• Gujarati News
  • National
  • Playing In A Second, Paying Attention To Jewelers, Unique Theft Captured On CCTV, Even The Police Were Shocked.

મહિલા સોનાની બુટ્ટી ગળી ગઈ:જ્વેલર્સની નજર ચુકવી એક સેકન્ડમાં જ ખેલ પાડ્યો, રાયબરેલીના CCTV સામે આવ્યા, પોલીસ પણ ચોંકી ગઈ

એક મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં જ્વેલર્સમાં ઘુસેલી શાતિર મહિલા શૉરૂમ પર હાજર વ્યક્તિની નજર ચૂકવીને આખેઆખી બુટ્ટી ગળી ગઈ. આ સમગ્ર ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થયો છે. CCTV ફૂટેજ જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. સોનાની બુટ્ટી ચોરતી મહિલા ચોરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

આ ઘટના ભદોખર પોલીસ સ્ટેશન વિસ્તારના મુન્શીગંજ બજારમાં બની છે. અહીં રવેન્દ્ર કુમાર નામના વ્યક્તિનો જ્વેલર્સનો શોરૂમ છે. એક દિવસ પહેલા રવેન્દ્ર કુમાર કોઈ કામથી શોરૂમ છોડીને બહાર ગયા હતા. તેમનો દીકરો શોરૂમ પર બેઠો હતો. એ જ સમયે બે મહિલાઓ અને એક પુરૂષ દુકાન પર આવ્યા હતા. ગ્રાહક બનીને આવેલી આ ચોર ટોળકીએ સોનાના દાગીના બતાવવાનું કહ્યું હતું. દાગીના બતાવતી વખતે એક મહિલાએ બુટ્ટી મોઢામાં મૂકી દીધી અને ગળી ગઈ. જો કે દાગીના બતાવનારને આ વાતનો સહેજ અણસાર પણ ના આવ્યો. જો કે CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. બુટ્ટી ગળી ગયા બાદ ચોર ટોળકી ખરીદી કર્યા વગર જ જતી રહી હતી.

જ્યારે રવેન્દ્ર કુમાર શોરૂમ પર આવ્યા, ત્યારે દીકરાએ આવેલા ગ્રાહકો વિશે જણાવ્યું હતું. જ્વેલર્સના માલિકને શંકા જતાં તેમણે દાગીનાના સ્ટોકની તપાસ કરી હતી. આ દરમિયાન એક બુટ્ટી ગાયબ હોવાની ખબર પડી હતી. આખરે CCTV ફૂટેજ ચેક કરતાં મહિલા બુટ્ટી ગળી ગઈ હોવાની જાણ થઈ હતી. ચોરાયેલી આ બુટ્ટીની કિંમત 25 હજાર રૂપિયા છે. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીઓની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...