• Gujarati News
  • National
  • PM Modi Mourns Death Of Padma Vibhushan Honored Historian Babasaheb Purandare At The Age Of 99

મહાન ઈતિહાસકારનું અવસાન:પદ્મ વિભૂષણથી સન્માનિત ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ 99 વર્ષે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાબા પુરંદરે- ફાઈલ ફોટો - Divya Bhaskar
બાબા પુરંદરે- ફાઈલ ફોટો

ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનુ સોમવારે સવારે પુણેના દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. હોસ્પિટલ સ્ટાફ પ્રમાણે પુરંદરેને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં પછીથી સ્થિતિ ગંભીર થયા બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમની સ્થિતિમાં સુધારો ન થઈ શક્યો.

જણાવામાં આવ્યું છે કે બાબા પુરંદરે પોતાના ઘરના બાથરુમમાં પડી ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર મળ્યા બાદ દેશભરમાં તેમના ચાહનારાઓએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ બાબાસાહેબ માટે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારની ઘોષણા કરી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બાબાસાહેબના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું.

કોણ હતા બાબા પુરંદરે?
બાબાસાહેબ પુરંદરે દેશના લોકપ્રિય ઈતિહાસકાર- લેખક હોવાની સાથે સાથે થિએટર કલાકાર પણ રહ્યા છે. તેમને છત્રપતિ શિવાજી મહારાજ પર પોતાની વિશેષજ્ઞતાઓ માટે જાણવામાં આવે છે. બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના પ્રશાસન અને તેમના કાળના કિલ્લાઓ પર પણ પુસ્તકો લખી. તેમના સિવાય તેમણે છત્રપતિના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટક- જાનતા રાજાનું પણ નિર્દેશન કર્યું હતુ.

પ્રધાનમંત્રી મોદી- ગૃહ મંત્રીએ શોક વ્યક્ત કર્યો
બાબા પુરંદરેના નિધન પર PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું દર્દને શબ્દોમાં વર્ણવી નથી શકતો. બાબાસાહેબનો જાણેલો ઈતિહાસ અને સંસ્કૃતિ દુનિયામાં બહુ મોટું કામ છે. તેમનો આભાર છે કે આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી રહેશે. બાબાસાહેબનું કામ પ્રેરણા આપનારું હતુ. હું જ્યારે પુણે ગયો હતો ત્યારે તેમનુ નાટક જનતા રાજા જોયુ હતુ, જે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત છે. બાબાસાહેબ જ્યારે અમદાવાદ આવતા હતા ત્યારે હું પણ તેમના કાર્યક્રમોમાં હાજરી આપતો હતો.

ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ સાથે પોતાની ફોટો શેર કરી કહ્યું કેટલાક વર્ષો પહેલા બાબાસાહેબ પુરંદરેજી સાથે મુલાકાત કરી એક લાંબી ચર્ચા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમની ઉર્જા અને વિચાર ખરેખર પ્રેરણીય હતા. તેમનુ નિધન એક યુગનો અંત છે. પ્રભુ તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.

અન્ય સમાચારો પણ છે...