તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન મોદીએ ગુરુવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા ગોરખપુરમાં યોજાઈ રહેલા ચૌરી ચૌરા કાંડના શતાબ્દી સમારોહનું ઉદ્ધાટન કર્યું. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉત્તરપ્રદેશ સરકાર આ સમારોહની ઉજવણી કરી રહી છે. આ ઘટના પર પણ PM મોદી ખેડૂતોનો ઉલ્લેખ કરવાનું ચૂક્યાં નથી. તેમણે કહ્યું કે, દેશની પ્રગતિ પાછળ ખેડૂતો જ છે. તેમણે ચૌરી-ચૌરા સંઘર્ષમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી.
મોદીએ કહ્યું કે, છેલ્લા છ વર્ષમાં અમે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પગલા ભર્યા છે. આ જ કારણ રહ્યું કે, કોરોના દરમિયાન પણ એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, મંડીઓને ખેડૂતો માટે ફાયદાકારક બનાવવા માટે 1,000 વધુ મંડીઓને E-NAMથી જોડાશે.
મોદીએ કહ્યું કે, આ પવિત્ર ભૂમિ પર બલિદાન આપનાર દેશના સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપનાર શહીદોને પ્રણામ કરું છું. સો વર્ષ પહેલા ચૌરી-ચૌરામાં જે બન્યું તે માત્ર આગ ચાંપી દેવાની ઘટના ન હતી. તે આંદોલન ઘણું વ્યાપક હતું, પહેલા જ્યારે પણ તેની વાત થઈ ત્યારે આ ઘટનાને અગ્નિદાહ તરીકે જોવામાં આવી. આવું કેમ બન્યું તે પણ જોવું જરૂરી છે. તે આગ પોલીસ સ્ટેશનમાં જ નહીં પણ લોકોના દિલમાં પણ લાગી હતી.
વડાપ્રધાન મોદીના ભાષણની મહત્વની વાતો..
1.‘શહીદોને ઈતિહાસમાં વધુ સ્થાન નથી મળ્યું’
તેમણે કહ્યું કે, આજથી ચૌરી-ચૌરામાં જે કાર્યક્રમ શરૂ થઈ રહ્યાં છે તે આખા વર્ષ ચાલશે. આ દરમિયાન અહીં શહીદોને યાદ કરાશે. દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે, એવામાં આ વધુ પ્રાસંગિક બની રહ્યું છે. ચૌરી-ચૌરા સંગ્રામના શહીદોને ભલે ઈતિહાસના પાનામાં પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું નથી, પણ તેમનું લોહી આ માટી સાથે મળેલું છે, જે આપણને પ્રેરણા આપતું રહે છે.
2.મહામનાને યાદ કરવાનો પણ દિવસ
અંગ્રેજી હુકુમત તો સેંકડો સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે અડી ગઈ હતી, પણ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીના પ્રયાસોથી સેંકડો લોકોને ફાંસીથી બચાવી લેવાયા હતા.એવામાં આ દિવસ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીને યાદ કરવાનો પણ છે. આ કાર્યક્રમોમાં યુવાનો સ્પર્ધામાં પણ ભાગ લઈ રહ્યાં છે. તેમને સ્વતંત્રતાના ઘણા ન જોયેલા પાસા ખબર પડશે.
3.સામૂહિકતાની શક્તિ ભારતને મોટી તાકાત બનાવશે
મોદીએ કહ્યું કે, શતાબ્દી સમારોહના કાર્યક્રમોને લોક કળા અને આત્મનિર્ભરતા સાથે જોડવાના પ્રયાસ કરાયા છે. સામૂહિકતાની જે શક્તિએ ગુલામીને સાંકળને તોડી હતી, તે શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. આ શક્તિ આત્મનિર્ભરનો મૂળભૂત આધાર છે. આ દેશને 130 કરોડ દેશ વાસીઓ માટે આત્મનિર્ભર બનાવી રહ્યાં છે.
આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના 150થી વધુ દેશો માટે દવા મોકલી છે. ભારતે અનેક દેશોના નાગરિકોને ઘરે સુરક્ષિત મોકલ્યા છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહ્યો છે.
