદાબાદના નારા લગાવડાવ્યા અને થૂક પણ ચટાવ્યું હતું. ત્યારપથી યુવકે હાજર લોકોની હાજરીમાં માફી માંગી અને ત્યાંથી જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...