તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • PM Modi Explains Minimum Government And Maximum Governance Narendra Modi Cabinet Minister List Explained Today

મંત્રીમંડળનું મોદી મોડલ:'સરકારિયા કમિશન'ને મોદીએ હંમેશાં આપ્યું મહત્ત્વ, સાથે પક્ષનો અસંતોષ અને જ્ઞાતિ-પ્રદેશનું સંતુલન પણ જાળવ્યું; જાણો કેબિનેટ વિસ્તરણ વિશે બધું જ

2 મહિનો પહેલાલેખક: તન્હા પાઠક પટેલ
 • કૉપી લિંક
 • સરકારિયા કમિશન મુજબ બંને ગૃહના ચૂંટાયેલા કુલ સભ્યોના 15 ટકાને મંત્રી બનાવી શકાય

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટમાં આજે ખૂબ મોટો ફેરફાર આવી શકે છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત કેબિનેટ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવે છે કે આ કેબિનેટ વિસ્તરણમાં આગામી વર્ષે આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. એ ઉપરાંત બીજેપીના નારાજ સભ્યોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં ઓછા મંત્રીઓ સાથે સરસ સરકાર ચલાવવાના મતમાં રહ્યા છે, તેથી તેમણે કદી સરકારિયા કમિશનનો નિયમ પણ તોડ્યો નથી. સરકારિયા કમિશન પ્રમાણે લોકસભા અને રાજ્યસભાના કુલ સભ્યોના 15 ટકા સભ્યો મંત્રીમંડળમાં રાખી શકાય છે, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા પછી પણ તેમણે હંમેશાં ઓછામાં ઓછા મંત્રીઓ સાથે સારામાં સારી સરકાર ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે સમયાંતરે મોદી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું છે અને નવા યુવા ચહેરાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જોકે સાથે સાથે જેમનું કામ સારું ના હોય તેમને મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો પણ બતાવવામાં આવ્યો છે.

હાલની સ્થિતિમાં લોકસભા અને રાજ્યસભાના કુલ સભ્યોની સરખામણીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 મંત્રી રાખી શકાય, પરંતુ અત્યારે મંત્રીમંડળમાં 53 સભ્ય જ છે, એટલે એનો અર્થ એવો થાય કે મંત્રીમડળમાં 28 સભ્યને લઈ શકાય એટલી શક્યતા છે. જોકે આજના વિસ્તરમાં મોદી કેબિનેટમાં 20 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવી શકે છે. જોકે હાજર અમુક લોકોને કેબિનેટમાંથી બહાર કાઢવામાં પણ આવી શકે છે. કેબિનેટ વિસ્તરણમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને ફોકસ કરવામાં આવશે. અહીંના નેતાઓને મંત્રીપદ મળી શકે છે, જ્યારે બિહારના જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટીના પશુપતિ પારસને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે.

સાત વર્ષમાં માત્ર ત્રણવાર થઈ મંત્રીમંડળમાં ફેરબદલ
મોદી સરકારમાં સાત વર્ષમાં માત્ર ત્રણવાર મંત્રીમંડળનું વિસ્તરણ અથવા ફેરબદલ કરવામાં આવ્યો છે, તે જ એક રેકોર્ડ સમાન છે. 2014થી 2019 દરમિયાન મોદીએ માત્ર ત્રણવાર મંત્રીમંડળમાં ફેરફારો કર્યા છે.

પહેલીવાર 9 નવેમ્બર 2014માં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને 21 નેતાને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. એ સમયે સરકારમાં 4 નવા કેબિનેટ મંત્રી, 3 સ્વતંત્ર પ્રભારી રાજ્યમંત્રી અને 14 રાજ્યમંત્રી સહિત કુલ 21 મંત્રીઓને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ઓછા મંત્રીઓ સાથે સારામાં સારી સરકાર ચલાવવાનો વડાપ્રધાન મોદીનો મંત્ર.
ઓછા મંત્રીઓ સાથે સારામાં સારી સરકાર ચલાવવાનો વડાપ્રધાન મોદીનો મંત્ર.

