મધ્યપ્રદેશના ઈન્દોરમાં હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 6 વર્ષના એક બાળકે માતાની નકલ કરતાં ઉકળતા દૂધમાં પાઇપ વડે ફૂંક મારી હતી, આ દરમિયાન ઊકળતું દૂધ શ્વાસમાં જયાં બાળક મોતને ભેટે છે. આ ઘટના ત્રણ દિવસ પહેલાની છે. રવિવારે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. ઇંડોરના લસૂડિયા પોલીસે જણાવ્યા મુજબ, ઘટના 2 નવેમ્બરના રોજ સાંજે ફિનિક્સ ટાઉનશીપની છે. બાળકના પિતા રામજી પ્રસાદે જણાવ્યુ હતું કે તેઓ કામ પર ગયા હતા. ઘરમાં પત્ની રંજુ દેવી, 6 વર્ષનો પુત્ર સંજીવકુમાર અને અઢી વર્ષની દીકરી સ્વીટી હતી. તે દિવસે સાંજે પત્ની રસોઈ કરવા મારે કિચનમાં ગઈ હતી. તેણે દૂધ ગરમ કરવા માટે ગેસ પર મૂક્યું હતું અને બાદમાં તે કોઈક અન્ય કામમાં વ્યસ્ત બની હતી.
બાળક મોઢાના અંદરના ભાગમાં દાઝી ગયો
આ દરમિયાન પુત્ર સંજીવની નજર ગેસ પર મૂકેલા દૂધ પર પડી હતી. તે ધીમે ધીમે ગેસ સુધી પહોંચ્યો હતો. તપેલીમાં દૂધ ઉકાળી રહ્યું હતું, આ દરમિયાન ત્યાં નજીક પડેલી પ્લાસ્ટિકની પાઇપ વડે સંજીવે ઉકળતા દૂધમાં ફૂંક મારી હતી. બાદમાં બાળકે જોરથી શ્વાસ લેતા પાઈપમાં રહેલું ગરમ દૂધ બાળકના મોઢામાં જતું રહ્યું હતું. જે કારણે બાળક મોઢાના અંદરના ભાગમાં દાઝી ગયો હતો.
ઉકળતું દૂધ બાળકની શ્વાસનળીમાં જતુ રહ્યું હતું અને તે મોતને ભેટ્યો
ત્યારબાદ સંજીવને સારવાર માટે અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું છે. પોલીસે શનિવારે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. પિતા રામજી પ્રસાદે કહ્યું હતું કે સંજીવ ઘણી વખત તેની માતેને ઉકળતા દૂધમાં ફૂંક મારતાજોતો હતો. જેથી તેણે પણ એવું જ કરવાનો પ્રયાસ કર્યો. ઉકળતા દૂધમાં ફૂંક માર્યા બાદ તેણે જોરથી શ્વાસ લીધા હતા. આ કારણે ગરમ દૂધ તેની શ્વાસ નળીમાં જતું રહ્યું હતું અને તે મોતને ભેટ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.