તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ:PM મોદીએ કહ્યું-બંગબંધુએ બાંગ્લાદેશ માટે જીવન ન્યોછાવર કર્યું, તેમને ગાંધી શાંતિ સન્માન આપવું તે ભારત માટે ગૌરવની વાત

નવી દિલ્હી/ઢાકા2 મહિનો પહેલા
  • ઢાકામાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતુ.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા છે અહીં તેમણે ઢાકાના નેશનલ પરેડ સ્ક્વેયરમાં યોજાયેલા નેશનલ ડે પ્રોગ્રામમાં ભાગ લીધો છે. તેમની સાથે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત-બાંગ્લાદેશ મિત્રતાના 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.

PM મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ જી, પ્રધાનમંત્રી શેખ હસીના અને બાંગ્લાદેશના લોકોનો આભાર વ્યક્ત કરું છું. તમે આ સમારોહમાં આવવા માટે ભારતને આમંત્રણ આપ્યુંં છે. બંગબંધુએ બાંગ્લાદેશ અને અહીંના લોકો માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધુ. ભારતીયો માટે ગૌરવની વાત એ છે કે તેમને ગાંધી શાંતિ સન્માન આપવાની આ તક મળી છે.

પાકિસ્તાનના અત્યાચારોનો પણ ઉલ્લેખ કર્યો
PM મોદીએ રહ્યું કે હું આજે યાદ કરી રહ્યો છું કે બાંગ્લાદેશના જે લાખો દિકરા-દિકરીઓને જેમને પોતાના દેશ, ભાષા તથા સંસ્કૃતિ માટે અસંખ્ય અત્યાચાર સહન કર્યાં. બલિદાન આપ્યા. પોતાનું જીવન દાવ પર લગાવી દીધું. બાંગ્લાદેશની સ્વતંત્રતાના સંઘર્ષમાં સામેલ થવું તે મારા જીવનના પહેલા આંદોલનો પૈકી એક હતું. તે સમયે મારી ઉંમર 20-22 વર્ષ હશે. પાકિસ્તાનની સેનાએ અહીં લોકો પર અત્યાચાર કર્યો હતો.

ભારતીય સેનાએ બાંગ્લાદેશની સ્વતંત્રતામાં મદદ કરી
હું ભારતીય સેનાના વીર જવાનોને પણ યાદ કરું છું કે જેઓ મુક્તિ યુદ્ધમાં બાંગ્લાદેશના લોકો સાથે ઉભા રહ્યા હતા. તેમણે આઝાદ બાંગ્લાદેશના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માનેક શા, જનરલ જૈકબ, અલ્બર્ટ એક્કા જેવા અનેક વીર હતા જેમની સાહસની કથાઓ આપણને પ્રેરણા આપે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં બંગબંધુ- ગાંધી પ્રદર્શનની મુલાકાત લીધી
તેઓ શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ રવાના થયા હતા. સવારે ઢાકાના હજરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું વિશેષ વિમાન સવારે 10: 15 વાગ્યે પહોંચ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં બંગબંધુ- ગાંધી પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીંયા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી.

ઢાકામાં મોદીએ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી.

મોદીએ ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારકની લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પહોંચ્યા હતા. અહીં મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના પચાસ વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ અહીં એક છોડ પણ વાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક લીધી હતી.અહીં એક છોડ પણ વાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક લીધી હતી.અહીં એક છોડ પણ વાવ્યો હતો.

ઢાકામાં વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યું હતું ગાર્ડ ઓફ ઓનર
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ રાષ્ટ્રીય ગીત વગાડીને મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ ભેટ તરીકે લઈને બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી પાડોશી દેશના 50માં સ્વતંત્રતા દિવસ પર યોજાનારી સુવર્ણ જયંતિ સમારોહમાં સામેલ થશે.​​​​​​

કાલી મંદિરમાં પૂજા પછી હસીનાના ગામ જશે
27 માર્ચે સવારે વડાપ્રધાન મોદી તેજગામ કેન્ટોમેન્ટના ઢાકાથી 300 કિલોમીટરના અંતરે આવેલા સતખિરાના શ્યામાનગરના ઈશ્વરીપુર ગામમાં જસોરેશ્વરીના કાલી મંદિરના દર્શન માટે જશે. અહીં પૂજા અર્ચના કર્યા પછી વડાપ્રધાન હેલિકોપ્ટરથી બંગબંધુ મુજીબુર રહમાનના જન્મસ્થળ તુંગિપારા પહોંચશે. અહીં બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાનું પૈતૃક ગામમાં છે. અહીં ફરી એક વાર શેખ હસીના તેમનું સ્વાગત કરશે. અહીં બનેલા સ્મારકમાં ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત છે. મોદી અહીં એક ઝાડ પણ રોપશે.

મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થ સ્થળે જશે
બંને વડાપ્રધાન બંગબંધુ સ્મારક જશે. અહીં એક વાર ફરી વડાપ્રધાન હેલિકોપ્ટરથી ગોપાલગંજના ઓરાકંડી જશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકંડમાં મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થ સ્થળ ઠાકુરવાડીના દર્શન પણ કરશે. અહીં 300 મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમોની સમાપ્તિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી ઢાકા તેમની હોટલ પર પરત આવશે.

કોરોનાને કારણે વર્ષ 2020માં આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો
ગયા વર્ષે કોરોના સંક્રમણની શરૂઆત પછી વડાપ્રધાનની વિદેશ યાત્રા જે માર્ચ 2020માં રદ કરવામાં આવી હતી તે બાંગ્લાદેશ પ્રવાસની હતી. વડાપ્રધાન મોદી શેઠ મુજીબુર રહેમાન જન્મ શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રથમ 17 માર્ચ 2020ના રોજ બાંગ્લાદેશનો પ્રવાસે જવાના હતા. જો કે, તેમણે કોવિડ-19 મહામારી વચ્ચે પોતાનાં વિદેશ પ્રવાસનો સિલસિલો શરૂ કરવા માટે માત્ર પડોશી દેશ બાંગ્લાદેશની પસંદગી કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો