તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Modi Launches Eastern Dedicated Freight Corridor, Trains On Kanpur Delhi Route Will Not Be Late

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલગાડીયો માટે અલગ ટ્રેક:મોદીએ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના સેક્શનની શરૂઆત કરી, કહ્યું- ખેડૂતોને પણ ફાયદો થશે

નવી દિલ્હી2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ન્યુ ભાઉપુર-ન્યુ ખુર્જા સેક્શનનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું છે. તેનો ફાયદો એ થશે કે કાનપુર-દિલ્હી રૂટ પર ટ્રેન મોડી પડશે નહિ. માલગાડિયો પણ સમયે પહોંચી શકશે. મોદીએ ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની પણ શરૂઆત કરી. મોદીએ કહ્યું કોરિડોરથી ખેડૂતોને પણ ફાયદો થશે.

શું છે EDFC?
ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એટલે કે EDFC વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. તેને માલવાહક ટ્રેનો માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે તેની પર માત્ર માલવાહક ગાડીઓ જ દોડશે. 351 કિલોમીટર લાંબો આ કોરિડર ન્યુ ભાઉપુર-ન્યુ ખુર્જા સેક્શન સુધી છે. તેને 5750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેની કુલ લંબાઈ 1856 કિલોમીટર છે. જે પંજાબના લુધિયાણાથી શરૂ થઈને હરિયાણા, યુપી, બિહાર અને ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળના દાનકુની સુધી જશે.

તેની સાથે જ કેન્દ્ર સરકાર 1504 કિલોમીટર લાંબા વેસ્ટર્ન કોરિડોરનું નિર્માણ પણ કરાવી રહી છે. તે ગ્રેટર નોઈડાના દાદરીથી શરૂ થઈને મુંબઈ જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી બની રહ્યો છે. કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં માલ વાહક ટ્રેનો માટે અલગથી પાટા નાખવાનો નિર્ણય લીધો છે.

મોદીના ભાષણની 5 મુખ્ય વાતો

1. ઈન્ફ્રાસ્ટ્રકચરનો ગ્રોથ વિકાસ માટે મહત્વનો
મોદીએ કહ્યું કે નવા ફ્રેટ કોરિડોરમાં મેનેજમેન્ટ અને ડેટા સાથે જોડાયેલી ટેકનોલોજી ભારત જ તૈયાર કરવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો ગ્રોથ કોઈ પણ દેશનો સૌથી મોટો સોર્સ છે. તે જેટલો મજબુત થાય છે, રાષ્ટ્રનો વિકાસ એટલો જ ઝડપથી થાય છે. ભારતમાં છેલ્લા છ વર્ષમાં આધુનિક કનેક્ટિવિટી પર કામ થઈ રહ્યું છે. હાઈવે હોય, રેલવે હોય કે વોટર વે હોય દરેકમાં ઝડપથી કામ થઈ રહ્યું છે.

2. નવા કોરિડરથી ખેડૂતોને પણ ફાયદો થશે
આ કોરિડોરથી માલગાડીયોની ગતિ ત્રણ ગણી થશે. બેગણા માલની હેરફેર થઈ શકશે. આ ટ્રેક પર ડબલ ડેકર માલગાડીયો ચલાવી શકાશે. તેનાથી કારોબાર વધશે, રોકાણ વધશે, રોજગારીની નવી તકો સર્જાશે. કારોબારી હોય, ખેડૂત હોય કે કન્ઝ્યુમર બધાને તેનો ફાયદો મળશે.

3. ઈન્ફ્રાસ્ટ્રકચર કોઈ પક્ષની વિચારધારા નથી, વિકાસનું માર્ગદર્શક
જે પાટાઓ પર ટ્રેન ચલાવવાની હતી, તેમાં રોકાણ જ કરવામાં આવ્યું નથી. રેલવે નેટવર્કને લઈને તે ગંભીરતા જ ન હતી. હવે ભારત આધુનિક ટ્રેનોનું નિર્માણ પોતાના માટે પણ કરી રહ્યું છે અને નિકાસ પણ કરી રહ્યું છે. દેશનું ઈન્ફ્રાસ્ટ્રકચર કોઈ પક્ષની વિચારધારા નથી, દેશના વિકાસનું માર્ગદર્શક હોય છે. રાજકીય પક્ષોને જો સ્પર્ધા કરવી હોય તો ક્વોલિટી, સ્પીડ અને સ્કેલની કરે.

4. અગાઉની સરકારના કારણે પ્રોજેક્ટ અટકી ગયો હતો
2006માં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. તે પછી કાગળો અને ફાઈલોમાં જ બનતો રહ્યો. કેન્દ્રએ રાજ્યોની સાથે જે એજન્સીઓ સાથે વાતચીત કરવાની હતી તે થઈ ન હતી. તેના કારણે કામ અટકી ગયું. તેના માટે પૈસા પણ મંજૂર થયા. તે પણ યોગ્ય રીતે ખર્ચ ન થયા. તેનું બજેટ 2014માં 11 ગણું વધી ગયું. મેં સ્ટેક હોલ્ડર સાથે વાત કરી, સમીક્ષા માટે કેન્દ્રએ રાજ્ય સરકારોને પ્રેરિત કરી.

5. દેશની સંપતિ કોઈ પક્ષની સંપતિ નથી
હું વધુ એક માનસિકતાનું વર્ણન કરવા માંગું છું. દેશમાં કરવામાં આવતા દેખાવોમાં દેશની સંપતિને નુકસાન કરવામાં આવે છે. આ કોઈ પક્ષની સંપતિ નથી. તેમાં દેશના ગરીબ અને સામાન્ય વ્યક્તિઓના પણ પૈસા લાગેલા છે. આ કારણે આપણે રાષ્ટ્રીય ફરજને ન ભૂલવી જોઈએ. રેલવેને નિશાન બનાવવામાં આવે છે, તે મુશ્કેલ સમયમાં કઈ રીતે દેશને કામ આવે છે તે કોરોના દરમિયાન જોવા મળ્યું.

તેનાથી શું ફાયદો થશે

  • કાનપુર, કન્નૌજ, કાનપુર દેહાત, ઐરૈયા, ફતેહપુર, ઈટાવા, ફિરોજાબાદ, ફરુખાબાદ, બુલંદશહર, અલીગઢ અને આસપાસની ઈન્ડસ્ટ્રી માટે ફાયદાકારક સાબિત થશે.
  • નોર્મલ રેલ લાઈન પર દબાણ ઓછું થશે અને તેના પગલે ટ્રેનની સંખ્યા વધારી શકાશે.
  • પેેસેન્જર ટ્રેન મોડી પડવાનું બંધ થઈ જશે.
  • અનાજ અને બીજા સામાનને નક્કી સમયે ડેસ્ટિનેશને પહોંચાડી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો