• Gujarati News
  • National
  • The Actor Playing The Role Of Raja Dasharatha Breathed His Last On The Stage Speaking Ram Ram, The Audience Applauded Death As Acting

રામલીલામાં કલાકારનું મોત:રાજા દશરથની ભૂમિકા ભજવી રહેલા કલાકારે રામ-રામ બોલી સ્ટેજ પર અંતિમ શ્વાસ લીધા, દર્શકો મૃત્યુને એક્ટિંગ સમજી તાલીઓ પાડતા રહ્યા

બિજનૌરએક મહિનો પહેલા
  • પડદો પડ્યો તો રાજેન્દ્ર સિંહને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનું મોત થઈ ચુક્યું હતું

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રામલીલા સમયે એક કલાકારનું આશ્ચર્યજનક રીતે મોત થયું છે. તેઓ દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. ડાયલોગ બોલતી વખતે કલાકાર મંચ પર પડી ગયા. રામલીલા જોઈ રહેલા દર્શકોને લાગ્યું કે તેઓ અભિવન કરી રહ્યા છે. તેમને જોઈને સૌ તાલીઓ પાડી રહ્યા હતા. તેમને બાદમાં જાણ થઈ કે કલાકારનુ ખરેખર મોત થયું છું અને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.

આ ઘટના હસનપુર ગામની છે. અહીં સાતમથી દશેરા સુધી રામલીલા યોજાઈ હતી. તેમા ભૂતપુર્વ પ્રધાન રાજેન્દ્ર સિંહ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. મંચ પર પિતાની આજ્ઞાથી રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ જતા રહ્યા હતા. દશરથ બનેલા રાજેન્દ્રએ મહામંત્રી સુમંતને મોકલે છે કે તેમને જંગલ દેખાડીને પરત આવે.

રાજેન્દ્ર સિંહ ફાઈલ તસવીર
રાજેન્દ્ર સિંહ ફાઈલ તસવીર

સૌ વિચારતા હતા કે અભિનય કરી રહ્યા છે
સુમંતને રામ વગર પરત આવતા જોઈ રાજા દશરથ ભાવુક થઈ ગયા. ભગવાન શ્રીરામના વિયોગમાં તેઓ રામ-રામ બૂમો પડવા લાગ્યા. બે વખત રામ-રામ કહી દશરથ બનેલા રાજેન્દ્ર સિંહ ઓચિંતા જ મંચ પર પડી ગયા. સૌને મનમાં એમ હતું કે તેઓ અભિનય કરી રહ્યા છે અને તેમણે મંચ પર અંતિમ શ્વાસ લીધા.

મોકૂફ રહી રામલીલા
પડદો પડ્યો તો રાજેન્દ્ર સિંહને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનું મોત થઈ ચુક્યું હતું. આ અંગે જાણ થઈ તો રામલીલાને અધવચ્ચે અટકાવી દેવામાં આવી. આ સાથે એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટએટેક આવ્યો હતો તેને લીધે મોત થયું હતું.

મૃત્યુના સમાચાર સાંભળતા પરિવારમાં ખૂબ દુખી જોવા મળતા હતા
મૃત્યુના સમાચાર સાંભળતા પરિવારમાં ખૂબ દુખી જોવા મળતા હતા

અનેક વર્ષોથી કરી રહ્યા હતા અભિનય
રામલીલા સમિતિ સાથે જોડાયેલા ગજરાજ સિંહે જણાવ્યું કે રાજેન્દ્ર સિંહ અનેક વર્ષોથી રામલીલામાં ભૂમિકા ભજવી રહ્યા હતા. તેઓ પોતાની પાછળ પત્ની, ત્રણ દીકરી, બે દીકરી છોડી ગયા છે. BSFમાં ફરજ બજાવતો નાનો દીકરો ઘરે પહોંચ્યો ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્ર ઘણા વર્ષોથી રામલીલા સાથે જોયેલા હતા
ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્ર ઘણા વર્ષોથી રામલીલા સાથે જોયેલા હતા