તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sachin Pilot Had A Phone Conversation With Priyanka Gandhi, Will Leave For Delhi Today; Priyanka Had Persuaded Him Earlier Too

રાજસ્થાનની રાજકીય લડાઈ:સચિન પાયલોટની પ્રિયંકા ગાંધી સાથે ફોન પર વાતચીત થઈ, આજે દિલ્હી જશે; અગાઉ પણ પ્રિયંકાએ જ મનાવ્યા હતા

જયપુર8 દિવસ પહેલા
  • પાયલોટે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું છે

રાજસ્થાનમાં સચિન પાયલોટ અને તેમના ગ્રુપની નારાજગીને લઈને રાજકારણમાં ગરમાયું છે. પાયલોટ ગત વર્ષે તેમને કરવામાં આવેલા વાયદાઓ 10 મહિના પછી પણ પૂરા થયા ન હોવાને પગલે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ દરમિયાન પાયલોટ કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીના સીધા જ સંપર્કમાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે ગત મોડી રાતે તેમની ફોન પર પર પ્રિયંકા સાથે વાત થઈ છે. વાતચીત તો જાણવા ન મળી, પરંતુ એમ કહેવાઈ રહ્યું કે પાયલોટે તેની વાત પ્રિયંકાને કહી દીધી છે.

પાયલોટ દિલ્હીમાં કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકન અને સંગઠનના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી શકે છે. આ બંને નેતા જ પાયલોટના મુદ્દાને લઈને ગત વર્ષે બનાવવામાં આવેલી કમિટીમાં સામેલ છે. જોકે આ કમિટીનો રિપોર્ટ 10 મહિના પછી પણ આવ્યો નથી અને પાયલોટની નારાજગી હાલ પણ છેે.

સચિનની નારાજગી છતાં કોંગ્રેસમાં રહીને લડવાના સંકેત
સચિન પાયલોટે આશોક ગેહલોત સરકાર સામે નારાજગી જાહેર કરી છે. જોકે એ સંકેત પણ આપ્યા છે કે તે કોંગ્રેસમાં રહીને જ સંઘર્ષ કરશે. રાજકીય એક્સપર્ટનું કહેવું છે કે પાયલોટની મુખ્ય લડાઈ કોંગ્રેસ સાથે નહિ, પરંતુ અશોક ગેહલોત સાથે છે. આ બંનેની વચ્ચે સત્તાનો સંઘર્ષ આગળ પણ ચાલુ રહેશે.

મોંઘવારીની વિરુદ્ધ કોંગ્રેસના દેખાવમાં પાયલોટ સામેલ
સચિન પાયલોટ જયપુરમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસના દેખાવમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું છે. તેઓ કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં સતત ભાગ લઈ રહ્યા છે, એની પાછળ સતત સક્રિય રહેવાની રણનીતિ છે.

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોની વિરુદ્ધ સાંગાનેરના પેટ્રોલ પંપ પર દેખાવો કરતા સચિન પાયલોટ.
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોની વિરુદ્ધ સાંગાનેરના પેટ્રોલ પંપ પર દેખાવો કરતા સચિન પાયલોટ.

ધારાસભ્ય હેમારામ ચૌધરીએ રાજીનામું આપ્યા પછી પ્રથમ વખત પાયલોટને મળ્યા
પોતાના વિસ્તારમાં વિકાસના ભેદભાવ સહિત બીજા મુદ્દાઓ પર નારાજ થઈને રાજીનામું આપીને ધારાસભ્ય હેમારામ ચૌધરી ગુરુવાર રાતે જયપુર પહોંચ્યા હતા. શુક્રવારે તેઓ સચિન પાયલોટને મળ્યા હતા. હેમારામ ચૌધરી પાયલોટના સમર્થક છે. હેમારામનું કહેવું છે કે હું રાજીનામું આપી ચૂક્યો છું. અધ્યક્ષ જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું તેમની સમક્ષ હાજર થઈશ. રાજીનામા પર નિર્ણય અધ્યક્ષે કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...