• Gujarati News
  • National
  • PM Inaugurates 25th National Youth Festival On Vivekananda's Birth Anniversary, Says Modi New India's Mantra 'Fight And Win'

National Youth Festival:વિવેકાનંદની જન્મજયંતી પર 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું PM મોદીએ ઉદઘાટન કર્યું અને કહ્યું- ન્યૂ ઈન્ડિયાનો મંત્ર 'મુકાબલો કરો અને જીતો'

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા પુડુચેરીમાં 25મા યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. વિવેકાનંદ જન્મજયંતી પર આયોજિત આ ઉત્સવનું ઉદઘાટન કરતાં પીએમ મોદીએ કહ્યું, 'ભારત પાસે બે અમર્યાદિત શક્તિ છે', એક ડેમોગ્રાફી અને બીજી ડેમોક્રેસી. જે દેશમાં જેટલી યુવાશક્તિ હોય છે તેની ક્ષમતાઓને પણ એટલી જ વિશાળ માનવામાં આવે છે. ભારત પાસે આ બંને શક્તિ છે. મોદીએ કહ્યું હતું કે ન્યૂ ઈન્ડિયાનો મંત્ર 'મકાબલો કરો અને જીતો' છે.

મહર્ષિ અરબિંદો અને સુબ્રહ્મણ્ય ભારતીને યાદ કર્યા
PM મોદીએ કહ્યું હતું કે આ વર્ષે અમે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી મનાવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રહ્મણ્ય ભારતી જીની પણ 100મી પુણ્યતિથિ છે. આ બંનેનો પુડુચેરી સાથે ખાસ સંબંધ છે. તેઓ બંને એકબીજાની સાહિત્યક અને આધ્યાત્મિક યાત્રામાં ભાગીદાર રહ્યાં છે.

દીકરો અને દીકરી એકસમાન છે એટલે લગ્નની ઉંમર વધારી
પુડુચેરીમાં આયોજિત યુવા ઉત્સવને સંબોધતાં પીએમએ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે દીકરો અને દીકરી એકસમાન જ છે. આ વિચાર સાથે સરકારે દીકરીઓના સારા વિકાસ માટે લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. દીકરીઓ તેમની કારકિર્દી બનાવી શકે, તેમને વધુ સમય મળે, એ દિશામાં આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ પહેલાં પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'હું મહાન સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે તેમનું જીવન રાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત કર્યું હતું. તેમણે ઘણા યુવાનોને રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવા માટેની પ્રેરણા આપી છે. ચાલો, આપણે સાથે મળીને દેશ માટેના તેમનાં સપનાંને પૂરાં કરવા માટે કામ કરતા રહીએ.

અન્ય સમાચારો પણ છે...