• Gujarati News
  • National
  • PM Inaugurates Pune Metro Project, Unveils 9.5 Feet High Shivaji Maharaj Statue; Wearing A Turban Studded With Diamonds And Gold

પુણેમાં PM મોદી:PMએ પુણે મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, 9.5 ફૂટ ઊંચી શિવાજી મહારાજ પ્રતિમાનું લોકાર્પણ કર્યું; હીરા અને સોનાથી જડેલી પાઘડી પહેરી

પુણે5 મહિનો પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની 9.5 ફૂટ ઊંચી અને 1850 કિલોની ગન મેટલથી બનેલી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. - Divya Bhaskar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની 9.5 ફૂટ ઊંચી અને 1850 કિલોની ગન મેટલથી બનેલી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.
  • મોદીએ કહ્યું- મને છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુણેની એક દિવસીય મુલાકાત લીધી હતી. અહીં તેમણે 9.5 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. 1850 કિલોની ગન મેટલથી બનેલી આ પ્રતિમા પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પછી મોદીએ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

મેટ્રો પ્રોજેક્ટ શરૂ થતાં પહેલાં વડાપ્રધાને મેટ્રો અધિકારીઓ પાસેથી સમગ્ર પ્રોજેક્ટને સમજ્યો અને પછી પોતે ડિજિટલ માધ્યમથી ટિકિટ ખરીદી હતી. તેનો પ્રોગ્રેસ રિપોર્ટ લીધા બાદ લીલી ઝંડી બતાવીને આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. એટલું જ નહીં વડાપ્રધાને ગરવારે કોલેજથી આનંદ નગર સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી હતી. મેટ્રોમાં, વડાપ્રધાને દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.

પીએમ મોદીએ પુણેમાં આ વાત કહી.

  • આ પછી, એક જાહેર સભાને સંબોધન કરતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેવાસીઓને કહ્યું, 'થોડા સમય પહેલા જ મને છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું હતુ. મોદીએ કહ્યું હતુ કે, આપણા સૌના હ્રદયમાં સદૈવ વિરાજમાન છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા યુવા પેઢીમાં, આવનારી પેઢીઓમાં દેશભક્તિની પ્રેરણા જગાવશે.
  • આજે પુણેના વિકાસને લગતી ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ મારું સૌભાગ્ય છે કે તમે મને પૂણે મેટ્રોના શિલાન્યાસ માટે બોલાવ્યો હતો અને હવે તેનું ઉદ્ઘાટન કરવા માટે પણ તમે મને તક પણ આપી. આમાં એવો સંદેશ પણ છે કે યોજનાઓ સમયસર પૂર્ણ થઈ શકે છે.
  • આજે મૂલા મુઠા નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે 1100 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. આજે પુણેને પણ ઈ-બસ મળી છે, અહીં ઈ-બસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
  • પુણેએ શિક્ષણ, સંશોધન અને વિકાસ, આઈટી અને ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ સતત પોતાની ઓળખ મજબૂત કરી છે. આવી સ્થિતિમાં આધુનિક સુવિધાઓ પુણેના લોકોની જરૂરિયાત છે અને અમારી સરકાર પૂણેવાસીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.
  • 2014 સુધી, દેશના માત્ર દિલ્હી-NCRમાં મેટ્રોનું વિશાળ વિસ્તરણ થયું હતું. બાકીના અમુક શહેરોમાં મેટ્રોએ પહોંચવાનું જ શરૂ કર્યું હતું. આજે દેશના બે ડઝનથી વધુ શહેરોમાં મેટ્રો કાં તો કાર્યરત થઈ ગઈ છે અથવા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
  • આજે, આ અવસર પર મારી પુણેના લોકોને અને દરેક શહેરમાં જ્યાં મેટ્રો ચાલી રહી છે તેમને વિનંતી છે. હું પ્રબુદ્ધ નાગરિકોને, સમાજના વડીલોને પણ હું ખાસ વિનંતી કરીશ કે તમે ગમે તેટલા મોટા થઈ ગયા હોવ, સમાજના દરેક વર્ગને મેટ્રોની આદત કેળવવી જોઈએ.
વડાપ્રધાને પોતે ડિજિટલ માધ્યમથી પુણે મેટ્રોની ટિકિટ ખરીદી હતી.
વડાપ્રધાને પોતે ડિજિટલ માધ્યમથી પુણે મેટ્રોની ટિકિટ ખરીદી હતી.
પૂણે મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી.
પૂણે મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી.

