તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Pinki Meena News; Suspended Rajasthan Ras Officer Corruption Latest News Update | Ras Demanded A Bribe Of One Lakh Rupees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4000 પાનામાં કેદ પિંકીની લાંચખોરી:હાઈવેના 1KMની જમીનના બદલે 1 લાખ રૂ. માંગ્યા, કંપની પર દબાણ મૂકવા 6 મહિના ખેડૂતોનું વળતર અટકાવ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના બાંદીકૂઈની SDM રહી ચૂકેલી RAS અધિકારી પિંકી મીણાને હાઈકોર્ટેથી જામીન મળી ગયા છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજસ્થાનના બાંદીકૂઈની SDM રહી ચૂકેલી RAS અધિકારી પિંકી મીણાને હાઈકોર્ટેથી જામીન મળી ગયા છે. (ફાઈલ તસવીર)
  • ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની જવાબદારી પિંકી મીણાને અપાઈ હતી
  • કંપનીના કામ વારંવાર સ્થગિત કરાતા તેઓએ પિંકી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી
  • ACBએ આ ઘટના પર 4 હજાર પાનાની ચાર્જશીટ બનાવી છે
  • ACBએ તમામ પુરાવાઓની તપાસ કર્યાપછી પિંકી મીણાની ધરપકડ કરી હતી
  • મનીશ અગ્રવાલ અને પિંકી મીણાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે

રાજસ્થાનના બાંદિકુઇના તત્કાલીન SDM પિંકી મીણાએ હાઇવે બનાવતી કંપની પાસેથી પ્રત્યેક કિલોમીટર માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પહેલા હપ્તામાં તેણે 6 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારપછી તેણીએ લાંચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી દીધી હતી. અન્ય વિભાગમાં કાર્ય કરતા દૌસાના SDMના પુષ્કર મિત્તલે લાંચની રકમ વધારીને 10 લાખ કરી હતી, જે વાતની જાણ પિંકીને થતા તેણીએ પણ વધું લાંચની માગણી કરી હતી.

ACBએ આ ઘટના પર 4 હજાર પાનાની ચાર્જશીટ બનાવી છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, પિંકીએ 6 મહિના સુધી ખેડૂતોને મળી રહેલા વળતરની રકમને અટકાવી હતી, જેના કારણે તેઓ કંપની પર લાંચ આપવા માટે વધુ દબાણ મૂકી શકે.

જમીન સંપાદનની જવાબદારી તેના અંતર્ગત હતી
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની જવાબદારી બાંદીકૂઈની તત્કાલીન SDM પિંકી મીણાને અપાઈ હતી. આ પ્રોજક્ટના અંતર્ગત લાભાર્થીઓને મળવા પાત્ર તમામ રકમ પ્રશાસન પાસે આવી પહોંચી હતી. જેની ધનરાશી જમીન સંપાદન પ્રક્રિયાના પૂર્ણ થયા પછી તમામ ખેડૂતોને આપવાની હતી. ત્યારપછી હાઈવે કંપનીને જમીન પર કબજો આપવાનો હતો.

આ બંને કામોને પિંકી મીણાએ અટકાવી રાખ્યા હતી. ખેડૂતો સંતુષ્ટ ન થાય અને તેઓ કંપનીઓને કામ કરવાની પરવાનગી ન આપે તે માટે પિંકી મીણાએ આ રકમને રોકી રાખી હતી. જે ખેડૂતોના વળતરની માંગને સ્વીકારાઈ હતી, તેમની જમીન પર કબજો આપવાના બદલામાં પિંકીએ લાંચની માગણી કરવાની વ્યૂહરચના બનાવી હતી. જેમાં 1 કિમી રસ્તાની જમીનનો કબજો મેળવવા માટે 1 લાખ રૂપિયાની લાંચ લેવાનો નિર્ણય કરાયો હતો.

વારંવાર કામ સ્થગિત કરાતા કંપનીએ ફરિયાદ નોંધાવી
હાઇવે કંપની પિંકી મીણાને પહેલા 6 લાખ ચૂકવવાની હતી, પરંતું પછી તેણે પલટી મારી હતી. બીજી બાજુ દુંસા SDMએ 10 લાખની ધનરાશીની માગણી કરી હતી , જે વાતની જાણ પિંકી મીણાને થતા તેણીએ પણ લાંચની રકમ વધારીને 10 લાખ કરી દીધી હતી. બાંદીકૂઈ અને દૌસા બન્ને એકદમ સુસંગત વિસ્તારો છે અને આ બંન્ને વિસ્તારોમાં કંપનીઓને હાઇવે પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનની આવશ્યકતા હતી.

અહીંયા કામ કરી રહેલી કંપનીના કામમાં વારંવાર ખલેલ પહોંચાડીને અટકાયત કરાતી હતી. જેના કારણે કંપનીએ પિંકી મીણા સાથે IPS મનીષ અગ્રવાલ અને SDM પુષ્કર મિત્તલની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મનીશ અગ્રવાલને તેમની બહેનના વિવાહના પગલે વચગાળાના જામીન મળ્યા છે, જ્યારે પિંકી મીણાને પણ હાઈકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે.

લાંચની રમતમાં હાઈવે કંપનીના કર્મચારીઓ પણ સામેલ
ACBએ ખુલાસો કર્યો હતો કે, પિંકી મીણા પોતે લાંચની રકમ લેવા નહોતી ઈચ્છતી. આ માટે તેણે હાઇવે કંપનીને લાંચના પૈસા પોતાના કર્મચારી અમિતને આપવાની જાણ કરી હતી. હાઈવે કંપનીએ તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાના મનસૂબે પિંકીને લાંચ આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. લાંચને લઈને કરાયેલી તમામ વાતચીતની રેકોર્ડિંગ્સ ACBના ડિજિટલ પુરાવાઓમાં સામેલ છે. આ તમામ વાતનો ખુલાસો અમિતે ACB સાથેની વાતચીત દરમિયાન કર્યો હતો.

ધરપકડ કરાતા પહેલા 3 વખત વાતચીતની રેકોર્ડિંગ કરાઈ
હાઈવે કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધોરે ACBએ ઘણી વખત ઊલટ તપાસ હાથ ધરીને યોગ્ય પુરાવાઓ એકત્રિત કર્યા હતા. તેમણે ડિજિટલ રેકોર્ડિંગ્સ પણ આપવામાં આવી હતી. જેમાં પિંકી મીણાએ લાંચની માંગણી કરી હોય તેવી 3 રેકોર્ડિંગ્સ પુરાવા પેઠે રાખવામાં આવી છે. ACBએ પણ તમામ પુરાવાઓની તપાસ કર્યાપછી પિંકી મીણાની ધરપકડ કરી હતી. ACBએ આ સમગ્ર ઘટનાની માહિતીની ડિજિટલ રેકોર્ડિંગ્સના પુરાવાની ટ્રાન્સક્રિપ્ટ બનાવીને એક ચાર્જશીટ બનાવી હતી, જેને કોર્ટમાં યોગ્ય પુરાવાઓ સાથે રજૂ કરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો