જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ મોદીની દેશને અપીલ- સાચી માહિતી આપો, અફવા ન ફેલાવો; એક પછી એક ચાર ટ્વિટ કરી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • +919013151515 નંબર પર મેસેજ મોકલી કોરોના વાઈરસને લગતી સાચી માહિતી શેર કરો
  • પીએમ મોદીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના વખાણ કર્યા
  • ટ્વિટરે COVID-19 નામનું એક ખાસ પેજ લોન્ચ કર્યું

નવી દિલ્હી: જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસ વિશે સાચી માહિતીઓ શેર કરો અને ખોટી રીતે ડર ન ફેલાવો. પીએમએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે, લોકો કોરોના વાઈરસ વિશે સાચી માહિતી શેર કરે અને ખોટી માહિતી ન ફેલાવી જોઈએ. પીએમએ કહ્યું છે કે, લોકોએ સાચી માહિતી શેર કરવા માટે ભારત સરકારે એક વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો છે. પીએમએ કહ્યું છે કે, આ નંબર દ્વારા લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણીત માહિતી મળવી શકશે.
વડાપ્રધાને કહ્યું છે કે, +919013151515 નંબર પર મેસેજ મોકલીને આ સેવા સાથે જોડાઈ શકાય છે. પીએમ મોદીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના વખાણ કર્યા છે. પીએમએ કહ્યું છે કે, ટ્વિટરે COVID-19 નામનું એક ખાસ પેજ લોન્ચ કર્યું છે. અહીં કોરોના વાઈરસ વિશે પ્રમાણિત સૂચના મેળવી શકાય છે. વડાપ્રધાને ગૂગલના પણ વખાણ કરતાં કહ્યું છે કે, આ ટેક કંપની પણ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને જાગ્રત કરી રહ્યા છે. ગૂગલે કોરોનાથી જાગ્રત કરવા માટે પાંચ કામ કરવાના કહ્યા છે.
વડાપ્રધાને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન રોકવા એલર્ટ રહેવા એક વીડિયો પણ શેર કરીને કહ્યું છે કે, તમારી પાસે પણ લોકોને જાગ્રત કરે તેવો વીડિયો હોય તો તેને હેશટેગ #IndiaFightsCorona સાથે શેર કરવો.

ગૂગલે જણાવ્યું છે કે, તમે તમારા હાથ વારંવાર ધોવો, ખાંસી ખાતી વખતે કોણીનો ઉપયોગ કરો, ચહેરાને વારંવાર હાથ ન લગાવવો. એક બીજા સાથે ત્રણ ફૂટનું અંતર રાખવું અને વધુને વધુ સમય ઘરે પસાર કરવો.

અન્ય સમાચારો પણ છે...