આ પહેલા પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવાજીની પ્રતિમાનું લોકાર્પણ કરવા પહોંચેલા વડાપ્રધાનને પૂણેના મેયર મોહોલે ખાસ પાઘડી (સાફો) પહેરાવી હતી. આ સાફો ગોલ્ડના તાર અને અમેરિકન ડાયમંડથી બનેલો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ હાજર હતા.

મેટ્રોની ટિકિટ ખરીદ્યા બાદ વડાપ્રધાને ટિકિટ કલેક્ટરને બતાવીને મેટ્રોમાં પ્રવેશ કર્યો હતો.
મેટ્રોની ટિકિટ ખરીદ્યા બાદ વડાપ્રધાને ટિકિટ કલેક્ટરને બતાવીને મેટ્રોમાં પ્રવેશ કર્યો હતો.
મેટ્રોમાં મુસાફરી દરમિયાન, વડાપ્રધાને દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમને સમગ્ર પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું.
મેટ્રોમાં મુસાફરી દરમિયાન, વડાપ્રધાને દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમને સમગ્ર પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ વડાપ્રધાનનું સ્વાગત કરવા પુણેના લોહેગાંવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ વડાપ્રધાનનું સ્વાગત કરવા પુણેના લોહેગાંવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

11 હજાર 400 કરોડના ખર્ચે બનેલ પુણે મેટ્રો પ્રોજેક્ટ
પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ વડાપ્રધાન દ્વારા 24 ડિસેમ્બર 2016ના રોજ કરવામાં આવ્યો હતો. પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટના 32.2 કિમીના કુલ 12 કિમીનું પીએમએ જ ઉદ્ઘાટન કર્યું. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ. 11,400 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાને ગરવારે મેટ્રો સ્ટેશન ખાતે પ્રદર્શનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ પણ કર્યું હતું.
વડાપ્રધાને ગરવારે મેટ્રો સ્ટેશન ખાતે પ્રદર્શનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ પણ કર્યું હતું.
વડાપ્રધાનની આ મુલાકાતને ખાસ બનાવવા માટે ગિરીશ મુરુડકરે આ પાઘડી તૈયાર કરી છે.
વડાપ્રધાનની આ મુલાકાતને ખાસ બનાવવા માટે ગિરીશ મુરુડકરે આ પાઘડી તૈયાર કરી છે.

PM નરેન્દ્ર મોદીએ આજે ​પહેરેલી પાઘડી ખૂબ જ ખાસ છે. તેને પૂણેના ગિરીશ મુરુડકરે બનાવી છે.

PMની પાઘડીમાં આ છે ખાસ

  • તેના પર છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા બનાવવામાં આવી છે.
  • તેને બનાવવામાં અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • વડાપ્રધાન દ્વારા ઉપયોગમાં લેવાતા કાપડ સાથે મેચ કરવા માટે તેમાં એક સ્પેશિયલ કાપડ મૂકવામાં આવ્યું છે.
  • તે સફેદ અને લાલ રંગનો છે, જેની બોર્ડર પર મોતી છે.
  • ગરમીને ધ્યાનમાં રાખીને તેને અત્યંત હળવો અને એર વેન્ટિલેશનવાળો બનાવવામાં આવ્યો છે.
  • તેમાં છત્રપતિ શિવાજી મહારાજની છબી લગાવવામાં આવી છે.
કાર્યકરો હાથમાં બેનરો અને કાળા ઝંડા લઈને વિરોધ કરવા મેટ્રો સાઇટ પર પહોંચ્યા હતા.
કાર્યકરો હાથમાં બેનરો અને કાળા ઝંડા લઈને વિરોધ કરવા મેટ્રો સાઇટ પર પહોંચ્યા હતા.

પુણેમાં કોંગ્રેસ અને એનસીપીના કાર્યકરોનો વિરોધ
વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા પુણેમાં કોંગ્રેસ અને એનસીપીના કાર્યકર્તાઓએ મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને કાળા ઝંડા લઈને વિરોધ કરવા મેટ્રો સાઇટ પર પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે પુણે મેટ્રોનું કામ અધૂરું છે, પરંતુ યુપી અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ લોકપ્રિયતા મેળવવા માટે ઉતાવળમાં તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. કાર્યકર્તાઓમાં એ વાતનો પણ ગુસ્સો છે કે પીએમ જે પાઘડી પહેરશે તેમાં શિવાજી મહારાજની રાજમુદ્રા મૂકવામાં આવી છે. આ છત્રપતિનું અપમાન છે.

અન્ય સમાચારો પણ છે...