4.બધા કહેતા હતા કે ટેક્સ વધારવો પડશે, પણ અમે આવું ન કર્યું
બજેટ પહેલા લોકો કહેતા હતા કે કોરોના સંકટના કારણે સરકારે જનતા પર બોઝ નાંખવો જ પડશે. ટેક્સ વધારવો પડશે, પણ સરકારે આવું ન કર્યું. સરકારે દેશને આગળ વધારવા માટે વધુ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ વસ્તુ માટે કામ કરનારની પણ જરૂર પડશે. આનાથી દેશના યુવાનોને રોજગાર મળશે.
5.આપણા વેક્સિનેશન પ્રોગ્રામથી અન્ય દેશોએ શીખ લીધી
આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના 150થી વધુ દેશો માટે દવા મોકલી છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહ્યો છે. દેશે કોરોનાની લડાઈ જે રીતે લડી, તેની દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. આપણા વેક્સિનેશન અભિયાનથી અન્ય દેશ પણ શીખ લઈ રહ્યાં છે.
6.પહેલા વોટ બેન્કની જ ખાતાવહી બજેટ હતું
પહેલા આપણા અહીં બજેટમાં એવું હતું કે, કોઈના નામે કેટલી જાહેરાત કરાઈ. બજેટને વોટ બેન્કની ખાતાવહી બનાવી દેવાઈ હતી. પહેલાની સરકારોએ બજેટને એવી જાહેરાતોનું માધ્યમ બનાવી દીધું હતું, જે પુરી નથી કરી શકતા. હવે દેશે તે વિચાર બદલી દીધો છે.
1922માં સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ ચૌરી ચૌરામાં એક પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 22 પોલીસકર્મી માર્યા ગયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
શહીદોના પરિવારજનોને સન્માનિત કરાશે
આ ઘટનામાં જીવ ગુમાવનાર સત્યાગ્રહીઓને શહીદ માનવામાં આવ્યા હતા. ચૌરી ચૌરા કાંડના શતાબ્દી વર્ષ પર તેમના પરિવારજનોને સન્માનિત કરાશે. સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવશે. સાંજે દરેક શહીદ સ્થળ પર દીપ પ્રગટાવશે. શહીદોની યાદમાં સાંસ્કૃતક કાર્યક્રમ પણ યોજાશે.
આ દરમિયાન એક સાથે 30 હજારથી વધુ લોકો વંદે માતરમ ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. તમામે નક્કી સમયે વંદે માતરમ્ ગાતા વિડિયો અપલોડ કરવાનો રહેશે.
હવે કાંડ નહીં, જનવિદ્રોહ કહેવાશે ઘટના
ચૌરીચૌરા વિદ્રોહને અત્યાર સુધી ‘કાંડ’ના રૂપમાં યાદ કરાતો હતો, પણ વડાપ્રધાન શહીદોના સન્માનમાં આજની નવી વ્યાખ્યા કરશે. હવેથી આ ઘટના જનવિદ્રોહી કહેવાશે.
ગોરખપુર ક્રાંતિકારીઓનો ગઢ હતું
જો કે, 13 એપ્રિલ,1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ કાંડ અને 4 ફેબ્રુઆરી 1922ના ચૌરી ચૌરાની ઘટના પછીથી જંગે આઝાદીમાં ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક ઉલ્લાહ જેવા ક્રાંતિકારી વિચારધારા વાળા લોકો હારાવલ ટૂકડી તરીકે સામે આવ્યા હતા. આ તમામનું માનવું હતું કે, આઝાદી માત્ર અહિંસાથી તો નહીં મળે. આ દરમિયાન ગોરખપુર એવા ક્રાંતિકારીઓનો ગઢ બની ગયો હતો. કકોરી કાંડના આરોપમાં રામપ્રસાદ બિસ્મિલે ત્યાંની જેલમાં સજા કાપી. પછી 10 ડિસેમ્બર 1927ના રોજ તેઓ હસતા હસતા ફાંસીના ફંદા પર લટકી ગયા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.