વડાપ્રધાન મોદીએ શનિવારે રાષ્ટ્રના નામે સંબોધન કરીને ભારતને વેક્સિનેશન સાથે જોડાયેલાં અભિયાનને લઈને અનેક મોટી જાહેરાત કરી છે. જેમાં બે મોટી જાહેરાત ભારતમાં ભવિષ્યમાં આવનારી વેક્સિનને લઈને કરી છે. PMએ કહ્યું કે દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ વેક્સિન લોન્ચ થશે. એવામાં તે જાણવું મહત્વનું છે કે આખરે નેઝલ વેક્સિન શું છે અને ભારતમાં તેની મંજૂરીને લઈને કેવી પ્રગતિ થઈ છે.
શું છે નેઝલ વેક્સિન?
ભારતમાં મોટા ભાગના વયસ્કોને અત્યાર સુધી ઈન્જેક્શનથી જ કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જો કે બાળકોને દુખે તેવા વેક્સિનના ઈન્જેક્શનને બદલે નાકથી વેક્સિન આપવાનો પ્રસ્તાવ છે. માનવામાં આવે છે કે આ રીતે બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના ઉપાય વધુ અસરકારક છે, જેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ પણ છે.
કેમ અસરકારક છે નેઝલ વેક્સિન?
હાર્વર્ડના ઈમ્યુનોલોજિસ્ટ જોસ ઓર્દોવાસ મોન્ટેન્સ જણાવે છે કે વાયરસ વિરૂદ્ધની લડાઈને મજબૂત કરવી છે તો વેક્સિન ત્યાં જ લગાવવી જોઈએ જ્યાંથી વાયરસ શરીરમાં પ્રવેશે છે. જોસ જણાવે છે કે જે વેક્સિન આપણને હાથમાં લગાડવામાં આવે છે તેનાથી તેમાં રહેલા તત્વોને એન્ટીબોડિઝ અને ટી-કોશિકાઓ રક્તવાહિકાઓની આસપાસ પહોંચાડે છે.
પ્રૉ. જોસના જણાવ્યા મુજબ, જો વેક્સિન સીધી નાકથી આપવામાં આવે તો નાક, શ્વસન તંત્રના ઉપરના ભાગની સાથે ફેફસાંમાં મજબૂત ઈમ્યુનિટી બનશે. આ સાથે જ એન્ટીબોડિઝ અને ટી-કોશિકાઓ પણ પોતાનું કામ કરશે. જેનાથી ફાયદો એ થશે કે વાયરસ જ્યારે નાકથી પ્રવેશ કરશે ત્યારે નાકમાં રહેલા પ્રતિરોધક તંત્ર તેને નિષ્ક્રિય કરી દેશે. આશા છે કે નેઝલ વેક્સિન પછી બ્રેકથ્રૂના મામલાઓ પણ ખતમ થશે.
બાળકો માટે મજબૂત કવચ
લોવા યુનિવર્સિટીના પીડિયાટ્રિક પલ્મોનોલોજિસ્ટ પ્રૉ પોલ મેક્રેને કહ્યું કે, હાથમાં લગાડવામાં આવતી વેક્સિનની બદલે નાકથી વેક્સિન આપવામાં આવે તો બાળકો વધુ સહેલાયથી કોરોનાને હરાવી શકે છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે 80 લોકો પર વેક્સિનનું પરીક્ષણ કરવાના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.