બીજી વાર 5 જુલાઈ 2016માં પહેલીવાર 19 નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા અને પાંચ રાજ્યોના મંત્રી જેમના કામથી મોદી સરકારને સંતોષ નહતો તેમને મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો પણ બતાવવામાં આવ્યો હતો. કેબિનેટમાં 10 રાજ્યમાંથી 19 નવા ચહેરાની એન્ટ્રી કરવામાં આવી હતી. તેમાં રાજ્યમંત્રી પ્રકાશ જાવડેકરને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. મોદી સરકારને પહેલી ટર્મના કાર્યકાળને બે વર્ષ પૂરા થતાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમાં છ મંત્રીઓને બહારનો રસ્તો પણ દેખાડવામાં આવ્યો હતો.
માનવામાં આવે છે કે આ કેબિનેટ બનાવતી વખતે ઉત્તરપ્રદેશનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વર્ષ 2017માં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુપ્રિયાને મંત્રી બનાવીને કુર્મી સમાજને સાથે રાખ્યો અને શાહજહાંપુરમાંથી સાંસદ કૃષ્ણા રાજને દલિત સમાજનો ચહેરો બનાવવામાં આવ્યો હતો.

ત્રીજી અને છેલ્લી વાર 3 સપ્ટેમ્બર 2017માં મોદી સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. 3 વર્ષના કાર્યકાળમાં આ મોદી સરકારનું આ ત્રીજું વિસ્તરણ હતું, જેમાં 9 નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા હતા. આ સિવાય 4 મંત્રીને તેમના કામના આધારે પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ કેબિનેટમાં ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને નકવીને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નવી કેબિનેટ પર ન્યૂ ઈન્ડિયા વિશે પીએમ મોદીના નક્કી કરેલા નવા ટાર્ગેટ પૂરા કરવાની જવાબદારી હતી.
આ કેબિનેટમાં યુપી અને બિહારને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. બિહારમાં આરાના આરકે સિંહ અને બક્સરથી અશ્વિની ચૌબે કેન્દ્રીય મંત્રી બન્યા હતા. યુપીના બાગપતના સાંસદ સતપાલ સિંહ અને રાજ્યસભાના સાંસદ શિવપ્રતાર શુક્લ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં 3 વખત વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં 3 વખત વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

2019માં ફરી સરકાર બનતા મોદી સરકારનું નવું મંત્રીમંડળ 2.0 બન્યું

 • કેન્દ્રમાં ફરી વખત બીજેપીની સરકાર બનતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 58 મંત્રીએ શપથ લીધા હતા. આ મંત્રીઓમાં 24 કેબિનેટ, 9 સ્વતંત્ર પ્રભાર અને 24 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમયે પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને કેબિનેટ મંત્રી બનાવતાં એ ચર્ચાનો વિષય બન્યો હતો.
 • આ મંત્રીમંડળ જાતીય અને ધાર્મિક આધાર પર પણ બનાવવામાં આવ્યું હોય એવું માનવામાં આવતું હતું. આ કેબિનેટમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાકાર કરવાનો પ્રયત્ન દેખાતો હતો. આ મંત્રીમંડળમાં ઉચ્ચ જાતિના 32 અને પછાત જાતિના 13 મંત્રીને સ્થાન આપવામાં આવ્યું હતું. 9 મંત્રી બ્રાહ્મણ સમુદાયના હતા, 3 નેતા ઠાકુર સમાજના હતા અને ઓબીસી સમાજમાંથી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત 6 મંત્રીઓ અનુસૂચિત જાતિ અને 4 મંત્રીને અનુસૂચિત જનજાતિમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.

કદાવર નેતાઓને મહત્ત્વની જવાબદારી સોંપાઈ
બીજા ટર્મના પ્રથમ મંત્રીમંડળમાં બીજેપીના કદાવર નેતાઓને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમાં અમિત શાહને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય, નિર્મલા સીતારમણને નાણાં વિભાગ અને પૂર્વ એસ. જયશંકરને વિદેશ મંત્રાલયનો કારભાર સોંપવામાં આવ્યો હતો. આ સિવાય પીયૂષ ગોયલને રેલ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

બીજી ટર્મમાં મોદી સરકારે 58 મંત્રી સાથે કરી હતી શરૂઆત.
બીજી ટર્મમાં મોદી સરકારે 58 મંત્રી સાથે કરી હતી શરૂઆત.

