તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Said In A High level Meeting Every Vaccine Is Very Important; To Waste It Is To Deprive People Of Their Own Dose

વેક્સિનના બગાડને અટકાવવા આદેશ:PM મોદીએ ઉચ્ચ સ્તરની બેઠકમાં કહ્યું- દરેક વેક્સિન ખૂબ મહત્ત્વ ધરાવે છે; એનો બગાડ કરવો એટલે લોકોને પોતાના ડોઝથી વંચિત રાખવા

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના અને વેક્સિનની સ્થિતિ અંગે હાઇ લેવલની બેઠક યોજી. - Divya Bhaskar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના અને વેક્સિનની સ્થિતિ અંગે હાઇ લેવલની બેઠક યોજી.

દેશના અનેક રાજ્યોમાંથી વેક્સિનના બગાડને લગતી અનેક ઘટના સામે આવી રહી છે. આ અંગે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનું કડક વલણ અપનાવ્યું છે. તેમણે શુક્રવારે દેશમાં કોરોના અને વેક્સિનની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓને વેક્સિનના બગાડને અટકાવવા માટે કડક આદેશ આપ્યો હતો.

PM મોદીએ બેઠકમાં કહ્યું કે મહામારીના આ સમયમાં દરેક વેક્સિન ખૂબ મહત્ત્વ ધરાવે છે. એનો બગાડ કરવો એટલે લોગોએ પોતાના ડોઝથી વંચિત રાખવા. આ જ કારણથી આપણે દરેક બગાડને અટકાવવાનો રહેશે.

અધિકારીઓએ PM મોદી સમક્ષ વેક્સિન ઉત્પાદનનો રોડમેપ રજૂ કર્યો
બેઠકમાં રાજનાથ સિંહ, અમિત શાહ, ડો.હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર સહિત અને મોટા નેતા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે PM મોદીને વેક્સિન ઉત્પાદનના રોડમેપ તથા દેશમાં વેક્સિનેશનની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે એવી પણ માહિતી આપવામાં આવી કે સરકાર વેક્સિન તૈયાર કરતી કંપની સાથે મળી કામ કરી રહી છે. ઉત્પાદન એકમોને કાચા માલ-સામાન તથા આર્થિક સહાયતા સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

વેક્સિનના બગાડમાં ઝારખંડ-છત્તીસગઢ સૌથી આગળ
વેક્સિનનો બગાડ અનેક રીતે કરવામાં આવી રહ્યો છે. આ પૈકી એક ટ્રાન્સપોર્ટેશનના સમયે પણ વેક્સિનની અનેક શીશી તૂટી જાય છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પણ એક ડેટા જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઝારખંડ અને છત્તિસગઢમાં સૌથી વધારે વેક્સિનનો વ્યય થઈ રહ્યો છે. જોકે, આ સમયે બન્ને રાજ્ય સરકારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે સાચી માહિતી નથી.

પ્રથમ ડોઝની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ છોડ્યું
વેક્સિનની સૌથી વધારે એક ડોઝ લગાવવાની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારતમાં અત્યારસુધીમાં 17.2 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લગાવવામાં આવ્યો છે, જ્યારે અમેરિકામાં આ આંકડો હજુ 16.90 કરોડ સુધી પહોંચ્યો છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું કે ભારતમાં 60 ટકાથી વધારે વૃદ્ધ લોકોની વસતિને પણ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.​​​​​​​

​​​​​​​બંગાળમાં વેક્સિનના સર્ટિફિકેટ પર મોદીને બદલે મમતાના ફોટોના મુદ્દે વિવાદ
બંગાળ સરકાર રાજ્યમાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે મમતા બેનર્જીનો ફોટો લગાવી રહી છે. આ અંગે ભાજપે કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ આપદામાં પણ રાજકારણ શોધી રહી છે. જોકે, આ અગાઉ વિધાનસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસે જ સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો લગાવવાની બાબતની ટીકા કરી હતી. આ અંગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી હતી.