તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • PM Modi Says We Achieved Target In Fight Against Climate Change, This Fight Is As Important As Saving Lives

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

G-20 સમિટમાં મોદી:PM મોદીએ કહ્યું - બંધ રૂમમાં બેસી ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવો શક્ય નથી, એકતાથી વ્યાપક અને સંભવિત રીત અપનાવવી પડશે

નવી દિલ્હી/બેઇજીંગ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન મોદીએ રવિવારે દુનિયાના શક્તિશાળી દેશોના સંગઠન જી-20ને ઓનલાઈન સંબોધતા કહ્યું કે બંધ રૂમમાં બેસીને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવો શક્ય નથી. તેનો સામનો કરવા એકજૂટ થઈ વ્યાપક અને સંભવ રીત અપનાવવી પડશે. તેમણે કહ્યું કે વિકાસશીલ દેશોને ટેક્નોલોજી અને આર્થિક સમર્થન મળશે તો દુનિયા ઝડપથી પ્રગતિ કરશે.

ક્લાઇમેન્ટ ચેન્જની લડાઈ મહત્વનીઃ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જુ-20 સમિટમાં ક્લાઈમેટ ચેંજ અંગે કહ્યું છે કે વર્તમાન સમયમાં અમારું ધ્યાન કોરોનાથી લોકોનો જીવ અને અર્થતંત્રને બચાવવા પર છે. અમારી દ્રષ્ટિએ ક્લાઈમેન્ટ ચેન્જ સામેની લડાઈ પણ એટલી જ મહત્વની છે. ભારત આ મુદ્દે કરવામાં આવેલી પેરિસ સમજૂતીના લક્ષ્યાંકોને પૂરા કરવા ઉપરાંત તેનાથી આગળ જઈ રહ્યુ છે.

(આ પણ વાંચો-G-20 સમિટમાં મોદી:PMએ કહ્યું- બીજા વિશ્વ યુદ્ધ પછી કોરોના વિશ્વની સામે સૌથી મોટો પડકાર)

સરકારના પ્રયત્ન અંગે તેમણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ખતમ કરવાના અભિયાન અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે અમારા જંગલ વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. સિંહ અને વાઘની વસ્તી વધી રહી છે. 175 ગીગા વોટ રિન્યૂવલ એનર્જીના અમારા લક્ષ્યને નિયત સમય 2022 અગાઉ હાંસલ કરી લેવામાં આવશે. હવે અમે 2030 સુધીમાં 450 ગીગા વોટના લક્ષ્યાંકને હાંસલ કરવા માંગી છીએ.

CO2ના ઉત્સર્જનમાં વાર્ષિક 380 ટનનો ઘટાડો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારો લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 26 લાખ હેક્ટર બંજર જમીનને ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવવાનો છે. અમે LED લાઈટ્સને મોટી વસ્તી સુધી પહોંચાડી છે. તેનાથી કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પ્રત્યેક વર્ષ 380 ટનનો ઘટાડો થઈ રહ્યો છે.

પ્રકૃતિ સાથે તાલમેલ મેળવવો તે અમારી પરંપરા
PM મોદીએ કહ્યું કે પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવો તે અમારી પરંપરા અને મારી સરકારના કમિટમેંટને લીધે ભારતે લો કાર્બન અને ક્લાઈમેટની દ્રષ્ટિએ કરવામાં આવતા ડેવલપમેન્ટને અપનાવ્યું છે. વિકાસશીલ દેશોને ટેકનોલોજી અને આર્થિક મદદ મારફતે સમગ્ર વિશ્વ ઝડપભેર વિકાસ કરી શકે છે. માનવતાની સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિએ સમૃદ્ધ થવું જોઈએ. ભારતની આગામી પેઢીના પાયાગત માળખા જેવા કે મેટ્રો નેટવર્ક, જળ-માર્ગ અને અન્ય ઘણુબધુ બની રહ્યું છે.

ચીનના રાષ્ટ્રપતિએ પણ પેરિસ સમજૂતીના અમલ પર ભાર આપ્યો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G-20 સમિટમાં કહ્યું કે સંગઠનના સભ્ય દેશોને ક્લાઈમેટ ચેંજનો સામનો કરવા માટે આગળ આવવું જોઈએ. આ અંગે કરવામાં આવેલા પેરિસ સમજૂતીનું પાલન કરવું જોઈએ. અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તેનાથી ક્લાઈમેટ ચેન્જ સહિત પર્યાવરણને લગતા બીજા પડાકારોનો સામનો કરવાનો પ્રયત્ન વધારવાની આશા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને પેરિસ સમજૂતીથી બહાર કરી લીધુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો