કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત 9મો હપતો જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખેડૂતોના ખાતામાં 2000 રુપિયાનો હપતો જમા કર્યો છે. કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ સામેલ થયા.
9.75 કરોડ ખેડૂતોને મળ્યો ફાયદો
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત 9.75 કરોડથી પણ વધુ ખેડૂત પરિવારોને ફાયદો મળ્યો. હપતા મારફતે 9.75 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં 19,508 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરીને લાભાર્થી ખેડૂતો સાથે વાચચીત કરી હતી.
કેસરથી થનારી આવકમાં બે ગણો વધારો
પ્રધાનમંત્રીએ મોદી સાથે નેશનલ સૈફ્રોન મિશન હેઠળ સ્થાપિત સૈફ્રોન મિશનના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ ખેડૂત અબ્દુલને પૂછ્યું કે તેનાથી તેમની આવકમાં કેટલો વધારો થયો છે. આ અંગે અબ્દુલે જણાવ્યું હતું કે, સૈફ્રોન પાર્કને કારણે કેસરની ખેતીમાંથી થતી આવક બમણી થઈ ગઈ છે. અબ્દુલે કહ્યું કે કેસર પાર્કના નિર્માણથી કાશ્મીરી કેસરને નવી ઓળખ આપવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે, સૈફ્રોન પાર્ક સ્થાપવાનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું હતું કે આપણા કેસરની સુગંધ વિશ્વમાં પહોંચે.
6 વર્ષમાં દાળનાં ઉત્પાદનમાં 50%નો વધારો
PM મોદીએ ખેડૂતો સાથે વાત કરતા કહ્યું કે ઘણા વર્ષો પહેલા દેશમાં દાળની ઘણી અછત આવી હતી, ત્યારે મેં ખેડૂતો સાથે દાળના ઉત્પાદનને વધારવાનો આગ્રહ કર્યો હતો. મારા તે આગ્રહને ખેડૂતોએ સ્વીકાર્યો અને પરિણામએ આવ્યું કે છેલ્લા 6 વર્ષોમાં દેશમાં દાળ ઉત્પાદનમાં લગભગ 50%ની વૃદ્ધિ થઈ છે.
PM મોદીએ જણાવ્યું કે સરકારે ખેડૂતો પાસેથી MSP પર અત્યારસુધીની સૌથી મોટી ખરીદી કરી છે. તેનાથી, ધાન્ય ખેડૂતોના ખાતામાં લગભગ 1,70,000 કરોડ રુપિયા અને ઘઉંનું ઉત્પાદન કરતા ખેડૂતોના ખાતામાં લગભગ 85 હજાર કરોડ રુપિયા સીધા પહોચ્યા.
ખેડૂતોને 1 લાખ 60 કરોડ રુપિયા આપ્યા
PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે હવે દેશની કૃષિ નીતિઓમાં નાના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ જ ભાવના સાથે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી 1 લાખ 60 કરોડ રુપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે.
નિકાસમાં ટોપ-10માં આવ્યું ભારત
PMએ ક્હયું કે ભારત કૃષિ નિકાસ મામલે પહેલીવાર દૂનિયાના ટોપ-10 દેશોમાં સામેલ થયું છે. કોરોનાકાળમાં દેશે કૃષિ નિકાસમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે જ્યારે ભારતની ઓળખ એક મોટા કૃષિ નિકાસ દેશ તરીકેની થઈ રહી છે ત્યારે આપણે ખાદ્ય તેલની જરૂરતો માટે આયાત પર નિર્ભર છીએ, આ યોગ્ય નથી.
ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે અત્યારે રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન-ઓઈલ એટલે કે NMEO-OPનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ મિશન દ્વારા ખાદ્ય તેલ સાથે જોડાયેલ ઇકોસિસ્ટમ પર 11 હજાર કરોડ રુપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે.
છેલ્લા 7 વર્ષોમાં કૃષિ બજેટ 5 ગણું વધ્યુ
કાર્યક્રમ દરમિયાન PM મોદીએ જણાવ્યુ કે છેલ્લા 7 વર્ષોમાં કૃષિ બજેટ 512% એટલે કે 5 ગણું વધ્યુ છે. 2013-14માં તે 21 હજાર 933 કરોડ રુપિયા હતું જે 2020-21માં વધીને 1 લાખ 34 હજાર 399 કરોડ રુપિયા થઇ ગયું છે.
તમારા એકાઉન્ટમાં રુપિયા આવ્યા કે નહિ તે આવી રીતે ચેક કરો
ખાતામાં રૂપિયા નથી આવ્યા તો શું કરીએ?
જો તમારા ખાતામાં રૂપિયા નથી આવ્યા તો તમે જિલ્લા કૃષિ અધિકારી સાથે વાતચીત કરી શકો છો. જો ત્યા વાત ન બને તો તમે કેન્દ્રિય કૃષિ મંત્રાલયની હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકો છો. તમે હેલ્પલાઈન નંબર 155261 તથા ટોલ ફ્રી 1800115526 નંબર પર સંપર્ક કરી શકો છો. તેના સિવાય તમે મંત્રાલયના આ નંબર(011-23381092) સાથે પણ સંપર્ક કરી શકો છો.
તેમાં તમારું નામ ઉમેરવામાં આવ્યું છે કે નહીં તે ચકાસો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે?
આ યોજના હેઠળ એક વર્ષમાં નાના અને સીમાંત ખેડૂતોને (કુલ રૂ.6000) રૂ.2,000ના ત્રણ હપ્તા આપવામાં આવે છે. આ યોજનાના લાયક લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર (csc) મારફતે પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નામાંકિત સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારીઓ અને નોડલ અધિકારીઓ જ ખેડૂતોની નોંધણી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.