• Gujarati News
  • National
  • PM Modi Says As Many Weapons As Necessary For Fighting Are Needed, 90% Of The Aged Population Given A Single Dose Of Vaccine

કેન્સર ઈન્સ્ટીટ્યૂટનું ઉદ્ધાટન:PMમોદીએ કહ્યું- લડાઈ જેટલી અધરી હોય તેટલા હથિયારો પણ જરૂરી, ઉંમરલાયક વસ્તીમાંથી 90%ને વેક્સિનનો એક ડોઝ અપાયો

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને એક મોટી ભેટ આપી છે. PMએ આજે કોલકાતા સ્થિત ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનના બીજા પરિસરનું ઉદ્ધાટન કર્યું છે. પીએમ મોદીએ તેનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના દરેક નાગરિક સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવાની દિશામાં અમે વધુ એક પગલુ ભર્યું છે. તેનાથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ફાયદો મળશે.

ભારત 150 કરોડ વેક્સિન ડોઝના રેકોર્ડે પહોંચી ગયું
પીએમ મોદીએ કહ્યું કે વર્ષની શરૂઆત દેશના 15થી 18 વર્ષની ઉંમરના બાળકોના વેક્સિનેશનથી કરવામાં આવી હતી. આ સિવાય આજે વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ભારત 150 કરોડ વેક્સિન ડોઝના રેકોર્ડે પહોંચી ગયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અંધારુ જેટલું ગાઢ હોય છે તેટલું જ પ્રકાશનું મહત્વ હોય છે. જેટલા પડકારો વધે તેટલો જ હોંસલો આપણો ઉંચો થાય છે.

90 ટકા ઉંમર ધરાવતી વસ્તી લગાવી ચુકી છે વેક્સિન
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની મોટાભાગની ઉંમરલાયક વસ્તીમાંથી 90 ટકાએ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. માત્ર 5 દિવસની અંદર જ દોઢ કરોડથી વધુ બાળકોને વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. આ ઉપલબ્ધી આખા દેશની છે, દરેક સરકારની છે.

બંગાળને અત્યાર સુધીમાં 11 કરોડ ડોઝ ફ્રીમાં આપવામાં આવ્યા
સરકાર દ્વારા અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળને કોરોનાની વેક્સિનના લગભગ 11 કરોડ ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બંગાળને દોઢ હજારથી વધુ વેન્ટીલેટર, 9 હજારથી વધુ નવા ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવ્યા છે. 49 PSA નવા ઓક્સિજન પ્લાન્ટ્સે પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...