તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Says Supply Should Be Without Any Hassle, Home Ministry Tells States Do Not Stop Vehicles Carrying Oxygen

કોરોના વિરૂદ્ધની લડાઈ જોરશોરમાં:કેન્દ્રએ રાજ્યોને કહ્યું- ઓક્સિજનવાળી ગાડીઓને ન રોકવામાં આવે, મોદીએ 3 મીટિંગ્સ માટે આવતીકાલની બંગાળ મુલાકાત રદ કરી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાને ઓક્સિજન પ્રોડક્શન, તેના ડિસ્ટ્રીબ્યુશનમાં તેજી, હેલ્થ કેર ફેસિલિટીમાં ઓક્સિજન સપ્લાઈ માટે નવા રસ્તાઓ શોધવા પર ભાર મૂક્યો

દેશમાં ઓક્સિજનના સપ્લાઈને લઈને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ રિવ્યુ બેઠક કરી. તેમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાજ્યોને અપાઈ રહેલા ઓક્સિજન સપ્લાઈમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવી જોઈએ. તેમણે દેશની હાલની સ્થિતિને જોતા ઓક્સિજનના પ્રોડક્શન અને સપ્લાઈને વધારવાની પદ્ધતિઓ પર ભાર આપવાની વાત કહી. દેશમાં કોરોનાને લઈને શુક્રવારે સવારે 9 વાગ્યે પણ એક હાઈલેવલની મીટિંગ થવાની છે. જે બાદ કોરોનાથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીની સાથે પણ મોદી 10 વાગ્યે સવાર બેઠક કરશે. ઓક્સિજન મેન્યુફેક્ચર્સ સાથે પણ તેમની વર્ચ્યુઅલ મીટિંગ બપોરે 12ઃ30 વાગ્યે મળશે.

આ મીટિંગ્સને પગલે નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાની બંગાળ મુલાકાત રદ કરી છે. તેઓએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. તેઓે અહીં 4 જિલ્લાની 56 વિધાનસભા સીટ માટે 4 રેલીઓ કરવાના હતા. જો કે સાંજે 5 વાગ્યે તેઓ વર્ચ્યુઅલ રાજ્યના વોટર્સને અપીલ કરશે.

ઓક્સિજનના મુદ્દે દેશની 6 હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે ઓક્સિજન સપ્લાઈવાળી ગાડિઓને ન રોકવામાં આવે.

મોદીની મીટિંગના 4 પોઈન્ટ્સ
1. અધિકારીઓએ વડાપ્રધાનને જણાવ્યું કે અમે રાજ્યોની સાથે મળીને પ્રસ્તાવિત ઓક્સિજન પ્લાન્ટ્સને ઝડપથી શરૂ કરવા પર કામ કરી રહ્યાં છે.

2. છેલ્લા થોડા દિવસોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજનમાં પ્રત્યેક દિવસે 3 હજાર 300 મેટ્રિક ટનનો વધારો થયો છે. તેમાં પ્રાઈવેટ, સરકારી સ્ટીલ પ્લાન્ટ, ઈન્ડસ્ટ્રીઝ અને ઓક્સિજન મેન્યુફેકચર્સ પણ મદદ માટે આવ્યા છે. તેમણે બિનજરૂરી ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ માટે ઓક્સિજન સપ્લાઈ રોકી દીધો છે.

3. રાજ્યોને તેમની જરૂરિયાત મુજબનો ઓક્સિજન આપવાનું નિશ્ચિત કરાઈ રહ્યું છે અને તેના માટે રાજ્યો સાથે સતત વાત કરવામાં આવી રહી છે. 21 એપ્રિલથી 20 રાજ્યોમાં પ્રત્યેક દિવસે 6 હજાર 785 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન જરૂરિયાત પડી રહી છે અને તેમને સરકાર તરફથી 6 હજાર 800 મેટ્રિક ટન ઓક્સિજન અપાઈ રહ્યો છે.

4. વડાપ્રધાને ઓક્સિજન પ્રોડક્શન, તેના ડિસ્ટ્રીબ્યુશનમાં તેજી, હેલ્થ કેર ફેસિલિટીમાં ઓક્સિજન સપ્લાઈ માટે નવા રસ્તાઓ શોધવા પર ભાર મૂક્યો છે.

ઓક્સિજન વાળી ગાડીઓની મુવમેન્ટ પર સમયનો કોઈ પ્રતિબંધ નથી
એકમાંથી બીજા જિલ્લા કે વિસ્તારમાં ઓક્સિજન લઈને જઈ રહેલી ગાડીઓને રોકી નહી શકાય. ઓક્સિજન લઈને જઈ રહેલી ગાડીઓ પર એકથી બીજા રાજ્યોમાં જવા પર પણ કોઈ પ્રતિબંધ નહિ રહે. ઓક્સિજન મેન્યુફેકચર્સને એમ કહી શકાશે નહિ કે તે કોઈ એક રાજ્ય કે શહેરની હોસ્પિટલને જ પોતાનો સપ્લાઈ મોકલે. શહેરની અંદર પણ ઓક્સિજન વાળી ગાડીની મુવમેન્ટ પર સમયનો કોઈ પ્રતિબંધ લાગુ રહેશે નહિ.

અન્ય સમાચારો પણ છે...