• Gujarati News
  • National
  • Pm Modi Security Breach SFJ Takes Responsibility Of Breaching Security, Supreme Court Lawyers Got Calls From International Numbers

PM મોદીનો સુરક્ષા વિવાદ:SFJએ લીધી સુરક્ષામાં ખામીની જવાબદારી, સુપ્રીમ કોર્ટના 50થી વધુ વકિલોને આવ્યો આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન

5 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ખામીથી સર્જાયેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઘટનાની તપાસ કરવા માટે કમિટી બનાવવાનો નિર્ણય કર્યા પછી સુપ્રીમ કોર્ટના 50થી વધુ વકિલોને આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન આવ્યા છે. એવુ માનવામાં આવે છે કે, આ ફોન વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામી સર્જવા સંબંધિત હતો. ફોન કરીને વડાપ્રધાનની સુરક્ષામાં ખામી ઉભી કરવાની જવાબદારી સિખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠને લીધી છે.

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં પણ SFJનો હાથ
થોડા દિવસો પહેલાં લુધિયાણાની કોર્ટમાં થયેલા બ્લાસ્ટમાં પણ સિખ ફોર જસ્ટિસ સંગઠનનો હાથ હતો. હુમલાનો આરોપી જસવિંદર સિંહ મુલ્તાનીની જર્મનીથી ધરપકડ કરવામાં આવી હતી. જસવિંદર સિંહ મુલ્તાની 'સિખ ફોર જસ્ટિસ' SFJ સાથે જોડાયેલા છે. નોંધનીય છે કે, સિખ ફોર જસ્ટિસ એક ખાલિસ્તાની સંગઠન છે. આ સંગઠન પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો છે. સંગઠનનું હેડ ક્વાર્ટર અમેરિકા છે. આ સંગઠનના ઘણાં સભ્યો NIAની રડાર પર છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં થશે તપાસ
પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક કેસની તપાસ હવે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. જેમાં NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ના DG અને IB (ઈંટેલિજેન્સ બ્યૂરો)ના પંજાબ યૂનિટના એડિશનલ DG સામેલ હશે. સોમવારે ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાનીવાળી બેંચે આ આદેશ આપ્યો છે. આના પરથી માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં તપાસ કરી રહેલી કેન્દ્ર અને રાજ્યની તપાસ સમિતિઓ રદ થઈ ગઈ છે.

સુનાવણીમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે PMના પ્રવાસ દરમિયાન બ્લુ બુક મુજબ સુરક્ષાની વ્યવસ્થા કરાઈ ન હતી. રાજ્યમાં DGPની દેખરેખમાં રૂટ પર સુરક્ષાની વ્યવસ્થા કરવાની હતી. પરંતુ તેમા ચૂક થઈ છે. આ બાબતે પંજાબના અધિકારીઓને નોટિસ અપાઈ છે. પરંતુ સુપ્રીમકોર્ટની રોક પછી કોઈ કાર્યવાહી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...