• Gujarati News
  • National
  • Pilot Lands With Parachute After Air Force Fighter Plane Crashes, Watch Heartbreaking Video

મધ્યપ્રદેશ:એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ થતાં પાઇલટે પેરાશૂટથી લેન્ડિંગ કર્યું, જુઓ દિલધડક વીડિયો

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ભિંડમાં ફાઇટર પ્લેન ક્રેશ થયા પછી પાઇલટનો પેરાશૂટથી લેન્ડિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. ભિંડના બબેડી ગામના બીહડમાં એરફોર્સનું ફાઇટર પ્લેન વિમાન મિરાજ 2000 ક્રેશ થયું હતું. ક્રેશ થયા પહેલાં પ્લેનમાં રહેલાં ફ્લાઇટ લેફ્ટનન્ટ અભિલાષે ઇજેક્ટ થઈને પેરાશૂટ ખોલ્યું હતું. પાઇલટને અત્યારે પગમાં ઇજા થઈ છે અને તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. ગામલોકો મુજબ, આ ઘટના સવારે આઠ વાગ્યાની છે. આકાશમાં ઉડતા વિમાનમાં અચાનક ધૂમાડા નીકળ્યા અને તે નીચે પડ્યું હતું. વિમાન જ્યાં પડ્યું ત્યાં મોટો ખાડો પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...