તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Plans To Run 100 Labor Special Trains Daily; 1500 People Recovered In 24 Hours, Recovery Rate Increased By 6% To 31.5% In 11 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પર સરકાર:રોજ 100 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની યોજના; 24 કલાકમાં 1500 લોકો સ્વસ્થ થયા, 11 દિવસમાં રિકવરી રેટ 6% વધીને 31.5% થયો

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી કોયંબટૂરથી બિહાર પહોંચેલા મજૂરોનું મેડિકલ ચેકઅપ થયું. ત્યારબાદ તેમના હાથો પર નિશાન લગાવીને 14 દિવસો માટે કવોરન્ટીન સેન્ટર મોકલવામાં આવ્યા હતા. - Divya Bhaskar
શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી કોયંબટૂરથી બિહાર પહોંચેલા મજૂરોનું મેડિકલ ચેકઅપ થયું. ત્યારબાદ તેમના હાથો પર નિશાન લગાવીને 14 દિવસો માટે કવોરન્ટીન સેન્ટર મોકલવામાં આવ્યા હતા.
 • ગૃહ મંત્રાલયે જાણકારી આપી, રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યો- પગપાળા ઘરે જઈ રહેલા મજૂરો માટે બસની વ્યવસ્થા કરવામાં આવે
 • સ્વાસ્થ્ય મંત્રાલયની સંક્રમિતો માટે નવી ગાઈડલાઈન, જે લોકોમાં લક્ષણો ઓછા છે, તેમને 3 દિવસ તાવ ન આવે તો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે

ગૃહ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, દેશના જુદા જુદા સ્થળોએ ફસાયેલા 5 લાખ પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને 468 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયના સંયુક્ત સચિવ, પુણ્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે હવે આગામી 2 અઠવાડિયા માટે દરરોજ ઓછામાં ઓછી 100 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની તૈયારી છે. આ માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. રાજ્ય સરકાર પગપાળા જતા લોકોને સરકારી બસોમાં ઘરે પહોંચાડશે. 

શ્રીવાસ્તવે કહ્યું કે, સોમવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે બેઠક થઈ હતી. આમાં દરેકને સૂચના આપવામાં આવી છે કે, તે પરપ્રાંતિય મજૂરો શક્ય તેટલી સહાય કરે. તેમને રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરવાથી રોકે. જો મોટી સંખ્યામાં મજૂરો ચાલતા જોવા મળે છે, તો તેમને ઘરે પહોંચાડવા માટે વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવે.

11 દિવસોમાં રિકવરી રેટ 6% વધ્યો આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 4213 કેસ વધ્યા છે. તે જ સમયે 1500 લોકો સ્વસ્થ થયા છે. રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.  છેલ્લા 11 દિવસમાં 6% નો વધારો થયો છે. 1 મેના રોજ રિકવરી રેટ 25.37% હતો, જે હવે 31.5% પર પહોંચી ગયો છે.

છેલ્લા 9 દિવસમાં રિકવરી રેટ

તારીખરિકવરી રેટ
11 મે31.5%
8 મે29.36%
7 મે28.83%
6 મે28.72%
5 મે 27.41%
4 મે 27.52%
3 મે26.59%
2 મે26.65%
1 મે25.37%

જો ત્રણ દિવસ તાવ ન આવે તો ડિસ્ચાર્જ કરવામાં આવશે અગ્રવાલે માહિતી આપી કે કોરોનાએ ચેપગ્રસ્ત માટે નવી ગાઈડલાઈન જારી કરવામાં  છે. આ મુજબ, જે લોકોને ઓછા લક્ષણો છે, તેઓને જો ત્રણ દિવસ તાવ ન આવે તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે, આવા લોકોને સાત દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. તે જ સમયે, જે લોકોને પહેલેથી જ એચઆઇવી જેવી રોગપ્રતિકારક શક્તિની સમસ્યા છે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ થાય પછી જ રજા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો