તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના પર મોદી-બાઇડને ફોન પર વાત કરી:PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે કોરોનાની બગડતી જતી સ્થિતિને લઈને ચર્ચા, USએ મદદની ખાતરી આપી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને દેશોના નેતાઓની વાતચીત પહેલાં UNમાં અમેરિકાના પ્રતિનિધિ લિંડા થોમસે કહ્યું, અમે ભારતને મદદ પહોંચાડવા માટે સંભવિત દરેક પ્રયાસ કરીશું. - Divya Bhaskar
બંને દેશોના નેતાઓની વાતચીત પહેલાં UNમાં અમેરિકાના પ્રતિનિધિ લિંડા થોમસે કહ્યું, અમે ભારતને મદદ પહોંચાડવા માટે સંભવિત દરેક પ્રયાસ કરીશું.
  • જાપાનના વડાપ્રધાન યોશિહિદો સુગાએ પણ મોદી સાથે ફોન પર ચર્ચા કરી
  • જાપાનના વડાપ્રધાન સુગાએ જાપાન તરફથી ભારતને મદદ કરવાની પણ બાંયધરી આપી છે

ભારતમાં કોરોનાથી બગડતી સ્થિતિ પર વિશ્વની મહાશક્તિઓ ભારતની સાથૈ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે સોમવારે ફોન પર વાતચીત થઈ. બાઈડન સાથે વાતચીત પછી PM મોદીએ જણાવ્યું હતું કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિને મદદ માટે આભાર માન્યો.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે- અમે વેક્સિનને રૉ મટીરિયલ અને દવાઓની સપ્લાઈ ચેનને યોગ્ય બનાવવાની ચર્ચા કરી. ભારત અને અમેરિકાની હેલ્થકેર પાર્ટનરશિપ દુનિયામાં કોવિડ-19થી ઊભી થયેલા પડકારોનો સામનો કરી શકે છે. અમે બંને દેશોમાં મહામારીથી બનેલી સ્થિતિ પર વિસ્તારથી વાત કરી, જેમાં થોડા સમય પહેલાં જાપાનના વડાપ્રધાન યોશિહિદો સુગાએ પણ મોદી સાથે ફોન પર ચર્ચા કરી હતી.

અમેરિકા દવા, વેન્ટિલેટર્સ અને ફાઇનાન્શિયલ સપોર્ટ માટે તૈયાર
ફોન પર બંને દેશના નેતાઓની વાતચીત પહેલાં યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પ્રતિનિધિ લિંડ થોમસે કહ્યું હતું કે અમે ભારતને મદદ પહોંચાડવા માટે દરેક પ્રકારના સંભવિત પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે વેક્સિન મટીરિયલ, વેન્ટિલેટર્સ અને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છીએ.

તો જાપાનના વડાપ્રધાન યોશિહિદો સુગાએ કહ્યું હતું કે મહામારી સામે માત્ર હળીમળીને અને સામૂહિક પ્રયાસથી સામનો કરી શકાય છે. દેશો વચ્ચે યોગ્ય તાલમેલ હોવો જરૂરી છે. સુગાએ જાપાન તરફથી ભારતને મદદ કરવાની પણ બાંયધરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...