તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Is Meeting At The Prime Minister's Residence; Rajnath Singh And Amit Shah Were Also Present

અફઘાનિસ્તાન મુદ્દે મહત્વની બેઠક:પ્રધાનમંત્રી નિવાસસ્થાને PM મોદીની હાઈ લેવલની બેઠક; રાજનાથ સિંહ અને અમિત શાહ પણ હાજર

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદી- ફાઈલ ફોટો - Divya Bhaskar
નરેન્દ્ર મોદી- ફાઈલ ફોટો
  • અફઘાનિસ્તાનમાં સરકારની રચના માટે તૈયારી તેજ, પાકિસ્તાન અને ચીન સહિત છ દેશને શપથ સમારંભમાં ભાગ લેવા આમંત્રણ, ભારતને નહીં

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પછી દુનિયાની નજર હાલ અફઘાનિસ્તાનની નવી સરકાર પર છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM આવાસ પર એક મહત્વની બેઠક કરી રહ્યા છે. જણાવામાં આવી રહ્યુ છે કે બેઠકમાં અફઘાનિસ્તાન વિશેની ચર્ચા ચાલી રહી છે. તેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર છે.

બીજી બાજુ તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની સરકારની રચના માટે તૈયારી તેજ કરી દીધી છે. પાકિસ્તાન અને ચીન સહિત છ દેશને શપથ સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ છ દેશમાં ભારતનો સમાવેશ થતો નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર પણ અફઘાનિસ્તાનમાં આકાર લઈ રહેલા ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નિવાસ ખાતે ચાલી રહેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ ઉપસ્થિત છે.

અન્ય સમાચારો પણ છે...