વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે પોતાના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. વડાપ્રધાન એથ્લીટોને તેમના શાનદાર પ્રદર્શન કરવા માટે સન્માનિત કરી રહ્યા છે. પીએમ મોદીએ ખેલાડીઓનું સન્માન કરતાં પહેલાં તેમની સાથે બ્રેક-ફાસ્ટ પણ કર્યો. આ સિવાય તેમણે બ્રોન્ઝ મેડલ જીતનાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સાથે પોતાનો આઇસક્રીમ ખાવાનો વાયદો પણ નિભાવ્યો. તસવીરોમાં જુઓ મોદીની ખેલાડીઓ સાથેની મુલાકાત...
તાળીઓના ગડગડાટ સાથે થયું હતું ખેલાડીઓનું સન્માન
ગઈકાલે 15 ઓગસ્ટના પ્રસંગે લાલા કિલ્લા પર ઝંડો ફરકાવ્યા પછી નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020માં ભાગ લેનારા ખેલાડીઓને લઈને કહ્યું હતું કે એથ્લીટ્સ પર વિશેષ કરીને આપણે એ ગર્વ કરી શકીએ છીએ કે તેમણે માત્ર દિલ જ જીત્યું નથી, તેમણે આવનારી પેઢીઓને પ્રેરિત કરવાનું ઘણું મોટું કામ કર્યું છે. PM ખેલાડીઓને મળવા તેમની વચ્ચે પણ ગયા. આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવ્યું.
ટોક્યોમાં ગયું હતું સૌથી મોટું દળ
ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે ભારત તરફથી 228 સભ્યોનું દળ મોકલવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં મોકલવામાં આવેલું આ અત્યારસુધીનું સૌથી મોટું દળ હતું.
ભારતે જીત્યા 7 મેડલ
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારત આ વખતે એક ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીતવામાં સફળ રહ્યું. ભારતે એક ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું નામ કર્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.