તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 150 Old People Were Brought In Two Small Buses For Cataract Operation, 40 Km Journey Was Hit and run

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરમજનક ઘટના:મોતિયાના ઓપરેશન માટે બે નાની બસોમાં ભરીને 150 વૃદ્ઘોને લાવવામાં આવ્યા, 40 કિમીની મુસાફરી અથડાતા-કુટાતા આવ્યા

ઈન્દોર14 દિવસ પહેલા

ઈન્દોરમાં મ્યુનિસિપાલિટી પછી હવે સ્વાસ્થ્ય વિભાગે વૃદ્ધોની સાથે શરમજનક વર્તન કર્યું છે. દેપાલપુરથી મોતિયાનું ઓપરેશન કરાવવા માટે મંગળવારે 150 વૃદ્ધોને બે બસોમાં ભરીને લાવવામાં આવ્યા. ચોઈથરામ હોસ્પિટલની આ બંને બસો 32-32 સીટર હતી. ઠસી-ઠસીને ભરેલી બસોમાં જેટલા વૃદ્ધો બેઠા હતા, તેનાથી વધુ પ્રમાણમાં ઉભા હતા. લગભગ 40 કિલોમીટરની મુસાફરીમાં આ વૃદ્ધો એક-બીજા પર પડતા રહ્યાં હતા.

ઈન્દોરમાં ઓગસ્ટ 2019માં આંખોના ઓપરેશન દરમિયાન મોટી બેદરકારી પ્રકાશમાં આવી હતી. તેમાં 11 લોકોની આંખો જતી રહી હતી. જ્યારે ઘણા લોકોને ચેન્નાઈ મોકલવા પડ્યા હતા. લગભગ બે સપ્તાહ પહેલા ઈન્દોર નગર નિગમના કર્મચારીઓએ વૃદ્ધોને ઢોરની જેમ ડમ્પરમાં ભરીને શહેરની બહાર છોડી દીધા હતા.

વૃદ્ધોએ બસમાં 40 કિલોમીટરની મુસાફરી કરી હતી.
વૃદ્ધોએ બસમાં 40 કિલોમીટરની મુસાફરી કરી હતી.

દેપાલપુરમાં થઈ હતી વૃદ્ધોની તપાસ
દેપાલપુરના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં મંગળવારે આસપાસના ગામોના દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. તપાસ પછી મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને ઈન્દોરની ચોઈથરામ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પ્રશાસન અને હોસ્પિટલના મેનેજમેન્ટે વૃદ્ધોની ઉંમર કે તેમની બીમારી પ્રત્યે ધ્યાન ન આપ્યું.

મામલો ખુલ્યો તો અધિકારીઓ તપાસની દલીલ કરવા લાગ્યા
બસમાં બેઠેલા વૃદ્ધ દર્દીઓનું કહેવું હતું કે હોસ્પિટલના મેનેજમેન્ટે લઈ જવા માટે આ જ વ્યવસ્થા કરી હતી. બીજી તરફ કન્ડક્ટર અને ડ્રાઈવરે કહ્યું કે લોકો પોતોની મરજીથી બસમાં બેઠા હતા. મામલો પ્રકાશમાં આવ્યા પછી જવાબદાર અધિકારીઓનું કહેવું છે કે તપાસ કરીને દોષિતો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ દરમિયાન બ્લોક મેડિકલ ઓફિસર હોસ્પિટલની જગ્યાએ CMHO ઓફિસમાં મીટિંગ કરી રહ્યાં હતા. જ્યારે દેપાલપુરના તહસીલદાર બજરંગ બહાદુરે કહ્યું કે આ મામલામાં ચોઈથરામ હોસ્પિટલના સ્ટાફને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો