તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજ:ચંદ્રની જમીન પર રમવામાં આવી હતી ગોલ્ફની રમત, સ્પેસ સૂટમાં છૂપાવી લઈ ગયા હતા ગોલ્ફ સ્ટીક અને બોલ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

તારીખ હતી 31 જાન્યુઆરી 1971 અને દિવસ હતો રવિવાર. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પોતાનું 8મું મૂન મિશન એપોલો-14 લોંચ કર્યું. આ મિશનમાં એલન શેફર્ડ, સ્ટુઅર્ડ રુસા અને એડગર મિશેલ હતા. એપોલો-14એ એક સપ્તાહ બાદ 6 ફેબ્રુઆરી,1971ના રોજ ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યું. લેન્ડ કર્યાં બાદ એલન શેફર્ડે ચંદ્રની જમીન પર ગોલ્ફ રમ્યા.

હકીકતમાં એલન શેફર્ડ ગોલ્ફર હતા. શેફર્ડ પોતાની સાથે ગોલ્ફ સ્ટીક અને ગોલ્ફનો બોલ સ્પેસ સૂટમાં છૂપાવીને લઈ ગયા હતા. ચંદ્રની સપાટી પર ઉતર્યાં બાદ શેફર્ડે કામ પૂર્ણ કરી લીધું અને ચંદ્ર પર ગોલ્ફ રમ્યા. તેમણે બે બોલ માર્યાં. જેમાંથી એક ચંદ્રની સપાટી પર પડી, જેને જેવેલિન કાર્ટ નામ આપવામાં આવ્યું. આ સાથે શેફર્ડ ચંદ્રની જમીન પર ગોલ્ફ રમનાર પ્રથમ વ્યક્તિ બની ગયા.

એપોલો-14 મિશન 9 દિવસ 2 મિનિટનું હતું. શેફર્ડ અને મિશેલ ચંદ્રથી આશરે 42 કિલો માટી અને ખડક લઈને આવ્યા હતા. તેમાં રૂપિયા 450 કરોડ વર્ષ જૂના ક્રિસ્ટેલાઈન રોકના પણ નમૂના હતા, જે બિલકુલ સફેદ રંગનો હતો.

એલિઝાબેથ-2ને ઈગ્લેન્ડની મહારાણી બન્યાને 69 વર્ષ પૂરા થયા
એલિજાબેથ-2ને ઈગ્લેન્ડની મહારાણી બન્યાને આજે 69 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેમણે આજના દિવસે વર્ષ 1952માં બ્રિટનની રાજગાદી સંભાળી હતી. તે સમયે તેમની ઉંમર માંડ 26 વર્ષ હતી. 21 એપ્રિલ 1926ના રોજ એલિઝાબેથ એલેક્ઝાન્ડર મારીનો જન્મ થયો હતો. વર્ષ 1936માં તેમના પિતા કિંજ જ્યોર્જ-VI ગાદી પર બેઠા. એલિઝાબેથ 18 વર્ષની ઉંમરે બીજા વિશ્વ યુદ્ધ સમયે સેનામાં ડ્રાઈવર બન્યા. વર્ષ 1947માં તેમણે ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્ન કર્યાં. વર્ષ 1952માં કેન્યામાં તેમના પિતાનું અચાનક અવસાન થયું. ત્યારબાદ એલિઝાબેથને બ્રિટનના મહારાણી જાહેર કરવામાં આવ્યા. 2 જૂન 1953ના રોજ તેમનું રાજતિલક થયું.

ભારત અને દુનિયામાં 6 ફેબ્રુઆરીની મહત્વની ઘટના આ પ્રમાણે છેઃ

2017ः વીકે શશિકલા તમિલનાડુની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની.
2007: અમેરિકાના ઈમોરી યુનિવર્સિટીમાં દલાઈ લામા પ્રોફેસર નિયુક્ત થયા.
1999: કોલકાતામાં દેશની પ્રથમ પેસમેકર બેંક ખુલી. પેસમેકર એક મેડિક ડિવાઈસ હોય છે,જે હાર્ટબીટને નિયંત્રિત કરે છે.
1994: પાકિસ્તાનમાં જાહેર સ્થળ પર ફાંસી આપવા પર પ્રતિબંધ
1987: જસ્ટિસ મૈરી ગોડરન ઓસ્ટ્રેલિયાની હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ બનનારી પ્રથમ મહિલા.
1983: ભારતીય ક્રિકેટર એસ.શ્રીસંતનો કોચ્ચિમાં જન્મ થયો. તે કેરળનો પ્રથમ રણજી ખેલાડી છે, તે ભારત માટે T-20 રમ્યો હતો.
1959: ન્યાયમૂર્તિ અન્ના ચાંડી કેરળ હાઈકોર્ટની પહેલી મહિલા ન્યાયમૂર્તિ બન્યા.
1931: દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુંના પિતા મોતીલાલ નેહરુંનું અલ્હાબાદમાં અવસાન
1918: 30 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને વોટિંગનો અધિકાર મળ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો