તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Says Grief Of Partition Can Never Be Forgotten, Millions Of Brothers And Sisters Had To Become Homeless

14 ઓગસ્ટે 'પાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડે' મનાવાશે:PM મોદીએ કહ્યું- ભાગલાનું દુ:ખ ક્યારેય ભૂલી નહીં શકાય, લાખો ભાઈઓ-બહેનોને બેઘર થવું પડ્યું હતું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • PM મોદીએ 14 ઓગસ્ટને 'પાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડે' તરીકે મનાવવાની કરી જાહેરાત
  • દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને 'પાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડે' તરીકે ઊજવવાની જાહેરાત કરી છે. શનિવારે એક ટ્વીટમાં મોદીએ કહ્યું હતું કે દેશના ભાગલાની પીડાને ક્યારેય ભૂલી શકાય એમ નથી. નફરત અને હિંસાને કારણે આપણાં લાખો બહેનો અને ભાઈઓ બેઘર થયાં હતાં અને જીવ પણ ગુમાવ્યા હતા. તે લોકોનાં સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને ' પાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડે' તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે 'પાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડે 'નો આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા આપશે. એટલું જ નહીં, એ એકતા, સામાજિક સમરસતા અને માનવીય સંવેદનાઓને પણ મજબૂત બનાવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, કે દેશના ભાગલાની પીડાને ક્યારેય ભૂલી શકાય એમ નથી.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, કે દેશના ભાગલાની પીડાને ક્યારેય ભૂલી શકાય એમ નથી.

75મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કરશે PM મોદી
વડાપ્રધાન મોદી રવિવારે 75મા સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધન કરશે. ભારતની ઓલિમ્પિક ટુકડી 15 ઓગસ્ટે ખાસ મહેમાન તરીકે લાલ કિલ્લા પર હાજર રહેશે. 75મો સ્વતંત્રતા દિવસ આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે. દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર લાલ કિલ્લાના પ્રાંગણ પરથી PMના ભાષણનું જીવંત પ્રસારણ થશે.

દિલ્હી સહિત અનેક શહેરોમાં સ્વતંત્રતા દિવસની તૈયારી
આ તરફ રાજધાની દિલ્હી તેમજ દેશનાં ઘણાં શહેરોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. શુક્રવારે દિલ્હીના લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની પરેડ માટે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ્રામાં 75 પેરાટ્રુપર્સના પેરાબ્રિગેડ કર્મચારીઓએ શુક્રવારે ફ્રી ફોલ પ્રદર્શન કર્યું હતું.

પાકિસ્તાનના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ એકબીજાને મીઠાઈઓ આપી હતી.

દિલ્હીમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
દર વર્ષની જેમ લાલ કિલ્લા અને એની આસપાસના વિસ્તારો, સરહદી વિસ્તારો અને દિલ્હીમાં સુરક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ચિન્મોય બિસ્વાલે જણાવ્યું હતું કે કોઈપણ ખતરાનો સામનો કરવા માટે ડ્રોન, બલૂન અથવા અન્ય કોઈપણ વસ્તુ ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.