તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદીનો અધિકારીઓને આદેશ:ડેલ્ટા+વેરિએન્ટના વધી રહેલા જોખમ વચ્ચે વડાપ્રધાને કહ્યું-વેક્સિનેશનમાં NGOની મદદ લેવામાં આવે, ટેસ્ટિંગની ઝડપ ઓછી થવા ન દો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં શુક્રવારે 48 હજાર 618 નવા કેસ નોંધાયા
  • બેઠકમાં PMOના અધિકારીઓ, સ્વાસ્થ્ય સચિવ અને નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલ ઉપસ્થિત રહ્યા

દેશમાં કોરોનાના ડેલ્ટા+વેરિએન્ટના વધી રહેલા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં વેક્સિનેશનની સ્થિતિ અને કોરોનાની સ્થિતિ અંગે બેઠક યોજી હતી.

તેમા વેક્સિનેશન ડ્રાઈવની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં PMOના અધિકારીઓ, સ્વાસ્થ્ય સચિવ અને નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજવામાં આવી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે વડાપ્રધાને ડિસેમ્બર સુધી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. તેમણે ખાતરી આપી હતી કે ત્યા સુધીમાં દેશમાં પૂરતા પ્રમાણમાં ડોઝ હશે.

6 દિવસમાં કેનેડા વસ્તી કરતાં વધારે વેક્સિનેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપવામાં આવી હતી કે છેલ્લા 6 દિવસમાં દેશભરમાં 3.77 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. મલેશિયા, સાઉદી અરેબિયા અને કેનેડા જેવા દેશોની વસ્તી કરતાં તે વધારે છે. દેશ 128 જિલ્લામાં 45 વર્ષથી વધારે ઉંમરની 50 ટકા કરતાં વધારે વસ્તીને વેક્સિન લગાવી ચુક્યા છે. 16 જિલ્લામાં 90 ટકા કરતા વધારે 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાઈ છે.

અધિકારીઓએ વડાપ્રધાનને જણાવવામાં આવ્યું કે વેક્સિનેશન માટે લોકો સુધી પહોંચવા માટે નવી રીતે તપાસ કરવા અને તેને લાગૂ કરવા માટે રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છીએ. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસોમાં બિન સરકારી સંગઠનો અને અન્ય સામાજીક સંગઠનોને સામેલ કરવામાં આવે.

વેક્સિનેશનનો આંકડો 31 કરોડને પાર
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 31.48 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે. જેમાં 26.02 કરોડને પ્રથમ અને 5.45 કરોડને બન્ને ડોઝ લાગી ચૂક્યા છે. 21 જૂનથી દેશભરમાં નવી ગાઈડલાઈન મુજબ વેક્સિનેશ ડ્રાઈવ શરૂ થઈ છે, જેમા દરરોજ 50 લાખથી વધારે ડોઝ અપાઈ રહ્યા છે. કોવિન એપ મુજબ શનિવાર સાજે સાડા પાંચ વાગ્યા સુધીમાં 56.31 લાખ ડોઝ અપાઈ ગયા હતા.

દેશમાં 48 હજાર 618 નવા કેસ નોંધાયા
દેશમાં શુક્રવારે 48 હજાર 618 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 64,524 લોકોએ કોરોનાને હરાવ્યો અને 1182 લોકોના મોત થયા હતા. જ્યારે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા સંક્રમિતોની સંખ્યામાં 17,101 જેટલો ઘટાડો થયો છે.

10 રાજ્યમાં સંક્રમણ દર 5 ટકાથી વધારે
દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી રહી છે ત્યારે ચિંતાની વાત એ છે કે 10 રાજ્યોમાં હજુ પણ સંક્રમણનું પ્રમાણ 5 ટકાથી વધારે છે. એટલે કે આ રાજ્યોમાં પ્રત્યેક 100 ટેસ્ટ પર 5થી વધારે દર્દી મળી રહ્યા છે. આ રાજ્યોમાં સિક્કીમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, કેરળ, નાગાલેન્ડ, ગોવા, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...