તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીંથી બુધવારે બપોરે દિલ્હી માટે ઉડાન ભરી રહેલા ઈન્ડિગોના વિમાનનું એન્જિન રન-વે પર બરફ સાથે ટકરાયું હતું. જોકે, પાઈલટે સૂઝબૂઝ દાખવીને વિમાન રોકી દીધું હતું. આ દરમિયાન એક જોરદાર ઝટકો લાગતા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. બાદમાં તમામ 233 પ્રવાસીને તાત્કાલિક વિમાનમાંથી બહાર કઢાયા હતા. રન વે પરથી બરફ હટાવ્યા પછી વિમાન સેવા ફરી શરૂ કરાઈ હતી.
શ્રીનગરમાં ઠંડીનો પારો માઈનસ 7.8 ડિગ્રી
શ્રીનગરમાં મંગળવારે નવ વર્ષની સૌથી ઠંડી રાત્રિ હતી. આ દરમિયાન પારો માઈનસ 7.8 ડિગ્રી સુધી નીચે ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.