સરકારિયા કમિશન પ્રમાણે મંત્રીમંડળની સંખ્યા નક્કી થાય છે

 • સરકારિયા કમિશન પ્રમાણે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના કુલ સભ્યોની સંખ્યાના 15 ટકા પ્રમાણે મંત્રીમંડળની રચના કરવામાં આવે છે. લોકસભાના 545 અને રાજ્યસભાના 250 એમ કુલ 795 સભ્યના 15 ટકા સભ્યો મંત્રીમંડળમાં રાખી શકાય છે. અત્યારે આપણે 81 સભ્ય મંત્રીમંડળમાં રાખી શકીએ છીએ, પરંતુ હાલ મંત્રીમંડળમાં 53 સભ્ય છે. આમ, અત્યારે મંત્રીમંડળમાં અન્ય 28 સભ્યનો સમાવેશ કરી શકાય એમ છે.
 • બંધારણ પ્રમાણે પહેલાં બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાના 10 ટકા સભ્યોને મંત્રીમંડળમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 1990માં દિનેશ ગોસ્વામી કમિટી દ્વારા આ સભ્ય સંખ્યા 15 ટકા રાખવાની ભલામણ કરવામાં આવી હતી. એ સમયે અરુણ જેટલી કાયદામંત્રી હતા અને આ ભલામણ મંજૂર રાખવામાં આવી હતી.
 • રાજ્ય સરકારમાં પણ નિયમ પ્રમાણે ઓછામાં ઓછા 12 સભ્યોને મિનિસ્ટર્સ રાખી શકાય છે અથવા વધુમાં વધુ કુલ સભ્યોના 15 ટકા સભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાય છે.
 • સરકારી કમિશનની સ્થાપના 1983માં ભારતની કેન્દ્ર સરકારે કરી હતી. સરકારિયા કમિશનનું ચાર્ટર વિવિધ વિભાગો પર કેન્દ્ર-રાજ્ય સંબંધોની તપાસ કરવાનું હતું અને ભારતના બંધારણની માળખામાં પરિવર્તન સૂચવવાનું હતું. ભારતના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રણજિતસિંહ સરકારિયાના અધ્યક્ષપદે આ પંચનું નામ આપવામાં આવ્યું હતું.
પક્ષનો અસંતોષ અને જ્ઞાતિ-પ્રદેશના સંતુલન વિશે મોદીએ હંમેશા ધ્યાન રાખ્યું છે
પક્ષનો અસંતોષ અને જ્ઞાતિ-પ્રદેશના સંતુલન વિશે મોદીએ હંમેશા ધ્યાન રાખ્યું છે

નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી તરીકેનો ગુજરાત સાથેનો ઈતિહાસ
નરેન્દ્ર મોદી પ્રથમ ચૂંટણી ગુજરાતથી લડ્યા હતા

2001માં કચ્છમાં ભયાનક ધરતીકંપ આવ્યો હતો અને એ બાદ પેટાચૂંટણીમાં ભાજપને સાબરમતી અને સાબરકાંઠા આ બે સીટ પર હાર મળી હતી અને સામે પ્રજાનું વલણ પણ બીજેપીની વિરુદ્ધ દિશામાં જોવા મળતું હતું. તે સમયે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પાર્ટીએ તેમને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કેશુભાઈ પટેલની કેબિનેટ મળી હતી, જેમાં 2002ની વિધાનસભા ચૂંટણી પછી ફેરફાર કરવામાં આવ્યા હતા.

રૂપાણી તોડ્યો મોદીનો રેકોર્ડ
રૂપાણીએ ગુજરાતની સ્થાપના 1960થી લઈ અત્યારસુધીના સૌથી વધુ મંત્રીઓ ધરાવતી સરકાર બનાવી છે. અત્યારસુધી સૌથી વધુ મંત્રીઓ રાખવાનો રેકોર્ડ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો હતો. મોદીના 21 મંત્રીના મંત્રીમંડળનો રેકોર્ડ તોડી રૂપાણીએ 24 મંત્રીવાળા મંત્રીમંડળનો રેકોર્ડ સ્થાપ્યો છે.
અત્યારસુધીમાં ગુજરાતમાં સૌથી વધુ મંત્રીઓ ધરાવતી સરકાર નરેન્દ્ર મોદીની હતી, પરંતુ ગુજરાતમાં રૂપાણીની સરકાર બની ત્યારથી જેમ જેમ સરકારની અસ્થિરતા અને અસંતોષ વધે તેમ તેમ નવા મંત્રીઓ ઉમેરવા પડે. રૂપાણીએ 2018માં સરકાર બનાવ્યા પછી બે વખત મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. હાલમાં રૂપાણી સરકાર એવી પરિસ્થિતિમાં આવી છે કે મંત્રીઓ વધુ છે અને ખાતાં ઓછાં પડી રહ્યાં છે.

મોદી સરકાર વખતે કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા

વર્ષમુખ્યમંત્રીમંત્રીમડળનું કદ
2002નરેન્દ્ર મોદી17
2007નરેન્દ્ર મોદી19
2012નરેન્દ્ર મોદી21
2014વિજય રૂપાણી24
અન્ય સમાચારો પણ છે...